રામદાસ આઠવલેનું ઈન્ટરવ્યુ : લોકસભા ચૂંટણી 2024 માટે તેમની પાર્ટી RPI-A માટે શું પ્લાન બનાવ્યો, હવે PM મોદી સાથે કરશે વાત

Ramdas Athawale Interview : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે RPI-A લીડર રામદાસ આઠવલેએ મોટો પ્લાન બનાવ્યો, જેમાં યુપી (UP) માં સીટોની ફાળવણી, શિરડી (Shirdi) બેઠક તથા મહારાષ્ટ્ર (Maharashtra) કેબિનેટમાં તેમની પાર્ટીના નેતાને સ્થાન. આ માંગ અને આઈડીયા સાથે તે ભાજપ (BJP) ના વડા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને મળશે.

Written by Kiran Mehta
Updated : March 16, 2023 17:44 IST
રામદાસ આઠવલેનું ઈન્ટરવ્યુ :  લોકસભા ચૂંટણી 2024 માટે તેમની પાર્ટી RPI-A માટે શું પ્લાન બનાવ્યો, હવે PM મોદી સાથે કરશે વાત
RPI-A લીડર રામદાસ આઠવલેએ લોકસભા ચૂંટણી 2024ને લઈ ખુલીને વાત કરી (ફોટો - રામદાસ આઠવલે - ટ્વીટર)

વિજય કુમાર ઝા : રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠાવલે (RPI-A)ના વડા અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ આગામી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં તેમની પાર્ટી માટે મોટી ભૂમિકાની માંગ કરી છે. આ માટે તેમણે ભાજપના નેતાઓ સાથે પ્રારંભિક વાતચીત પણ કરી છે અને જ્યારે સમય આવશે ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સામે પણ પ્રસ્તાવ મૂકવાના છે. અઠાવલેએ Jansatta.com સાથેની મુલાકાતમાં આ વાત કહી.

રામદાસ આઠવલેની પહેલી ઈચ્છા – શિરડીથી લોકસભા પહોંચે

રામદાસ આઠવલે ભાજપ પાસે શિરડી લોકસભા સીટ માંગવા જઈ રહ્યા છે. રામદાસ આઠવલે 2009માં શિરડીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. તેમનું કહેવું છે કે, રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2026 સુધીનો છે, પરંતુ તેઓ લોકસભામાં જવા માંગે છે.

શિરડી (મહારાષ્ટ્ર) પણ લોકસભા માટે તેમની પ્રિય બેઠક છે. આ સંદર્ભે તેમણે મહારાષ્ટ્રના ભાજપના મોટા નેતાઓ સાથે વાત કરી છે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. આગામી સમયમાં તેઓ આ માંગણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પણ મૂકશે.

બીજી માંગ અને આઠવલેની યુપી યોજના

2024ની લોકસભા ચૂંટણીમાં, રામદાસ આઠવલે ઉત્તર પ્રદેશમાં ભાજપ પાસે તેમની પાર્ટી RPI-A માટે મોટી ભૂમિકાની અપેક્ષા રાખે છે. આઠવલેનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં જે મુસ્લિમ મતદારો ભાજપને મત આપવા માંગતા નથી, તેઓ આરપીઆઈને મત આપી શકે છે. તેમજ માયાવતીની નબળી સ્થિતિને જોતા દલિત મતદારો પણ RPI તરફ આવી શકે છે. તેથી જ ભાજપે ઉત્તર પ્રદેશમાં આરપીઆઈની ભૂમિકા વધારીને પોતાને વધુ મજબૂત બનાવવી જોઈએ. આઠવલેએ કહ્યું કે, તેઓ આ અંગેનો પ્રસ્તાવ પણ બીજેપી નેતૃત્વ સમક્ષ મુકશે.

યુપી સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. જેમાંથી 17 એસસી માટે અનામત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમાંના મોટા ભાગની બેઠક એસપીએ બસપા માટે છોડી દીધી હતી. પરંતુ, બસપા માત્ર બે સીટો જીતી શકી હતી. રામદાસ આઠવલે કહે છે કે, માયાવતી દલિતોના નેતા તરીકે નબળા પડી ગયા છે. તેમનું માનવું છે કે, આઠવલે પરંપરાગત મતદારોને આકર્ષી શકે છે, જેમણે માયાવતીને મત આપ્યો નથી. તેના આધારે તેઓ ઉત્તર પ્રદેશમાં ભાજપ પાસેથી RPI-A માટે મોટી ભૂમિકાની માંગ કરવા જઈ રહ્યા છે.

વધુ એક આશા – મહારાષ્ટ્રમાં મંત્રી પદ મળે

રામદાસ આઠવલેને આશા છે કે, જ્યારે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે તેમની પાર્ટીના એક-બે નેતાઓને પણ મંત્રીપદ આપવામાં આવશે. સત્તામાં ભાગીદારીના પ્રશ્ન પર આઠવલેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં તેમની પાર્ટીની સ્થિતિ સારી છે અને એવી અપેક્ષા છે કે, તેમને એકનાથ શિંદે સરકારમાં ભાગીદારી મળશે.

આ પણ વાંચોબિહારમાં નંબર વધારવા બીજેપીને સુરક્ષાની જરૂર, કેન્દ્રએ આ ત્રણ નેતા માટે સુરક્ષા છત્રી કાઢી

આઠવલેએ નિખાલસતાથી કહ્યું કે, જ્યારે તેઓ શિરડી લોકસભા ચૂંટણી હારી ગયા, ત્યારે તેમને યુપીએ સરકારમાં મંત્રીપદ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધી અને શરદ પવાર એકબીજાને નામથી ટાળવા લાગ્યા. ત્યારબાદ તેમણે બાળાસાહેબ ઠાકરે સાથે વાત કરી અને શિવસેનામાં જોડાઈ ગયા. તેઓ 2016થી એનડીએ સરકારમાં મંત્રી છે.

જો કે, અઠાવલે 30 વર્ષની વયે મહારાષ્ટ્રમાં પ્રથમ વખત કેબિનેટ મંત્રી બન્યા હતા. ત્યારે તે હજુ ભણતા હતા. તે હોસ્ટેલમાંથી સીધા મંત્રી બનવા પહોંચી ગયા હતા.

આઠવલેની મનપસંદ શિરડી લોકસભા સીટની હાલત કફોડી છે

2009ની લોકસભા ચૂંટણી પહેલા શિરડી કોપરગાંવ લોકસભા બેઠકનો એક ભાગ હતી. 2009માં જ્યારે શિરડી લોકસભા સીટ માટે પહેલીવાર ચૂંટણી યોજાઈ ત્યારે રામદાસ આઠવલે પણ મેદાનમાં ઉતર્યા હતા. તેમને 2,27,170 મત (34 ટકા) મળ્યા. જ્યારે શિવસેનાના ભાઈસાહેબ વકચૌરે 3,59,921 (54 ટકા) મત મેળવીને જીત્યા હતા.

2014માં જ્યારે ભાઈસાહેબ શિરડીથી ચૂંટણી લડ્યા ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા અને હારી ગયા હતા. થોડા સમય બાદ તેઓ ભાજપમાં જોડાયા અને બાદમાં ત્યાં બળવો કર્યો. 2019 માં, તેમણે શિરડીથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 35, 526 મત મેળવી શક્યા હતા.

શિવસેના 2009થી સતત શિરડી લોકસભા સીટ જીતી રહી છે. આ વખતે શિવસેના ફંટાઈ ગઈ છે. આ બ્રેકના કારણે રામદાસ આઠવલે પોતાના માટે થોડા મજબૂત દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો – લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ

શિરડીમાં કુલ મતદારોની સંખ્યા 10,30,502 છે. આમાંથી લગભગ 25 ટકા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના છે. આ સીટ SC માટે અનામત છે.

(ભાવાનુવાદ – કિરણ મહેતા)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ