shivranjani tiwari : બાગેશ્વર ધામ (Bageswar Dham) ના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થતી રહે છે. આ દરમિયાન એક છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, મધ્યપ્રદેશની રહેવાસી શિવરંજની તિવારી માથા પર કલશ રાખીને ગંગોત્રીથી બાગેશ્વર ધામ સુધી પદયાત્રા કરી રહી છે. ત્યાં તેણે કહ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે જણાવશે કે આ યાત્રાનો હેતુ શું છે.
કોણ છે શિવરંજની તિવારી?
તમને જણાવી દઈએ કે, શિવરંજની તિવારી મધ્ય પ્રદેશના સિવનીની રહેવાસી છે અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના પરિવારની છે. તો, તેણે મોટો દાવો કર્યો છે કે, તે 16 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લાઈવ આવશે. આ સિવાય જ્યારે તેમને તેમની પદયાત્રાના હેતુ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે તેનો ખુલાસો કરશે.
ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતા શિવરંજની તિવારીએ કહ્યું, “જ્યારથી આ કળશ રાખવામાં આવી છે, ત્યારથી વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. બધા કહે છે કે, મેં આ યાત્રા એટલા માટે શરૂ કરી છે કારણ કે હું ઈચ્છિત પતિ મેળવવા માંગુ છું. ઘણા લોકો કહી રહ્યા છે કે, હું મારા હાથમાં ફૂલોની માળા લઈને જઈ રહી છું, જે હું ધીરેન્દ્ર શાસ્ત્રીના ગળામાં પહેરાવવા જઈ રહી છું. મહારાજ શ્રી તો અંતર્યામી છે અને પ્રાણનાથ ભગવાન છે, તેઓ મારા મનની વાત જાણે છે. હું બધાને કહેવા માંગુ છું કે, 16 જૂન સુધી રાહ જુઓ, તે દિવસે તે મારી સાથે લાઈવ હશે અને તે પોતે જ કહેશે બધુ.
મારા મનમાં શું છે તે તમને કહીશ. હું મારી લાગણીઓ હાલ વ્યક્ત કરી શકતી નથી. કેટલીક વસ્તુઓ રાજ રહે તે જ સારૂ છે. મારા મનમાં જે છે તે હું કેમ કહું, બાબા પોતે કહેશે.
હું લાંબા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોલો કરી રહી છું : શિવરંજની
કલશ યાત્રાને બાગેશ્વર ધામ સુધી લઈ જવાના સવાલ પર શિવરંજનીએ કહ્યું, “હું લાંબા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોલો કરી રહી છું અને 2021થી તેમનો દરેક વીડિયો જોઉં છું. મેં વિચાર્યું કે, જો મારે કલશ યાત્રા કરવી હોય તો બાગેશ્વર ધામમાં જ કેમ ન જાઉં”.





