લિઝ મૈથ્યુ : શિવરાજ સિંહ ચૌહાણ સરકારની દારૂની નીતિ સામે ઉમા ભારતીની સતત ઝુંબેશે કામ કર્યું છે કારણ કે રાજ્ય વહીવટીતંત્રે મધ્યપ્રદેશમાં દારૂની દુકાનો અને શોપ બાર સાથે જોડાયેલા “આહટા” અથવા પીવાના વિસ્તારોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી રાજ્યમાં રાજકીય પરિદ્રશ્યમાં પોતાની જગ્યા બનાવવામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પ્રયાસો હજુ પણ મુશ્કેલ હોઈ શકે છે.
ઉભા ભારતીએ રાજ્ય સરકારની જાહેરાતને “ઐતિહાસિક અને ક્રાંતિકારી” ગણાવી છે. કેબિનેટમાં ફેરબદલ પહેલા 2018માં નરેન્દ્ર મોદી સરકારમાંથી સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપીને રાજીનામું આપનાર ભાજપના વરિષ્ઠ નેતા ગંગા માટેના અભિયાનમાં મહિનાઓ ગાળ્યા પછી ગયા વર્ષે મધ્યપ્રદેશ પરત ફર્યા છે. તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ રુપથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં પોતાનું સ્થાન ફરી પાછું મેળવવાનો છે.
પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે તેમનું મિશન એક મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ઉમા ભારતીએ પહેલા જ તે સ્થાનનો સ્વીકાર કર્યો હતો જે તેમણે બીજા માટે બનાવ્યું હતું. રાજ્યમાં પાર્ટીની કામગીરીથી માહિતગાર એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના રૂપમાં તેઓ પાર્ટીમાં સન્માનને પાત્ર છે. એ વાત સાચી છે કે રાજ્ય સરકારે દારૂની નીતિમાં ફેરફાર કરવાની તેમની માગણી માની લીધી છે. જેના અન્ય કારણો પણ છે. પરંતુ ઉમા ભારતી તેનાથી વધારે ખેંચી શકતા નથી, કારણ કે તેમના માટે જગ્યા ખૂબ જ મર્યાદિત છે.
રામજન્મભૂમિ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ફાયરબ્રાન્ડ હિંદુત્વ નેતા તરીકે ઓળખાતા ઉમા ભારતી ભાજપના સૌથી અગ્રણી અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) નેતાઓમાંના એક હતા. લોધી સમુદાય સાથે સંબંધિત, તેમણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ કલ્યાણ સિંહની જેમ ભાજપને OBC સમર્થનને એકીકૃત કરવામાં મદદ કરી હતી. ભારતીએ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રદેશમાં જબરદસ્ત પ્રભાવ પાડ્યો હતો અને બંને રાજ્યોમાંથી ચૂંટણી જીતનારા થોડા નેતાઓમાંના એક હતા. આ સમુદાય સમગ્ર મધ્ય પ્રદેશમાં ફેલાયેલો છે, ગ્વાલિયર અને મહાકોશલ વિસ્તારના કેટલાક ભાગોમાં પણ તેની નોંધપાત્ર હાજરી છે
મધ્ય પ્રદેશના પાર્ટીના એકન નેતાએ કહ્યું કે તેમનું એક બીજેપી નેતા તરીકેનું કદ છે પરંતુ આજે ભાજપ પાસે એક જ સમુદાયના ઘણા નેતાઓ છે. પ્રહલાદ પટેલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે, જ્યારે કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ સાંસદ છે. પાર્ટી નેતૃત્વ તેમને નારાજ કરવા માંગતું નથી.
આ પણ વાંચો – મલ્લિકાર્જૂન ખડગેનો વિપક્ષી નેતાઓને સ્પષ્ટ જવાબ, કહ્યું- 2024 માં કોંગ્રેસ કરશે સરકારનું નેતૃત્વ
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉમા ભારતીએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી પક્ષની નેતાગીરી તેમને પાછા બોલાવશે તેવી અપેક્ષા રાખતા હતા. પરંતુ નેતૃત્વએ તેમના નિર્ણયને સ્વીકારી લીધો અને તેમને અયોધ્યા રામ મંદિરના નિર્માણ અને ગંગાની સ્વચ્છતા માટેની ઝુંબેશ ચાલુ રાખવાની મંજૂરી આપી. ઉમા ભારતી એવા સંકેતો આપી રહ્યા છે કે તે ચૂંટણીના રાજકારણમાં પુનરાગમન કરવા અને 2024ની લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. ભાજપ તરફથી તેમને જવાબદારીઓ આપવા માટે કોઈ સંકેતો ન મળતાં, ભારતી રાજ્યના રાજકારણમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માટે મધ્યપ્રદેશ પરત ફર્યા હતા. માર્ચ 2022માં ઉમા ભારતીએ રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તેમની માંગ તરફ ધ્યાન દોરતા ભોપાલમાં દારૂની દુકાન પર પથ્થર માર્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં તેમણે ભાજપના નેતાઓને આશ્ચર્યચકિત કર્યા જ્યારે તેમણે તેના લોધી સમુદાયને કહ્યું કે તે ભાજપને મત આપવા માટે બંધાયેલ નથી અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ.એક વીડિયોમાં ઉમા ભારતીને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે મેં ક્યારેય કહ્યું નથી કે તમે લોધી છો તેથી તમે ભાજપને મત આપો. હું દરેકને ભાજપને મત આપવા કહું છું કારણ કે હું મારી પાર્ટીની વફાદાર સૈનિક છું. પરંતુ હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખતી નથી કે તમે પક્ષના વફાદાર સૈનિક બનો. તમારે તમારી પસંદગીઓ જોવી પડશે. તમે કોઈપણ રાજકીય બંધનથી મુક્ત છો.
ઉમા ભારતીએ 2003માં તત્કાલીન દિગ્વિજય સિંહના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બીજેપીના અભિયાનની આગેવાની કરી હતી અને મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 1994ના હુબલી રમખાણોના કેસના સંબંધમાં તેમની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાથી માત્ર આઠ મહિના પછી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં પાર્ટી હેડક્વાર્ટરમાં મીડિયાની સામે લાલકૃષ્ણ અડવાણી સાથે જાહેરમાં બોલાચાલી બાદ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પક્ષના નેતાઓના મતે ઉમા ભારતી ક્યારેય શિસ્તબદ્ધ બીજેપી નેતા ન હતા. તેમણે શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને મુખ્ય પ્રધાન તરીકે ભોપાલ પાછા ફરવાની તેમની ઈચ્છા ક્યારેય છુપાવી ન હતી. સતત અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમને ભોલાલથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા હતા.
પાંચ વર્ષના રાજનીતિક વનવાસ દરમિયાન તેમણે પોતાની પાર્ટી ભારતીય જનશક્તિ પાર્ટી બનાવી હતી. ઉમા ભારતીને 2010માં ફરીથી ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં તેમને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.