RSS Thought On Hindu: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે આ દેશમાં રહેનારા દરેક નાગરિક હિન્દુ છે. તેમના પૂર્વજ હિન્દુ હતા. તેમની ઉપાસના અને પ્રાર્થનાની રીત અલગ હોઇ શકે છે પણ બધાનો ડીએનએ એક જ છે. જે લોકો મજબૂરીમાં ગૌમાંસ ખાય છે તેમના માટે પણ દરવાજા ખુલ્લા છે.
સંઘના નેતાએ કહ્યું- લોકતંત્રની સ્થાપનામાં RSSની ભૂમિકા રહી
જયપુરમાં બિડલા ઓડિટોરિયમના દીનદયાળ સ્મૃતિ વ્યાખ્યાનમાં ગુરુવારે આયોજિત એક કાર્યક્રમમાં દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે સંઘને સમજવા માટે દિમાગ નહીં દિલ જોઈએ. ફક્ત દિમાગથી કામ થશે નહીં કારણ કે દિલ અને દિમાગ બનાવવું જ સંઘનું કામ છે. આ જ કારણ છે કે આજે સંઘનો પ્રભાવ ભારતના રાષ્ટ્રીય જીવનમાં છે. દેશમાં લોકતંત્રની સ્થાપનામાં આરએસએસની ભૂમિકા રહી છે. આ વાત વિદેશી પત્રકારોએ લખી હતી. આ કાર્યક્રમનો વિષય ‘રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ: કલ, આજ ઔક કલ’ હતો.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર પેટા ચૂંટણી : બે સીટો અને ત્રણ દાવેદાર, શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે તણાવ વધશે
સત્ય અને ઉપયોગી વાતોનો સ્વીકાર કરવો જોઈએ
દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે કારણ કે આ દેશને બનાવનાર હિન્દુ છે. કેટલાકા લોકો કહે છે કે વેદ પુરાણમાં હિન્દુ નથી પણ વેદ પુરાણમાં એવું પણ નથી કે તેનો સ્વીકાર ના કરાય. સત્ય અને ઉપયોગી વાતોનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં નથી પડ્યા કે હિન્દુ કોણ છે. ભારત ભૂમિને પિતૃ ભૂમિ માનનારા લોકો હિન્દુ છે, જેમના પૂર્વજ હિન્દુ છે તે લોકો હિન્દુ છે. જે સ્વંયને હિન્દુ માને તે હિન્દુ છે. જેને આપણે હિન્દુ કહીએ છીએ તે હિન્દુ છે.
હોસબોલેએ કહ્યું કે આજે રાષ્ટ્ર જીવનના કેન્દ્ર બિંદુ પર સંઘ છે. સંઘ વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણનું કાર્ય કરતું રહેશે. સમાજના લોકોને જોડીને સમાજ માટે કામ કરશે. આજે સંઘના એક લાખ સેવા કાર્ય ચાલે છે. સંઘ એક જીવન પદ્ધતિ અને કાર્ય પદ્ધતિ છે. સંઘ એક જીવનશૈલી છે અને સંઘ એક આંદોલન બની ગયું છે. બધાના સામૂહિક પ્રયત્નથી ભારત વિશ્વ ગુરુ બનીને દુનિયાનું નેતૃત્વ કરશે. સંઘ ના દક્ષિણપંથી છે અને ના વામપંથી, તે ફક્ત રાષ્ટ્રવાદી છે.