સંતોષ સિંહ, મનોજ સીજી, હરિકિશન શર્મા: જનતા દળ યુનાઈટેડ (JDU) ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના જૂના સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે રાત્રે ગુડગાંવની હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 75 વર્ષના હતા. તેમની પુત્રી સુભાષિની યાદવે ફેસબુક પોસ્ટ દ્વારા પિતાના અવસાનની જાણકારી આપી. ગુડગાંવમાં ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક નિવેદન પ્રમાણે, “શરદ યાદવને બેભાન અવસ્થામાં તાત્કાલિક ધોરણે ઇમરજન્સી એવોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમનું ચેક અપ થતા કોઇ પલ્સ કે નોંઘી શકાય તેવું બ્લડ પ્રેશર ન હતું. તેમણે ACLS પ્રોટોકોલ મુજબ CPR કરાવ્યું હતું. શરદ યાદવને બચાવવાના તમામ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં અને રાત્રે 10.19 કલાકે તેમણે અંતિમ શ્વાલ લીધા”.
શરદ યાદવના નિધનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, “શરદ યાદવજીના જવાથી દુખ થયું. એક લાંબા રાજનીતિક જીવનમાં તેમણે સાંસદ અને મંત્રી તરીકે એક અલગ ઓળખ બનાવી. લોહિયાના વિચારોથી ઘણા પ્રેરિત હતા. હું તેમની સાથે થયેલી દરેક વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ”.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગેએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્તા કહ્યું કે, “દેશની સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા, જેડીયૂના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવના નિધનથી દુ:ખી છું. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દાયકાઓ સુધી ઉત્કૃષ્ટ સાંસદ રૂપે તેમણે દેશની સેવાનું કાર્ય કરી સમાનતાની રાજનીતિને મજબૂત કરી. તેમના પરિવાર અને સમર્થકોને મારી ઉંડી સંવેદના”
શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના એક ગામમાં થયો હતો. શરદ યાદવને અભ્યાસ દરમિયાન જ રાજનીતિમાં રસ રહ્યો હતો. 1971માં તેમણે પોતાની એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડો. રામ મનોહર લોહિયાના વિચારોથી પ્રેરિત થઇને યુવા નેતા તરીકે શરદ યાદવે ઘણા આંદોલનમાં ભાગ લીધો હતો. મીસા અંતર્ગત 1969-70, 1972 અને 1975માં ધરપકડ કરાઇ હતી. સક્રિય રાજનીતિમાં તેઓ 1974માં આવ્યા હતા. તે પ્રથમ વખત મધ્ય પ્રદેશની જબલપુર સીટથી સાંસદ ચૂંટાયા હતા. તે જેપી આંદોલનનો સમય હતો.
શરદ યાદવ એવા નેતાઓમાંતી એક હતા જેમણે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિહાર તેમનું રાજકીય ઘર હતું. હકીકતમાં શરદ યાદવ એમાંથી એક હતા જેણે વર્ષ 1990માં લાલુ પ્રસાદને બિહારના મુખ્યમંત્રી બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
શરદ યાદવે એક વખત ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કંઇ રીતે તત્કાલિન પ્રધાનમંત્રી વીપી સિંહે રામ સુંદર દાસને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી લીધું હતું. આવા સંજોગોમાં તેમણે તત્કાલિન ડેપ્યુટી પીએમ ચૌધરી દેવીલાલને જનતા દળના સીએમ ઉમેદવારો વચ્ચે ચૂંટણી કરાવવા માટે તૈયાર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર એક સમય એવો હતો જ્યારે લાલુ પ્રસાદ અને નીતિશ કુમાર શરદ યાદવને રિસીવ કરવા માટે પટના એરપોર્ટ જતા હતા. તેમજ જ્યોર્જ ફર્નાન્ડિસને તપાસવા માટે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યાદવને લાવનારા નીતિશ કુમાર પણ યાદવની રાજકીય કારકિર્દીના અંતમાં રાજ્યસભાનું સભ્યપદ ગુમાવવા માટે ક્યાંકને ક્યાંક જવાબદાર હતા. શરદ યાદવ યાદવ વારંવાર કહેતા કે “નીતીશ કુમાર લાંબા સમય સુધી ગઠબંધનમાં રહી શકે નહીં”. આ સાથે તેમણે દાવો કર્યો કે નીતિશ કુમારનો પરિચય સમાજવાદી નેતા અને પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર સાથે થયો હતો.
શરદ યાદવ લાંબા સમય સુધી બિહાર અને રાષ્ટ્રીય રાજનીતિ તથા રાજ્યના બે ટોચના નેતાઓ વચ્ચે સેતુ હતા. તેમણે જ જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમારની સમાજવાદી પાર્ટીને તેમના જનતા દળ સાથે ભેળવીને તેને એક મોટી રાજકીય ઓળખ બનાવી અને છેવટે 2005ની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પછી ભાજપને ભાગીદાર બનાવ્યો.
રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમનો પ્રવેશ નાટકીય હતો. 1974માં, ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ જેપી આંદોલન ફેલાવાનું શરૂ થયું હતું, અને આ તોફાન હિન્દી હાર્ટલેન્ડને લઈ રહ્યું હતું. મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ સાંસદની અચાનક મૃત્યુ થઇ ગયુ હતુ, જયપ્રકાશ નારાયણે પેટચૂંટણીમાં શક્તિશાળી કોંગ્રેસનો સામનો કરવા માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે મેદાને ઉતારવાનો નિર્ણય લઇ લીધો હતો. 27 વર્ષની વયે પ્રચંડ કોંગ્રેસને પછાડીને ઈતિહાસ રચ્યો હતો. ત્યાર બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
આગામી પાંચ દાયકાઓમાં, તેઓ સમાજવાદી અને પછાત રાજકારણના ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા, રાજકીય સ્પેક્ટ્રમમાં નેતાઓ સાથે સંબંધો જાળવી રાખ્યા.
વિશેષ આકર્ષણ તેમજ જમીન સાથે જોડાયેલા એવા રાજકારણી શરદ યાદવ હંમેશા ધોતી, કુર્તા પહેરવાનું પસંદ કરતા હતા. તેઓ કટોકટી પહેલાના એવા જનતા નેતાઓમાંના એક હતા જેઓ રાજકારણમાં ઉભરી આવ્યા હતા, ચેમ્પિયન બન્યા હતા અને કોંગ્રેસ વિરોધી લડાઇ લડતા હતા જેથી તેઓ પોતાના માટે જગ્યા બનાવી શકે.
મહત્વનું છે કે,મંડલ કમિશનની ભલામણોના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવીને યાદવ 1990ના દાયકામાં જનતા પરિવારના અગ્રણી નેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા હતા. હકીકતમાં 1990ના દાયકાના અંતમાં તેમના તત્કાલિન પક્ષ જનતા દળને ભાજપ સાથે જોડાણ અને NDAના ઘટક બનતા જોયા. શરદ યાદવ એનડીએના કન્વીનર હતા. વાજપેયી સરકારમાં, તેઓ નાગરિક ઉડ્ડયન, શ્રમ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના વિભાગો ધરાવતા કેબિનેટ મંત્રી હતા.