scorecardresearch

શું સુપ્રિયા સુલે સંભાળી શકે છે પિતા શરદ પવારની જવાબદારી? પાર્ટીમાં આવી રીતે વધ્યું કદ

Supriya Sule : શરદ પવારના પુત્રી અને બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા સુલે હાલ કે પછી એનસીપીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે

Supriya Sule
સુપ્રિયા સુલે પાર્ટીના ટોચના નેતૃત્વના ભાગ રૂપે મોટા નિર્ણયોમાં સામેલ છે (તસવીર – સુપ્રીયા સુલે ટ્વિટર)

Sharad Pawar Resignation : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે (2 મે, 2023) પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ચૂંટણી ન લડવાનો પણ નિર્ણય લીધો છે. એનસીપીના કાર્યકરો આ જાહેરાતનો ઘણો વિરોધ કરી રહ્યા છે. શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં હવે પછીના પ્રમુખ કોણ બની શકે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પવારની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના ભત્રીજા અજિત પવારમાંથી એક પક્ષનું પ્રમુખ પદ સંભાળે તેવી સંભાવના છે.

શરદ પવાર પછી સુપ્રિયા સુલેને મળશે કમાન?

શરદ પવારના પુત્રી અને બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા સુલે હાલ કે પછી એનસીપીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રાજ્યના રાજકારણને બદલે રાષ્ટ્રીય રાજકારણ તરફ સુલેનો ઝુકાવ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષોથી પાર્ટીમાં તેમના ઉદયને એક પિતાએ તેમની પુત્રીને મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે તૈયાર કરતા જોયા છે.

સુપ્રિયા સુલે પાર્ટીના ટોચના નેતૃત્વના ભાગ રૂપે મોટા નિર્ણયોમાં સામેલ છે. તે ટૂંકા સમયમાં ઘણા જિલ્લાઓનો પ્રવાસ કરે છે અને પાર્ટીના તમામ કાર્યક્રમોમાં ભાગ લે છે. તે કેન્દ્ર સરકાર અને શિંદે-ફડણવીસના નેતૃત્વવાળી રાજ્ય સરકારની નિંદા કરે છે.

એનસીપીમાં મોટી ભૂમિકા મળી શકે છે

શરદ પવારે 2020માં મરાઠી દૈનિક લોકમતને આપેલા એક ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે તેઓ ભવિષ્યમાં પાર્ટીમાં મોટી ભૂમિકા માટે તૈયાર છે. પવારે કહ્યું હતું કે સુપ્રિયાને રાષ્ટ્રીય રાજકારણમાં વધુ રસ છે અને સંસદમાં કામ કરે છે. તેમને બેસ્ટ પાર્લામેન્ટેરિયન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. દરેકની પોતાની રુચિનું ક્ષેત્ર હોય છે, તેઓ તે પણ કરે છે.

આ પણ વાંચો – એનસીપી ચીફની રાજીનામાની જાહેરાત, શરદ પવારે એક કાંકરે અનેક પક્ષીઓને માર્યા

એનસીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પવાર સાહેબ સુપ્રિયા સુલે અને અજિત પવારની ભૂમિકાને સ્પષ્ટ કરવા માગે છે. ભવિષ્યમાં પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ટકરાવથી બચવા માટે આવું કરવાનો આ યોગ્ય સમય હોઈ શકે છે. પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તે સુપ્રિયા તાઈએ જ 2017 માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સાથે હાથ મિલાવવાના વિચારનો વિરોધ કર્યો હતો જ્યારે કોર કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. એનસીપીના વરિષ્ઠ નેતાઓએ તેના માટે દબાણ કર્યું હોવા છતાં તેઓ પોતાની વાત પર અડગ રહ્યા હતા.

સુપ્રિયા સુલેએ 2006માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

સુપ્રિયા સુલેએ સપ્ટેમ્બર 2006 માં રાજ્યસભાના સાંસદ તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2006માં તેમણે બારામતી લોકસભા ક્ષેત્રને સંભાળ્યું હતું, જેનું પ્રતિનિધિત્વ ત્યાં સુધી પવાર કરતા હતા. તેમણે યુવાનો સાથે જોડાવા અને રાજ્યભરમાં નેટવર્ક બનાવવા માટે યુવતીઓની એક શાખા રાષ્ટ્રવાદી યુવતી કોંગ્રેસની પણ રચના કરી છે.

Web Title: Sharad pawar resignation supriya sule to get bigger role in ncp party

Best of Express