એનસીપીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શરદ પવારે ચૂંટણી પંચ અને બીજી સંવૈધાનિક સંસ્થાઓના કામકાજ પર સખત નારાજગી વ્યક્ત કરતા તેને નિરંકુશ અને તાનાશાહીવાળું વલણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે અને બીજી સંસ્થાઓ તે જ નિર્ણય આપી રહી છે જે સત્તાધારી દળ ઇચ્છે છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ એકનાથ શિંદે જૂથને આપવા પર તેમણે કહ્યું કે બાલાસાહેબ ઠાકરેએ પોતાના અંતિમ દિવસોમાં કહ્યું હતું કે તેમના પછી ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની જવાબદારી આપવામાં આવશે.
શરદ પવારે કહ્યું કે આજે મોદીના નેતૃત્વમાં કામ કરનારી સંસ્થાઓ એ માને છે કે સત્તા પોતાના હાથમાં રાખશે. શિવસેનામાં વિભાજન પછી સીએમ એકનાથ શિંદે વાળા જૂથના પક્ષમાં પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ આપવાના ચૂંટણી પંચના નિર્ણય પર તેમણે સખત વિરોધ વ્યક્ત કર્યો. ચૂંટણી પંચે ગત શુક્રવારે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ગણી હતી. એકનાથ શિંદેના નેતૃત્વવાળા દલ પાસે જ પાર્ટીનું ચૂંટણી ચિન્હ ધનુષ અને બાણ રહેશે.
ચૂંટણી પંચના નિર્ણયને રાજનીતિક દળો પર હુમલો ગણાવ્યો
શરદ પવારે ચૂંટણી પંચના નિર્ણય પર કહ્યું કે આ એક ઉદાહરણ છે કે કેવી રીતે એક સંસ્થાનો દુરપયોગ કરી શકાય છે. અમે ચૂંટણી પંચનો આવો નિર્ણય ક્યારેય જોયો નથી. એનસીપી સુપ્રીમોએ કહ્યું કે કોઇએ ચૂંટણી પંચને ફરિયાદ કરી અને ચૂંટણી પંચે નિર્ણય સંભળાવી દીધો. આ પાર્ટીને બનાવનારાને બદલે કોઇ બીજાને શિવસેના અને તેનું ચિન્હ આપી દીધું. રાજનીતિક દળો પર આ મોટો હુમલો છે.
આ પણ વાંચો – ઉમા ભારતી મધ્ય પ્રદેશની રાજનીતિમાં પાછા ફરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપમાં તેમની જગ્યા મર્યાદિત
સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકા આપ્યો
સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શિવસેના નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગને લઇને ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે લગાવવાથી ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે હવે ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિબંધ લગાવી શકીએ નહીં. કોર્ટે ઉદ્ધવ જૂથની અરજી પર બન્ને પક્ષોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં બન્ને પક્ષો પાસેથી બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. બે સપ્તાહ પછી સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી કરશે.