Adani Hindenburg Row: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે અમેરિકાના અબજોપતિ જોર્જ સોરાસ પર પ્રહાર કર્યો છે. સોરાસે ભવિષ્યવાણી કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિઝનેસ ટાઇકૂન ગૌતમ અદાણીના સંકટથી કમજોર થશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભારતીયોને એકજુટ બનીને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્ન કરનાર વિદેશી શક્તિઓને જવાબ આપવા આહ્વાન કહ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે સોરોસ પર ટિપ્પણી ભારત પર હુમલો છે.
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આજે એક નાગરિકના રુપમાં હું દરેક વ્યક્તિ, સંગઠન અને સમાજને આ વ્યક્તિના ઇરાદાની ટિકા કરવાની આહ્વાન કરું છું, જે પોતાના વ્યક્તિગત લાભ માટે આપણા લોકતાંત્રિક હિતોને કમજોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતીય એક અવાજમાં જોર્જ સોરોસને જવાબ આપે
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આજે જ્યારે ભારતને અમેરિકાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી આભાર પ્રકટ કરે છે તે તેમના દેશોમાં ભારતીયોના કારણે આજે આર્થિક સંબંધ વધારે મજબૂત થઇ રહ્યા છે. જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભરી રહ્યું છે ત્યારે હિન્દુસ્તાનના લોકતાંત્રિક વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરનાર જોર્જ સોરોસને એક અવાજમાં જવાબ દો.
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જોર્જ સોરોસની એ જાહેરાત છે કે તે હિન્દુસ્તાનમાં મોદીને ઝુકાવી દેશે, હિન્દુસ્તાનની લોકતાંત્રિક રીતે બનેલી સરકારને ધ્વસ્ત કરશે. તેનો જડબાતોડ જવાબ દરેક હિન્દુસ્તાનીએ આપવો જોઈએ.
આ પણ વાંચો – “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”
ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાને હલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે – સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે વિદેશી ધરતી ઉપરથી ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાને હલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિએ ઇંગ્લેન્ડના બેંકને તોડી નાખી, એક વ્યક્તિ જેને આર્થિક યુદ્ધ અપરાધીના રુપમાં નામિત કરવામાં આવ્યો છે. તેણે હવે ભારતીય લોકતંત્રને તોડવાની જાહેરાત કરી છે. ઘણા દેશો સામે દાવ લગાવનાર જોર્જ સોરોસે હવે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં પોતાના ખોટા ઇરાદા વ્યક્ત કરી દીધા છે. આજે દેશની જનતાએ એક નાગરિક હોવાના નાતે આહ્વાન કરવું જોઈએ કે અને આ વિદેશીને જવાબ આપવો જોઈએ.
અદાણી-હિંડનબર્ગ મામલા પર મોદી ચુપ કેપ – જોર્જ સોરોસ
જોર્જ સોરોસે ગુરુવારે કહ્યું હતું કે અદાણીના ઔદ્યોગિક સામ્રાજ્યમાં છેતરપિંડી અને સ્ટોક હેરફેરના આરોપ પર પીએમ મોદીએ વિદેશી રોકાણકારો અને સંસદના સવાલોનો જવાબ આપવો પડશે. 2023 મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં ભાષણ આપતા સોરોસે કહ્યું હતું કે પીએમ મોદી આ મામલા (અદાણી-હિંડનબર્ગ) પર ચુપ છે.
કોણ છે જોર્જ સોરોસ?
જોર્જ સોરોસ એક અમેરિકન બિઝનેસમેન છે. તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ક્રોની કેપિટલિઝ્મને વધારવાનો આરોપ લગાવ્યો હતો. સાથે દાવો કર્યો તે તેમના ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે સારા સંબંધો છે. જોર્જ સોરોસે આ વાત જર્મનીમાં મ્યૂનિખ સુરક્ષા સંમેલન દરમિયાન કહી હતી. જોર્જ સોરોસે પીએમ મોદી પર અદાણી સમૂહના કથિત હેરફેરમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.