Rajasthan Budget : 8 મિનિટ સુધી જૂનું બજેટ વાંચતા રહ્યા સીએમ અશોક ગેહલોત, હંગામો થતા રોકવામાં આવી કાર્યવાહી, સોરી બોલી CMએ તપાસના આદેશ આપ્યા

Rajasthan Budget 2023 : નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે બજેટ લીક થયું છે, બજેટ ગોપનીય હોય છે અને તેની કોપી સીએમ સિવાય કોઇ બીજા પાસે કેવી રીતે પહોંચી ગઇ

Written by Ashish Goyal
February 10, 2023 15:37 IST
Rajasthan Budget : 8 મિનિટ સુધી જૂનું બજેટ વાંચતા રહ્યા સીએમ અશોક ગેહલોત, હંગામો થતા રોકવામાં આવી કાર્યવાહી, સોરી બોલી CMએ તપાસના આદેશ આપ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત

Rajasthan Budget 2023: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot)સદનમાં બજેટ ભાષણ દરમિયાન જૂનું ભાષણ વાંચ્યું હતું. જે પછી રાજસ્થાનના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ 30 મિનિટ માટે રોકવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું હતું.

રાજસ્થાનના બજેટની શરૂઆતમાં જ વિધાનસભામાં હંગામો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂન ઘોષણાઓ વાંચી દીધી હતી. આ ભૂલ પર વિપક્ષે સદનમાં જોરદાર હંગામો ઉભો કરી દીધો હતો. વિપક્ષના સભ્યો વેલમાં આવી ગયા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે. હંગામા પછી સદનની કાર્યવાહી અડધો કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આને અધિકારીઓને મોટી લાપરવાહી માનવામાં આવી રહી છે. સીએમ અશોક ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી લીધી છે.

મહેશ જોશીએ જણાવી મુખ્યમંત્રીને ભૂલ

સીએમ અશોક ગેહલોત પોતાના બજેટ ભાષણ દરમિયાન કેટલીક જૂની ઘોષણાઓ વાંચી હતી જેના કારણે હંગામો શરૂ થયો હતો. 8 મિનિટ સુધી મુખ્યમંત્રી જૂનું બજેટ વાંચતા રહ્યા હતા. જે પછી મહેશ જોશીએ મુખ્યમંત્રી પાસે જઇને આ ભૂલ બતાવી હતી. આ પછી સીએમે માફી પણ માંગી કે ભૂલ થઇ જાય છે.

આ પણ વાંચો – PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં મળ્યા 1000 કિલો વિસ્ફોટક, પોલીસ એલર્ટ

વિપક્ષે લગાવ્યો બજેટ લીક કરવાનો આરોપ

નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે કેટલીક મિનિટ સુધી ખોટું બજેટ વાંચ્યા પછી ત્રીજા વ્યક્તિએ આવીને મુખ્યમંત્રી ગહલોતને જણાવ્યું કે ખોટું વાંચી રહ્યા છે. બજેટ લીક થયું છે, બજેટ ગોપનીય હોય છે અને તેની કોપી સીએમ સિવાય કોઇ બીજા પાસે કેવી રીતે પહોંચી ગઇ. સીએમને ત્રીજા વ્યક્તિએ આવીને કેવી રીતે જણાવ્યું, આ બજેટ કોઇ ત્રીજા વ્યક્તિને કેવી રીતે ખબર પડી. સદનનું માન રાખવા માંગો છો તો આ બજેટને બીજા દિવસે અલગથી રજુ કરવામાં આવે. આજની ઘટનાથી લોકતંત્ર શર્મસાર થયું છે.

સદનમાં હંગામા પછી સ્પીકર સીપી જોશીએ કહ્યું કે જે કશું ઘટનાક્રમ થઇ તે દુર્ભાગ્યપૂર્ણ છે. સીએમે જે ભાષણ આપ્યું તે ઠીક ન હતું. આજની ઘટનાથી આહત થયા છીએ. માનવીય ભૂલ થાય છે. આ પુરી કાર્યવાહીને સદનમાંથી બહાર કરવામાં આવે છે. હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે સીએમના બ્રીફકેસમાં જૂનુ બજેટ કેવી રીતે આવ્યું? આ માટે અધિકારીઓ પર કાર્યવાહી થશે પણ આટલી મોટી ભૂલ કેવી રીતે થઇ? નવા બજેટની કોપી ક્યાં છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ