રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સીરપ પીવાથી 8 બાળકોના મોત, દવા ડિસ્ટ્રિબ્યુટર પર દરોડા, તપાસ માટે સમિતિ રચાઇ

Children Dies After Consum Cough Syrup In Rajasthan : રાજસ્થાન અને મધ્યપ્રદેસમાં કફ સીરપ પીવાથી 8 બાળકોના મોત થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ વિભાગે જબલપુરમાં કટારિયા ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રિબ્યુટર પર દરોડા પાડ્યા હતા.

Written by Ajay Saroya
October 03, 2025 13:44 IST
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સીરપ પીવાથી 8 બાળકોના મોત, દવા ડિસ્ટ્રિબ્યુટર પર દરોડા, તપાસ માટે સમિતિ રચાઇ
Cough Syrup : કફ સીરપ. (File Photo)

Children Dies After Consum Cough Syrup In Rajasthan : રાજસ્થાન સરકારે સીકરની એક સરકારી હોસ્પિટલમાંથી કફ સિરપ પીવાથી કથિત રીતે 2 બાળકોના મોતની તપાસના આદેશ આપ્યા છે. તો મધ્યપ્રદેશના છિંદવાડામાં આ કફ સીરપ પીધા બાદ 6 બાળકના મોત થયા છે. આ દરમિયાન મધ્યપ્રદેશ ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ વિભાગે જબલપુરમાં કટારિયા ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રિબ્યુટર પર દરોડા પાડ્યા હતા.

કફ સીરપને કારણે બે રાજ્યોમાં 15 દિવસમાં કુલ 8 બાળકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ આઇપી (Dextromethorphan Hydrobromide Syrup IP) 13.5 મિલિગ્રામ/5 મિલિ દવાના સેવનને કારણે બાળકોના મોતની માહિતી મળ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.

જબલપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર શરદ કુમાર જૈને પીટીઆઈને જણાવ્યું કે, અમારી તપાસ મુજબ કટારિયા ફાર્માસ્યુટિકલ્સે ચેન્નઇની એક કંપની પાસેથી કોલ્ડ્રિફ કફ સીરપની 660 બોટલ સપ્લાય કરી હતી. જેમાથી 594 બોટલ છિંદવાડામાં સપ્લાય થઇ હતી અને બાકી 66 બોટલને રેફ્રિજરેટ કરવામાં આવી હતી અને 16 બોટલ ભોલપ લેબમાં લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી હતી.

રાજસ્થાનમાં ડોકટરો અને ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ

રાજસ્થાનના મેડિકલ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે સીકર જિલ્લાના હાથીદેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) માં બાળકો માટે પ્રતિબંધિત ઉધરસની દવા લખવા બદલ ડોક્ટર અને ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચલાવવામાં આવતી મફત દવા યોજના હેઠળ વિતરણ કરવામાં આવતી કફ સીરપની ગુણવત્તાની ફરિયાદ અંગે તબીબી અને આરોગ્ય વિભાગ ગંભીર કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યું છે. ભરતપુર અને સીકર જિલ્લામાં બે બાળકોના મોતના કેસમાં મળેલા અહેવાલ મુજબ બંને બાળકોને કફ સીરપ ડેક્સ્ટ્રોમેટોફોન સૂચવવામાં આવી ન હતી.

તબીબી અને આરોગ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ ખીંવસરે આ મામલાની તાત્કાલિક નોંધ લીધી હતી અને આ મામલાની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. આ પછી, રાજસ્થાન મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન (આરએમએસસીએલ) એ દવાના વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત દવાના કાયદેસર નમૂના પણ સરકારી ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રોટોકોલ અનુસાર આ કફ સીરપ બાળકોને સૂચવવામાં આવતી નથી

લેબોરેટરીના ડાયરેક્ટર, પબ્લિક હેલ્થ ડો.રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે ભરતપુર અને સીકરમાં બે બાળકોના મોતના કિસ્સામાં રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ડોક્ટર દ્વારા બંને બાળકોને ડેક્સ્ટ્રોમેથોર્ફન એચબીઆર સીરપ સૂચવવામાં આવી નથી. પ્રોટોકોલ મુજબ, આ દવા બાળકોને સૂચવવામાં આવતી નથી. આ ઉધરસની દવાનો કેસ સીકરના અજિતગઢ બ્લોકના હાથીદેહ પીએચસીમાં એક બાળકને લખવામાં આવ્યો હતો, જેના પર ડોક્ટર ડો.પલક અને ફાર્માસિસ્ટ પપ્પુ સોનીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉપરાંત વિભાગે આ કેસમાં જરૂરી પગલાં લેવાની સાથે એડવાઈઝરી પણ જાહેર કરી છે. આ એડવાઈઝરી લેખિતમાં પ્રોટોકોલનું પાલન કરવા, દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન દ્વારા દવા પૂરી પાડવા અને દર્દીઓની તબીબી સલાહ લીધા વિના દવા ન લેવા સંબંધિત છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ ડોકટરોએ દવા પ્રિસ્ક્રિપ્શન કરતી વખતે કન્સલ્ટેશનનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. બાળકોને દવા લખતી વખતે સૂચિત પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ