RSS General Secretary Dattatreya Hosabale: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ યૂપીના સુલ્તાનપુરમાં કહ્યું કે ફક્ત ભારત માતા કી જય કહેવાથી દેશભક્તિ થતી નથી, આ માટે નિસ્વાર્થ સેવા પણ જરૂરી છે. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભગવાન રામના નામથી નહીં પણ તેમના કામથી લોકો ઉપર ઉઠે છે.
દત્તાતેય હોસબોલેએ મકર સંક્રાંતિ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે જો શ્રીકૃષ્ણની મહાનતા, શ્રીરામની શ્રેષ્ઠતાને પોતાના જીવનમાં સ્થાન ના હોય, આપણા જીવનનું આચરણ, વ્યવહાર, પરિવેશ, ઘરમાં ઉતારવું નથી તો ફક્ત રામજીની શ્રેષ્ઠતા બતાવવાથી કશું થશે નહીં.
તેમણે કહ્યું કે રામજી ના નામથી નહીં રામજી ના કામથી મનુષ્ય ઉપર ઉઠે છે. જો એટલું જરૂર કે રામ જી ના કામ કરતા રામજી ના નામ લેવા પડે છે. જેવી રીતે ભારત માતા કી જય બોલવાથી દેશભક્તિ થતી નથી. આવું કરવાનો નૈતિક અધિકાર ત્યારે જ મળશે જ્યારે કોઇ સખત મહેનત કરશે અને તેના ગંભીર પ્રયત્ન કરશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પહેલા મોહન ભાગવત સાથે ખાસ વાતચીત, શું કહ્યું RSS પ્રમુખે?
જ્યારે દેશમાં સંકટ આવ્યું તો RSSના સ્વંયસેવકોએ પીડિતોની સેવા કરી – હોસબોલે
આરએસના પદાધિકારીએ ભારત વિશે ભારતના પૂર્વજોના સપનાને સમજવા અને તેમને સાકાર કરવાના પ્રયત્નો પર પણ ભાર આપ્યો. તેમણે કહ્યું કે આપણા દેશના મહાપુરુષોની માળા આપણા લોકોમાં ઉત્સાહ ઉભો કરવા અને ચેતના જગાવવા માટે કોઇ અન્ય દેશની સભ્યતાથી ઓછો નથી. હોસબોલેએ કહ્યું કે જ્યારે પણ દેશમાં કોઇ સંકટ આવ્યું તો RSSના સ્વંયસેવકોએ પીડિતોની સેવા કરી છે.
ભારતીય મુસ્લિમોને મોહન ભાગવતની સલાહ
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે થોડા દિવસો પહેલા ભારતીય મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે મુસલમાનો માટે ભારતમાં ડરવાની કોઇ વાત નથી પણ તેમણે વર્ચસ્વનો પોતાનો દાવો છોડી દેવો જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી. જોકે તેમણે વર્ચસ્વના પોતાના મોટા નિવેદનોને છોડી દેવા જોઈએ. ભાગવતે કહ્યું કે મુસલમાનોએ એ ભાષા છોડી દેવી જોઈએ કે અમે એક વખત આ દેશ પર શાસન કર્યું હતું અને તેના પર ફરીથી શાસન કરીશું. (આ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)