Bahraich Road Accident: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. બહરાઇચના ટપ્પે સિપાહમાં રોડવેજ બસ અને ટ્રકની ટક્કરમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એસએચઓ રાજેશ સિંહે દુર્ઘટનાની પુષ્ટી કરી છે. ઘટના સ્થળ ઉપર હાજર પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનાનું કારણ શું હતું એ અત્યારે જાણવા મળ્યું નથી.
ઘાયલોનું કહેવું છે બસ જયપુરથી લખનઉ તરફ જઈ રહી હતી. જ્યારે ટ્રક બહરાઇચથી આવતી હતી. બહરાઇચની ડીએમે જણાવ્યું હતું કે આ દર્દનાક અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયું હતું. લગભગ 15 લોગ ઘાયલ થયા છે. જેમાં 4 ગંભીર રૂપથી ઘાયલ થયા છે. એવી સ્થિતિમાં મોતનો આંકડો વધી શકે છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રથમ દ્રષ્ટી જોનાર ટ્રક ખોટી સાઇટથી આવવાથી બસ સાથે ટકરાઈ હતી.
ચાર લોકો ગંભીર રૂપથી થાયલ
દુર્ઘટનાની જાણ થાં જ કૈસરગંજ એસડીએમ, એએસપી સિટી અને સીઓ મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓ સાથે પહોંચી ગયા હતા. બસ લખનઉથી બહરાઈ ઇદગાહ ડિપોના લઈ જતી હતી. ડીએમ અને એસપીએ દુર્ઘટનાસ્થળનું અવલોકન કર્યું હતું. આ દુર્ઘટના જરવલરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાઘરા ઘાટ પાસે થયા છે. બસમાં લગભગ 40 યાત્રીઓ સવાર હતા. મૃતકોમાં બધો પુરુષો હતા. દરેક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા. ગંભીર રૂપથી ઘાયલને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરાયા હતા.
આ પણ વાંચોઃ- ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું 64 વર્ષની ઉંમરે નિધન
સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખઃ જાણકારી અનુસાર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આજે બહરાઈચમાં બસ-ટ્રક અથડામણમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, હવે મોટા નેતાઓની ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ નજર
મૃતકોના આત્માની શાંતિની કામના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ટ્રકની ઓળખ કરવા માટે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે.