scorecardresearch

BBC after I-T ‘survey’: “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”

BBC IT survey reaction : બીબીસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડોક્યુમેન્ટરી બાદ ભારે વિવાદ થયો હતો. આ વચ્ચે આઇટી વિભાગ દ્વારા બીબીસીની મુંબઇ અને દિલ્હીની ઓફિસમાં સર્વે ચાલું કર્યો હતો.

BBC after I-T ‘survey’: “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”
બીબીસી ઈન્કમટેક્સ રેડ – ટ્રાન્સફર પ્રાઈસિંગ શું છે? (Image Credir-Express/Prem Nath Pandey)

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર એક ડોક્યુમેન્ટરી બહાર પાડ્યા બાદ વિવાદ ઊભો થયો હતો. બીજી તરફ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે આઇટી વિભાગ દ્વારા બીબીસીની મુંબઇ અને દિલ્હીની ઓફિસમાં સર્વે ચાલું કર્યો હતો. જોકે, બીબીસીએ ગુરુવારે કહ્યું હતું કે ” તે પોતાના પત્રકારો સાથે ઊભા છે. જે કોઈપણ ડર કે પક્ષપાત વગર રિપોર્ટ કરી રહ્યા છે.” ઇન્કમ ટેક્સ વિભાગે દિલ્હી અને મુંબઇમં મીડિયા સંગઠનના કાર્યાલયોમાં પોતાનો ત્રણ દિવસનો સર્વે પુરો કર્યો છે. બીબીસીએ કહ્યું હતું કે તેમની પ્રાથમિક્તા પોતાના કર્મચારીઓના કલ્યાણની છે. જેમને અધિકારીઓ દ્વારા લાંબી પૂછપરછનો સામનો કરવો પડ્યો કે પછી આખી રાત રહેવાનું કહ્યું હતું.

સરકારી અધિકારીઓએ કહ્યું કે સર્વેક્ષણ બીબીસીના હસ્તાતરણ મૂલ્ય નિર્ધારણ નિયમોને જાણીજોઈને બીન અનુપાલન અને તેના લાભના વિશાળ વિચલનને ધ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે બીબીસી ઉપર સર્વેક્ષણ પર ધ્યાન ટેક્સ લાભ સહિત અનધિકૃત લાભો માટે કિંમોમાં ફેરફાર ઉપર ધ્યાન આપવાનું હતું. તેમણે આરોપ લગાવ્યો કે બીબીસી ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું પાલન કરતું નથી. હસ્તાંતરણ મૂલ્ય નિર્ધારણ માનદંડોને સતત અને જાણીજોઈને ઉલ્લંઘન કરવાનું છે. તેમણે દાવો કર્યો કે જાણીજોઈને નફો એક મહત્વપૂર્ણ રાશિને ડાયવર્ટ કરી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

“આવકવેરા અધિકારીઓએ અમારી દિલ્હી અને મુંબઈની ઓફિસ છોડી દીધી છે. અમે અધિકારીઓને સહકાર આપવાનું ચાલુ રાખીશું અને આશા રાખીએ છીએ કે મામલો વહેલામાં વહેલી તકે ઉકેલાઈ જશે. અમારી પાસે સપોર્ટ સ્ટાફ છે – જેમાંથી કેટલાકને લાંબી પૂછપરછનો સામનો કરવો પડ્યો છે અથવા આખી રાતો રહેવું પડ્યું છે – અને તેમનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. બીબીસીએ ગુરુવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારું આઉટપુટ સામાન્ય થઈ ગયું છે અને અમે ભારતમાં અને તેનાથી આગળના અમારા દર્શકોને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ પણ વાંચોઃ- Today history 17 February : આજનો ઇતિહાસ 17 ફેબ્રુઆરી – શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો, ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિનું નિધન

તેમાં ઉમેર્યું હતું કે, “બીબીસી એક વિશ્વસનીય, સ્વતંત્ર મીડિયા સંસ્થા છે અને અમે અમારા સાથીદારો અને પત્રકારોની પડખે છીએ જેઓ ભય કે પક્ષપાત વિના રિપોર્ટિંગ કરવાનું ચાલુ રાખશે.”

બ્રિટિશ બ્રોડકાસ્ટરે 17 જાન્યુઆરીએ 2002ના ગુજરાત રમખાણો પર “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” શીર્ષકવાળી એક ડોક્યુમેન્ટ્રી રજૂ કર્યાના અઠવાડિયા પછી ટેક્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- Income Tax saving tips: ઇન્કમ ટેક્સ સેવિંગની અસરકારક ટીપ્સ, 80Cની લિમિટ પુરી થયા બાદ પણ કરી શકાશે 1 લાખ સુધીની કર બચત

20 જાન્યુઆરીના રોજ, કેન્દ્ર સરકારે યુટ્યુબ અને ટ્વિટરને ડોક્યુમેન્ટરી શેર કરતી લિંક્સને દૂર કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં અધિકારીઓએ કહ્યું હતું કે તે “ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નબળી પાડે છે” અને દેશના “મૈત્રીપૂર્ણ સંબંધો” ને પ્રભાવિત કરવાની ક્ષમતા માટે “પૂર્વગ્રહયુક્ત” જણાય છે. વિદેશી રાજ્યો સાથે” અને “દેશની અંદર જાહેર વ્યવસ્થા”.

Web Title: Bbc after it survey journalists prime minister narendra modi documentary row

Best of Express