scorecardresearch

નાગાલેન્ડમાં NDPP-BJP ગઠબંધનમાં સામેલ થશે એનસીપી, જાણો શું છે શરદ પવારની રણનીતિ

Sharad Pawar Politics: નાગાલેન્ડમાં બીજેપી સાથે શરદ પવારનું ગઠબંધન આ રીતનું પ્રથમ ઉદાહરણ નથી. 2014માં એનસીપીએ મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવાનો વાયદો કર્યો હતો

નાગાલેન્ડમાં NDPP-BJP ગઠબંધનમાં સામેલ થશે એનસીપી, જાણો શું છે શરદ પવારની રણનીતિ
શરદ પવાર (Express Archives)

શુભાંગી ખાપરે : નાગાલેન્ડમાં એનડીપીપી-બીજેપી ગઠબંધનમાં સામેલ થવાના એનસીપીના નિર્ણયથી મહાવિકાસ અઘાડીની અંદર નવી ચર્ચાઓ શરુ થઇ છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે એનસીપીએ નાગાલેન્ડમાં ગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે એનસીપીના સાત ધારાસભ્યોમાંથી મોટાભાગના નેફ્યૂ રિયોના નેતૃત્વવાળી સરકારનો ભાગ બનવા માંગતા હતા. રિયો પાંચમી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા છે.

એનસીપીના પૂર્વોત્તરના પ્રભારી નરેન્દ્ર વર્માએ એનસીપી પ્રમુખ શરદ પવારને નાગાલેન્ડ ધારાસભ્ય દળની ભાવનાઓથી અવગત કરાવ્યા હતા. જો પાર્ટીએ નાગાલેન્ડમાં વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો હોત તો તેને વિભાજનનો ડર હતો. એનસીપી સૂત્રોએ કહ્યું કે એનસીપીના બધા ધારાસભ્યો બીજેપીમાં સામેલ થવાની સંભાવના છે. કારણ કે એક જૂની કહેવત છે કે તમે તેને હરાવી ના શકો તો તેમની સાથે સામેલ થઇ જાવ. આ કારણે શરદ પવારે પોતાની પાર્ટીના ધારાસભ્યોને ગઠબંધનમાં સામેલ થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો. કારણ કે તેમને ખબર હતી કે તેમને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે રાજી કરવા વ્યર્થ ગણાશે. પવારની છ દાયકાની રાજનીતિક કારકિર્દી આ પ્રકારની રણનીતિથી ભરેલી છે.

કોંગ્રેસે એનસીપીને લઇને વ્યક્ત કરી નિરાશા

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે એનસીપીને લઇને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજનીતિ ધારણાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એનસીપીએ નાગાલેન્ડ જેવા નાના રાજ્યમાં પોતાની વૈચારિક સ્થિતિથી સમજુતી કરવી પડે છે તો આપણે મહારાષ્ટ્રમાં ભાજપા-શિવસેના (શિંદે જૂથ) સાથે કેવી રીતે લડી શકીશું?

એનસીપીના નિર્ણય પછી કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સભ્યો વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું નથી. જોકે કોંગ્રેસ અને શિવસેના(ઉદ્ધવ જૂથ)ના શીર્ષ નેતૃત્વએ પોતાના સભ્યોને હાલના સમયે સાર્વજનિક રુપથી શરદ પવાર સામે નહીં બોલવાની અપીલ કરી છે.

આ પણ વાંચો –  પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- તે મારી કબર ખોદવાના સપના જોવે છે, હું ગરીબોનું જીવન આસાન બનાવવામાં વ્યસ્ત

2014માં એનસીપીએ મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપ્યું હતું

નાગાલેન્ડમાં બીજેપી સાથે શરદ પવારનું ગઠબંધન આ રીતનું પ્રથમ ઉદાહરણ નથી. 2014માં એનસીપીએ મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવાનો વાયદો કર્યો હતો. વિધાનસભાની 288 સીટોમાંથી 122 સીટો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટીના રુપમાં ઉભરી હતી. ભાજપને બહુમતીમાં 23 સીટો ઓછી હતી. ભાજપ ત્યારે સંભવિત સહયોગીની શોધમાં હતી.

ભાજપ અને તત્કાલિન અવિભાજિત શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે સમયે શરદ પવાર ભાજપને શરત વગર સમર્થન આપવા માટે આગળ આવ્યા હતા. ત્યારે તેમણે મહારાષ્ટ્રની રાજનીતિમાં સ્થિરતા પ્રદાન કરવાના આધારે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. જોકે ટિકાકારોએ કહ્યું હતું કે તેમના ઉદાર ભાવ પાછળ શિવસેના અને ભાજપને અલગ કરવાની મોટી યોજના હતી. જોકે તે રણનીતિ કામ આવી ન હતી કારણ કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના એક મહિના પછી સરકાર બનાવવા માટે ભાજપને ટેકો આપ્યો હતો.

2019માં પવારે ભાજપ-એનસીપી ગઠબંધનની સંભાવના પર કથિત રુપથી ચર્ચા કરવા માટે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ વખતે બીજેપી મહારાષ્ટ્રમાં સત્તા બચાવી રાખવા માટે એનસીપીના સમર્થન પર નિર્ભર હતી. મુખ્યમંત્રીના રુપમાં દેવેન્દ્ર ફડણવીસે અને ઉપમુખ્યમંત્રીના રુપમાં અજીત પવારે ભાજપ-એનસીપી ગઠબંધન સાથે શપથ લીધી હતી. જોકે આ પ્રયોગ સફળ રહ્યો ન હતો અને એક થોડા દિવસમાં સરકાર પડી ગઇ હતી. પવારે એનસીપી, કોંગ્રેસ અને તત્કાલિન શિવસેના સાથે ગઠબંધન સરકાર બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સરકાર 2.5 વર્ષ ચાલી હતી.

Web Title: Sharad pawar politics ncp joining ndpp bjp govt in nagaland

Best of Express