scorecardresearch

રામમંદિર તો બનશે પણ મસ્જિદની શું સ્થિતિ છે? જાણો લેટેસ્ટ અપડેટ

dhannipur mosque latest update : અયોધ્યા (ayodhya) માં રામમંદિર (Ram Mandir) અને બાબરી મસ્જિદ (babri masjid) મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના આદેશ બાદ ધન્નીપુર ગામમાં મસ્જિદ (dhannipur masjid) નું નિર્માણ થશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA)એ નકશો જાહેર કર્યો. ધન્નીપુર મસ્જિદ બાબરી મસ્જિદ કરતા પણ મોટી હશે.

રામમંદિર તો બનશે પણ મસ્જિદની શું સ્થિતિ છે? જાણો લેટેસ્ટ અપડેટ
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) એ મસ્જિદનો નકશો જાહેર કર્યો છે (ફોટો – જનસત્તા)

Ram Mandir : અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) એ ધન્નીપુર મસ્જિદના નિર્માણ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. એડીએના નિર્ણય બાદ ટૂંક સમયમાં મસ્જિદનું બાંધકામ શરૂ થશે. બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ ચુકાદામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સરકારે અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં 5 એકર જમીન આપી હતી.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલી પાંચ એકર જમીન પર ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) ટ્રસ્ટ દ્વારા એક મસ્જિદ, એક હોસ્પિટલ, એક સંશોધન સંસ્થા, એક સામુદાયિક રસોડું અને પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવનાર છે.

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) દ્વારા બાકી મંજૂરીઓ અને જમીનના ઉપયોગના ફેરફારના મુદ્દાને કારણે બાંધકામમાં બે વર્ષથી વધુ સમય વિલંબ થયો હતો.

ડિવિઝનલ કમિશનરે શું કહ્યું?

અયોધ્યા ડિવિઝનલ કમિશ્નર ગૌરવ દયાલે પીટીઆઈને કહ્યું, “અમે શુક્રવારે મળેલી બોર્ડ મીટિંગમાં અયોધ્યા મસ્જિદના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મંજૂર થયેલા નકશા કેટલીક વિભાગીય ઔપચારિકતાઓ બાદ ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)ને સોંપવામાં આવશે, જે થોડા દિવસોમાં પૂર્ણ થવાના છે.”ૉ

આ મસ્જિદ બાબરી મસ્જિદ કરતા પણ મોટી હશે

IICF સચિવ અતહર હુસૈને કહ્યું કે, તમામ મંજૂરીઓ પછી, ટ્રસ્ટ ટૂંક સમયમાં એક બેઠક યોજશે અને મસ્જિદના નિર્માણ માટે યોજનાને અંતિમ સ્વરૂપ આપશે. તેમણે કહ્યું, “અમે 26 જાન્યુઆરી, 2021ના રોજ મસ્જિદનો પાયો નાખ્યો હતો. અમે તે દિવસ પસંદ કર્યો કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું” અતહર હુસૈને કહ્યું કે, ધન્નીપુર મસ્જિદ બાબરી મસ્જિદ કરતા પણ મોટી હશે.

9 નવેમ્બર, 2019 ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો અને સરકારને જિલ્લામાં એક અગ્રણી સ્થાન પર મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવા કહ્યું.

આ પણ વાંચોત્રિપુરામાં ચૂંટણી પરિણામ બાદ 50 જેટલી હિંસક ઘટનાઓ, બે જિલ્લામાં કલમ- 144 લાગુ

મસ્જિદ બનાવવા માટે રચાયેલ IICF ટ્રસ્ટે મસ્જિદની સાથે એક હોસ્પિટલ, એક સામુદાયિક રસોડું, એક પુસ્તકાલય અને સંશોધન સંસ્થા બનાવવાની તેની યોજના જાહેર કરી. હુસૈને કહ્યું કે, આગામી હોસ્પિટલ 1,400 વર્ષ પહેલા પયગંબર દ્વારા શીખવવામાં આવેલી ઇસ્લામની સાચી ભાવનામાં માનવતાની સેવા કરશે.

Web Title: Ram mandir ayodhya what status of the mosque latest update

Best of Express