ભારતીય મુસ્લિમોને મોહન ભાગવતની સલાહ, કહ્યું- ભારતમાં ડરવાની જરૂર નથી પણ છોડી દો વર્ચસ્વનો દાવો

RSS Chief Mohan Bhagwat : મોહન ભાગવતે કહ્યું - સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી

RSS Chief Mohan Bhagwat : મોહન ભાગવતે કહ્યું - સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

આરએસએસના પ્રમુખ મોહન ભાગવત (Express file photo by Pavan Khengre)

RSS Chief Mohan Bhagwat Remark : આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે મુસલમાનો માટે ભારતમાં ડરવાની કોઇ વાત નથી પણ તેમણે વર્ચસ્વનો પોતાનો દાવો છોડી દેવો જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી. જો તે પોતાના વિશ્વાસ પર ટક્યા રહેવા માંગે છે તો તે કરી શકે છે. જો તે પોતાના પૂર્વજોની આસ્થામાં પાછા ફરવા માંગે છે તો તે આવું કરી શકે છે. આ પુરી રીતે તેમની પસંદ છે.

Advertisment

ભારતીય મુસલમાનો છોડી દે વર્ચસ્વનો દાવો

મોહન ભાગવતે આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ઓર્ગેનાઇઝર અને પાંચજન્યને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હિન્દુઓમાં એવી હઠધર્મિતા નથી. હિન્દુસ્તાનમાં મુસલમાનો માટે ડરવાની કોઇ વાત નથી. જોકે તેમણે વર્ચસ્વના પોતાના મોટા નિવેદનોને છોડી દેવા જોઈએ. ભાગવતે કહ્યું કે મુસલમાનોએ એ ભાષા છોડી દેવી જોઈએ કે અમે એક વખત આ દેશ પર શાસન કર્યું હતું અને તેના પર ફરીથી શાસન કરીશું.

આ પણ વાંચો - અયોધ્યાનું ‘રામ મંદિર’ આતંકીઓના નિશાના પર, ગુપ્તચર સુત્રોનો દાવો

LGBTQના અધિકારો ઉપર પણ બોલ્યા ભાગવત

મોહન ભાગવતે LGBTQના અધિકારોને લઇને કહ્યું કે આ લોકોને પણ જીવવાનો અધિકાર છે. વધારે હો-હલ્લા કર્યા વગર આપણે તેમને સામાજિક સ્વીકૃતિ પ્રદાન કરવા માટે એક માનવીય દ્રષ્ટિકોણ સાથે એક રસ્તો શોધી લીધો છે. એ ધ્યાનમાં રાખતા કે તે પણ મનુષ્ય છે જેમની પાસે જીવવાનો અધિકાર છે. અમે તેને એક સમસ્યાના રૂપમાં જોઇ નથી. તેમનો એક સંપ્રદાય છે અને તેમના પોતાના દેવતા છે. તે આપણા જીવનનો ભાગ છે. ભાગવતે કહ્યું કે આરએસએસ ઇચ્છે છે કે તેમનું પોતાનું અંગત સ્થાન હોય અને તેમને લાગે કે તે પણ સમાજનો ભાગ છે.

Advertisment

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સ્થાપનાને 2025માં 100 વર્ષ પુરા થઇ રહ્યા છે. આરએસએસ પોતાના શતાબ્દી વર્ષ 2025 સુધી દેશના બધા મંડળોમાં શાખા પ્રારંભ કરવાની યોજના પર ઝડપથી કામ કરી રહ્યું છે.

આરએસએસ દેશ મોહન ભાગવત