મનોજ સી જી : સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાના સવાલ પર વિપક્ષી પક્ષ ચુપકેદી સેવેલી છે. કારણ કે આ આખો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાના મામલો સોમવારે 5 જજોની સંવિધાન બેન્ચને સોંપી દીધો છે. કોર્ટે કહ્યું કે તેના પર આગામી સુનાવણી 18 એપ્રિલે થશે. કેન્દ્રએ કોર્ટમાં દલીલ આપી છે કે તે ભારતની પારિવારિક વ્યવસ્થાની વિરુદ્ધ છે. તેમાં કાનૂની અડચણો પણ છે.
કેટલાક નેતાઓની વ્યક્તિગત સલાહને છોડીને મોટાભાગના દળોના નેતાઓએ રેકોર્ડથી હટીને બોલતા કહ્યું કે તે ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહના પક્ષમાં કે તેના વિરુદ્ધ પોતાનો નિર્ણય સંભળાવે. જેવો કે તેમણે કલમ 377ના મામલામાં કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 2018માં સમલૈંગિકતાને અપરાધ માનનારી કલમને ખતમ કરી દીધી હતી.
કોંગ્રેસ જેણે 2018ના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તે સમલૈંગિક વિવાહને લઇને એક્ટિવ હતી. પાર્ટીના વિચાર વિશે પૂછવા પર એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ ભાગ્યે જ હવે વિચારવાનો મુદ્દો છે. કેટલાક નેતાઓએ અંગત રીતે તર્ક આપ્યો કે સમાન સેક્સ વિવાહ એક વિદેશી કોન્સેપ્ટ હતો અને આ પ્રકારના મુદ્દા તેમની પાર્ટીઓના એજન્ડામાં સામેલ ન હતા.
બૃંદા કરાતે સમલૈંગિક વિવાહનું કર્યું સમર્થન
સમલૈંગિક વિવાહનું ખુલ્લી રીતે સમર્થન કરનારમાં સીપીઆઈ (એમ) છે. સીપીઆઈ (એમ)ની વરિષ્ઠ નેતા બૃંદા કરાતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમે વિવાહના રુપમાં પોતાના સંબંધની કાનૂની માન્યતા પ્રાપ્ત કરવા માટે સમલૈંગિત જોડીઓના અધિકારોનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યું કે કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ કારણ કે વર્તમાન સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ પ્રકારના અધિકારનું સમર્થન કરતી નથી.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી : રાજ્યમાં આવી રીતે વધ્યો બીજેપીનો ગ્રાફ
આ પહેલા પણ સીપીઆઈ (એમ) અને સીપીઆઈ સમાન લિંગ સંબંધોના ડિક્રિમિનલાઇઝેશનનું સ્પષ્ટ રુપથી સમર્થન કરનાર એકમાત્ર પાર્ટી હતી. જ્યારે દિલ્હી હાઇકોર્ટે પ્રથમ વખત 2009માં નિર્ણય સંભળાવ્યો કે બે વયસ્કો વચ્ચે સહમતિથી સંબંધ અવૈધ નથી.
શશિ થરુર અને મનીષ તિવારી પણ સમર્થનમાં આવ્યા
સમલૈંગિક વિવાહ પર કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરુરે કહ્યું કે તે પોતાની પાર્ટી તરફથી બોલી શકે નહીં પણ તે વ્યક્તિગત રુપથી નિશ્ચિત સમલૈંગિક વિવાહને માન્યતા આપવાનું સમર્થન કરશે. લોકસભા સાંસદ મનીષ તિવારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે તે અંગત રીતે સમલૈંગિક વિવાહનું સમર્થન કરે છે પણ હું પાર્ટી તરફથી બોલી શકું નહીં. એક સાંસદના રુપમાં મારો વ્યક્તિગત વિચાર છે.
વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક સિંઘવી, જે એક પક્ષના મુખ્ય વકીલ છે. તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે જો બીજેપી સરકાર એવું કરશે તો તે મોટાભાગના અરજીકર્તાને સંતુષ્ઠ કરશે. જોકે આ એક કાલ્પનિક અને અર્થહીન સવાલ છે કારણ કે સરકારે સમલૈંગિક વિવાહનો વિરોધ કર્યો છે અને કોઇપણ કાનૂન ફક્ત સ્પષ્ટ રુપથી તેને પ્રતિબંધિત કરશે, તેની મંજૂરી આપશે નહીં. કોંગ્રેસની જેમ અન્ય પાર્ટીઓએ પણ આ સવાલને ટાળી દીધો હતો.
સૂત્રોના મતે એક નેતા જે આ મામલામાં પોતાનું વ્યક્તિગત સમર્થન આપી શકે છે તે તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેરેક ઓબ્રાયન છે. એવું કહેવામાં આવે છે કે તેમણે સમાન લિંગ વિવાહને વૈધ બનાવવાની માંગ કરનાર એક અંગત સદસ્યના વિધેયકને રજુ કરવા માટે નોટિસ આપી હતી. જોકે આ મામલે તેમની પાર્ટીનો દ્રષ્ટીકોણ સ્પષ્ટ નથી.
જેડીયૂના વલણ વિશે પૂછવા પર પાર્ટીના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે હું આ મામલામાં અપડેટ નથી. હું આટલી જલ્દી પ્રતિક્રિયા આપી શકું નહીં. મને તેના પર વિચાર કરવા દો. હિન્દી ભાષી ક્ષેત્રના એક પાર્ટીના અન્ય નેતાએ કહ્યું કે તે વ્યક્તિગત રુપથી માને છે કે સરકારે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને સમલૈંગિક વિવાહને કાયદેસર કરવા જોઈએ. જોકે તે પોતાના અંગત મત છે પાર્ટીનો મત નથી.