શ્રદ્ધા મર્ડર કેસ : 5 ચપ્પા મળી આવ્યા, મુંબઈ જઈને દિલ્હી પોલીસે ખાડીના પાણીમાં શોધ કરી

Shraddha Murder Case Updates : સાબિતીની શોધમાં દિલ્હી પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ભાયંદર ખાડી પહોંચી છે

Shraddha Murder Case Updates : સાબિતીની શોધમાં દિલ્હી પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ભાયંદર ખાડી પહોંચી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

શ્રદ્ધા વાલકર અને આફતાબની ફાઈલ તસવીર

Shraddha Murder Case Updates: શ્રદ્ધાં હત્યાકાંડમાં પોલીસને પાંચ ચપ્પા મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ચપ્પાથી તેણે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા. આ ચપ્પા ઘરના રસોડાના ચાકુથી અલગ છે. આ એકદમ શાર્પ છે જેની લંબાઇ લગભગ 5-6 ઇંચ છે. બીજી તરફ સાબિતીની શોધમાં દિલ્હી પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ભાયંદર ખાડી પહોંચી છે. દિલ્હી પોલીસે ત્યાં ખાડીના પાણીમાં સાબિતીની શોધ શરૂ કરી છે. જોકે આ દરમિયાન દિલ્હી પોલીસને ત્યાંથી શું મળ્યું તેની જાણકારી મીડિયાને શેર કરી નથી.

Advertisment

શ્રદ્ધા વાલકર હત્યાકાંડનો આરોપી આફતાબ પૂનાવાલા (Aaftab Poonawala)8 કલાક પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માંથી બહાર આવ્યો હતો. FSL નિર્દેશક દીપા વર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હજુ વધારે સેશન થવાના છે. આ દરમિયાન તેમણે વધારે જાણકારી મીડિયાને આપી નથી. હવે ટેસ્ટ પછી વિશેષજ્ઞોની એક સામૂહિક ટીમ નક્કી કરશે કે નાર્કો ટેસ્ટ ક્યારે કરવામાં આવશે.

આફતાબ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તેને શનિવારે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે. એવામાં પોલીસનો પ્રયત્ન રહેશે કે શનિવાર પહેલા આફતાબનો પોલીગ્રાફી અને નાર્કો બન્ને ટેસ્ટ કરાવી લેવામાં આવે.

આ પણ વાંચો - એ મને કાપીને ફેંકી દેશે, વાંચો શ્રદ્ધાનો પત્ર જેના પર પોલીસે ન્હોતા લીધા પગલાં

Advertisment

કોર્ટમાં આફતાબે કહ્યું- ગુસ્સામાં કરી દીધી શ્રદ્ધાની હત્યા, ઠીકથી ઘટના યાદ નથી

આફતાબ પૂનાવાલાએ કોર્ટ સામે કહ્યું કે તેણે પોલીસને બધું જણાવી દીધું છે તેણે આ બધુ કઇ યોજના અંતર્ગત કર્યું હતું. શ્રદ્ધાની લાશના ટુકડા ક્યાં-ક્યાં ફેંક્યા હતા.આફતાબે કહ્યું કે ઘટનાને ઘણો સમય વીતી ગયો છે અને તે બધુ ભૂલી ગયો છે. તેણે કહ્યું કે જે પણ થયું તે ભૂલથી થયું અને હત્યા ગુસ્સામાં આવીને કરી દીધી હતી.

શ્રદ્ધાની હત્યા 18 મે 2022ના રોજ થઈ હતી

18 મે 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે મુંબઈ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધા તેના છેલ્લા દિવસોમાં આફતાબ સાથે દિલ્હીમાં રહેતી હતી. મુંબઈ પોલીસે ફરિયાદ લીધી અને તેને મહેરૌલી પોલીસ સ્ટેશન મોકલી દીધી હતી. પોલીસે આફતાબની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી છે.

ક્રાઇમ ન્યૂઝ દેશ