Suryanagari Express, Rajasthan Train Accident News: રાજસ્થાનના પાલી જિલ્લામાં રેલવે દુર્ઘટના (Pali District in Rajasthan) થઈ હતી. અહીં બાંદ્રા ટર્મિનલ – જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન (Bandra Terminus-Jodhpur Suryanagari Express train)ના આઠ ડબ્બા સોમવારે સવારે 2.37 વાગ્યે પાટા પરથી ઉતરી પડ્યા હતા. આ રેલવે દુર્ઘટના જોધપુર મંડળના રજકિયાવાસ – બોમદરા સેક્શન વચ્ચે થઈ હતી. જોકે, આ રેલવે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ રેલવે દુર્ઘટમાં આશરે બે ડઝન લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.
8 કોચ પાટા પરથી ઉતરી ગયા
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે ઘટનાના 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી હતી. પેસેન્જરે કહ્યું, “મારવાડ જંક્શનથી રવાના થયાના 5 મિનિટની અંદર, ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન બંધ થઈ ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન
આ દુર્ઘટનામાં 11 કોચેને અસર થઈ હતી
નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ આ ઘટના વિશે જણાવ્યું કે, “બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
આ પણ વાંચોઃ- Covid-19 in India: કોરોનાનું ખતરનાક XBB 1.5 વેરિઅન્ટ ભારતમાં મળી આવ્યો, જાણો તેની સાથે જોડાયેલી મોટી વાતો
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
ઉત્તર પશ્ચિમ રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે રેલ્વે મુસાફરોને વિલંબથી બચાવવા માટે રેલ્વે વિભાગે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.