ભારતીય રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન દરેક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. આરબીઆઇએ કહ્યું કે નવેમ્બર 2016માં નોટબંધી દરમિયાન 1000 રૂપિયા અને 500 રૂપિયાની ચલણી નોટોને રદ કરવાનો નિર્ણય આરબીઆઇ અધિનિયમ 1934ની કલમ 26 (2)માં નિર્ધારિત પ્રક્રિયાનું વિધિવત પાલન કરવામાં આવ્યું હતું.
નોટબંધી વિરુદ્ધ દાખલ અરજીઓ પર કોર્ટ સુનાવણી કરી રહી છે
નોટબંધી વિરુદ્ધ દાખલ અરજીઓ ઉપર ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બેચ સુનાવણી કરી રહી છે. બેચમાં જસ્ટીસ બી આર ગવઈ, એ એસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરથનાનો સમાવેશ થયા છે. આ દરમિયાન આરબીઆઈ તરફથી એક વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે અમે એફિડેવિટમાં જણાવ્યું છે કે નિયમો દ્વારા નિર્ધારિત કોરમ પુરો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત પગલાં પર વિચાર વિમર્શ ફેબ્રુઆરી 2016માં શરુ થયો હતો. પરંતુ આની ગોપનીયતા જાળવી રાખી હતી.
કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ આર વેંકટરમનીએ આપ્યો જવાબ
અરજીકર્તાઓએ તર્ક આપ્યું હતું કે આરબીઆઈ અધિનિયમની કલમ 26 (2) અંતર્ગત નોટબંધીની ભલામણ આરબીઆઇથી થઇ ગઈ હતી. પરંતુ 2016માં આવું ન્હોતું. સરકાર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ આર વેંકટરમનીએ કહ્યું કે સરકાર આ ત્રણ ખરાબીઓને ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અરજીકર્તાઓએ કહ્યું કે અમારે નોટબંધીના પહેલા વિસ્તૃત અધ્યયન કરવું જોઇતું હતું. એક દશકથી વધારે સમયથી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ત્રણ નબળાઇઓને જોઇ રહી છે. આ જરાસંઘ જેવું છે તમારે આને ટુકડાઓમાં કાપી દેવું જોઈએ. જો તમે આવું ન કરો તો આ ખરાબીઓ હંમેશા જીવિત રહેશે.
આ પણ વાંચોઃ- તમારે પર્સનલ લોન જોઇએ છે? કોણ સૌથી સસ્તી લોન આપી રહ્યુ છે? ચેક કરી લો યાદી
ગુપ્તાએ વરિષ્ટ વકીલ પી ચિદંબરમના એ આરોપનો પણ જવાબ આપ્યો હતો કે કેન્દ્રને અત્યાર સુધી આરબીઆઈએ 7 નવેમ્બરના પત્ર અને 8 નવેમ્બરના કેબિનેટના નિર્ણય સહિત કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રસ્તુત કરવામાં આવ્યા ન્હોતા. તેનું વિવિરણ કરવામાં આવ્યું ન્હોતું. જે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં સામેલ થયા હતા. ચિદંબરે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું કોરમ અધિનિયમ અંતર્ગત જરૂરિયાતના રૂપમાં પુરું કરવામાં આવ્યું હતું.
ચિદંબરમે પૂછ્યું કે સરકાર કોર્ટને કાગળ કેમ દેખાડ્યા નહીં. આ પર એટર્ની જનરલે જવાબ આપ્યો કે કંઈ જ છુપાવ્યું ન્હોતું. જો કોર્ટ આ માટે કહેતી તો અમે કોર્ટમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરત.