Shiv Sena Party Symbol: ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેનાના રૂપમાં માન્યતા આપી અને શુક્રવારે તેમને ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ આપ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને પ્રજ્વલિત મશાલ ચૂંટણી ચિન્હ આપવાની મંજૂરી આપી છે. જે પછી શિવસેનાના નેતા સતત બીજેપી અને એકનાથ શિંદે જૂથ પર પ્રહાર કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો કે શિવસેનાનું ચૂંટણી ચિન્હ છીનવવા માટે 2000 કરોડની ડીલ થઇ છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે શિવસેના અને તેનું ચિન્હ (ધનુષ બાણ) છીનવી લેવામાં આવ્યું છે અને આવું કરવામાં અત્યાર સુધીમાં આ મામલામાં 2000 કરોડ રૂપિયાની લેવડ દેવડ થઇ છે.
શિવસેના કોની હતી અને કોની રહેશે એ નિર્ણય મહારાષ્ટ્રના લોકો કરશે – સંજય રાઉત
સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમિત શાહ શું બોલે છે, તે મહારાષ્ટ્રના લોકો ધ્યાન દેતા નથી. જે સત્યને ખરીદવાનું કામ કરે છે તે જુઠ અને સચ્ચાઇની શું વાત કરી રહ્યા છે. તેનો નિર્ણય લેવાનું કામ જનતા પાસે છે અને સમય આવવા પર તે નિર્ણય કરશે. શિવસેના કોની હતી અને કોની રહેશે એ નિર્ણય મહારાષ્ટ્રના લોકો કરશે.
આ પણ વાંચો – માત્ર શિવસેના જ નહીં સપા, લોક જનશક્તિ અને AIADMKના બે જૂથો વચ્ચે ચૂંટણી ચિહ્ન માટે થઇ ચૂક્યો છે વિવાદ
આ સિવાય સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધી 2000 કરોડની ડીલ અને લેવડ દેવડ થઇ ચુકી છે. આ પ્રારંભિક આંકડો છે અને 100 ટકા સચ્ચાઇ છે. જલ્દી ઘણી વાતોનો ખુલાસો થશે. દેશના ઇતિહાસમાં આવું ક્યારેય થયું ન હતું.
વોટ માટે બાલાસાહેબના નામનો ઉપયોગ – સંજય રાઉત
આ સંજય રાઉતે કહ્યું હતું કે અમારું ધનુષ અને બાણ ચોરી થઇ ગયું છે. ઉચ્ચાધિકારી તેમાં સામેલ છે. અમે સરગનાની ઓળખ કરીશું અને તેને જનતા સામે લાવીશું. અમને નવી પાર્ટીનું સાઇન પછી મળશે પણ તે પહેલા અમે આ ચોરોનો પર્દાફાશ કરીશું.
તેમણે કહ્યું કે બીજેપી શિવસેના પર વોટ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. હવે તે વોટ માટે બાલાસાહેબના નામનો ઉપયોગ કરશે. આ માટે તેમણે અમારું ધનુષ-બાણ ચોરી કર્યું છે. શિવસેના કોઇ સાધારણ પાર્ટી નથી. અમે હંમેશા રહીશું અને ભવિષ્યમાં ફરી સત્તામાં આવીશું.