મોદી સરનેમ પર આપત્તિજનક ટિપ્પણી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. આ સજા પછી રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પણ રદ કરવામાં આવી છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા મોટાભાગના વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તે 2018માં સંસદમાં કરેલી કથિત શૂર્પણખા ટિપ્પણી બદલ પીએમ સામે માનહાનીનો કેસ કરશે. રેણુકા ચૌધરીએ એક ટ્વિટમાં લખ્યું કે કોર્ટ હવે કેટલી ઝડપથી કાર્ય કરે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીની આ કોમેન્ટનો એક જૂનો વીડિયો પણ સાથે ટ્વિટ કર્યો છે. જેમાં પીએમ મોદી રાજ્યસભાના અધ્યક્ષને રેણુકા ચૌધરીને હસવા દેવા કહ્યું હતું. પીએમે કહ્યું હતું કે રામાયણ સીરિયલ પછી આજે આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.
રેણુકા ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીને સ્તરહીન કહેતા લખ્યું કે તેમણે મને સદનમાં શૂર્પણખા કહ્યું હતું. હું તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરીશ. જોઈએ છીએ કે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે. રેણુકા ચૌધરીનું આ નિવેદન રાહુલ ગાંધીને 2019ના એક માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા પછી આવ્યું છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ, માનહાની કેસમાં 2 વર્ષની સજા પછી મોટો નિર્ણય
મોદી સરનેમને લઇને રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.
શું છે રેણુકા ચૌધરીનો કેસ
રેણુકા ચૌધરી સાથે જોડાયેલો કેસ 7 ફેબ્રુઆરી 2018નો છે. જ્યારે રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી ઘણો હંગામો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન રેણુકા ચૌધરી તત્કાલિન રાજ્યસભાના અધ્યક્ષ વૈંકયા નાયડુની કોઇ વાત પર જોરશોરથી હસવા લાગ્યા હતા. તેના પર પીએમ મોદીએ કહ્યું હતું કે સભાપતિ જી મારું તમને નિવેદન છે કે રેણુકા જી ને તમે કશું કહેશો નહીં. રામાયણ સીરિયલ પછી આજે આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે.