Madhya Pradesh : શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, કહ્યું – રાજતિલક થતા-થતા વનવાસ પણ થઇ જાય છે

Madhya Pradesh : શિવરાજસિંહ ચૌહાણે ફરી એકવાર પોતાની જનતા સામે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મધ્ય પ્રદેશ છોડીને ક્યાંય પણ જવાના નથી. તેઓ અહીં રહેશે અને અહીં અંતિમ શ્વાસ લેશે

Written by Ashish Goyal
January 03, 2024 17:50 IST
Madhya Pradesh : શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, કહ્યું – રાજતિલક થતા-થતા વનવાસ પણ થઇ જાય છે
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ. (Express Photo)

Shivaraj Singh Chouhan : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલ તમામ પ્રકારની લાઈમલાઈટથી દૂર છે. તેઓ હજુ પણ રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે, પોતાના લોકો વચ્ચે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેમની ચર્ચા પહેલા જેવી નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે શિવરાજ હવે રાજ્યના મુખ્યમંત્રી નથી રહ્યા, તેમની જગ્યાએ મોહન યાદવની તાજપોશી કરવામાં આવી છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ શાહગંજમાં જનસભાને સંબોધિત કરતા ભાવુક થઈ ગયા હતા.

તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે નવી સરકાર દરેક જૂની યોજના ચાલુ રાખવાની છે. કેટલાક મોટા ઉદ્દેશ્યો રહ્યા હશે જોઈએ, તેથી જ જ્યારે રાજતિલકનો સમય આવ્યો, એકને વનવાસ મળ્યો. પરંતુ આ બધું કોઇના કોઇ હેતુને પૂર્ણ કરવા માટે હોય છે. હવે પૂર્વ સીએમના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક સીએમ ન બનવાથી તેઓ નાખુશ છે. અગાઉ એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પોતાના માટે કંઈક માગવા કરતાં સારું છે કે મૃત્યુ મળી જાય. તે નિવેદનને પણ મજબૂત માનવામાં આવતું હતું અને હવે શાહગંજમાં કરવામાં આવેલી આ ટિપ્પણી પણ અલગ લાગે છે.

આ પણ વાંચો – રામ મંદિર પછી હવે CAAનો વારો, મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા નિયમો નક્કી કરી શકે છે

શિવરાજસિંહ ચૌહાણે ફરી એકવાર પોતાની જનતા સામે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મધ્ય પ્રદેશ છોડીને ક્યાંય પણ જવાના નથી. તેઓ અહીં રહેશે અને અહીં અંતિમ શ્વાસ લેશે. આ વખતે તેમણે કહ્યું કે હું ક્યાંય જવાનો નથી. લાડલી બહનાથી લઈને ઘર આપવાની યોજના સુધીનું બધું જ હાલની સરકાર દ્વારા ચોક્કસપણે પૂર્ણ કરવામાં આવશે. આ નિવેદન શિવરાજ સિંહ ચૌહાણે એટલા માટે આપ્યું હતું કારણ કે કેટલીક મહિલાઓએ ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે તમે અમને છોડીને ક્યાંય પણ ન જાઓ.

મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે બે તૃતિયાંશથી વધુ જનાદેશ મેળવ્યો હતો. પાર્ટીએ 163 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે શરમજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 66 બેઠકો મેળવી હતી. આ જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીની ગેરંટી તેમજ શિવરાજસિંહ ચૌહાણની લાડલી યોજનાને પણ આપવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં મહિલા મતદારોએ ભાજપને મોટા પ્રમાણમાં મત આપ્યા હતા અને આ અપ્રત્યાશિત જીતમાં પોતાની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે પરિણામ છતાં ભાજપે સૌને ચોંકાવી દીધા હતા અને એક નવા ચહેરા મોહન યાદવ પર દાવ લગાવ્યો હતો, જે હાલ રાજ્યની કમાન સંભાળી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ