Uttarakhand Accident: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક એક એસયૂવી ખાડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલાઓ સામેલ છે. જોશીમઠ પ્રખંડના ઉર્ગમ-પલ્લા જાખોલ માર્ગ પર એક ગાડી અચાનક ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.
ચમોલીના એસપી પ્રમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે જોશીમઠ વિસ્તારના ઉરગામમાં 16 યાત્રીઓને લઇને જઇ રહેલી એક ટાટા સૂમો ખીણમાં ખાબકી હતી. જિલ્લાધિકારી હિમાંશુ ખુરાના, પોલીસ અધિક્ષક પ્રમેન્દ્ર ડોભાલ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનીય પ્રશાસન દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
દેહરાદૂનમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે યાત્રી જોશીમઠથી પલ્લા જાખોલ ગામે જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટનાબની હતી. એક પ્રત્યક્ષદર્શીએ પીટીઆઈને ફોન પર જણાવ્યું કે ખીણ લગભગ 300 મીટર ઉંડી છે. જ્યાં ક્ષતિગ્રસ્ત વાહનના અવશેષ પડેલા છે. જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે વાહનમાં ક્ષમતાથી વધારે ભાર હતો અને કેટલાક લોકો છત પર બેઠા હતા.
આ પણ વાંચો – સીએમ ભૂપેશ બઘેલે કહ્યું- જો બધાના DNA એક તો પછી આટલી નફરત કેમ? RSS ચીફ દલિત કેમ નહીં?
સીએમ ધામીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા રકમ આપવાની જાહેરાત કરી છે. સીએમ ધામીએ દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું અને દરેક મૃતકોનો પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. તેમણે ચમોલીના જિલાધિકારી હિમાંશુ ખુરાના સાથે ફોન પર વાત કરીને બચાવ કાર્યમાં ઝડપ લાવવા કહ્યું છે. સીએમે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવામાં આવે.