તિહાડ જેલમાં બંધ મની લોન્ડ્રીંગ કેસના આરોપી સુકેશ ચંદ્રેશેખરે સોમવારે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને એક ચિઠ્ઠી લખીને પરિવારના લોકોને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે પત્રમાં લખ્યું કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાના આધિકારિક નંબરોથી મંત્રી સત્યેન્દ્ર જૈનના લોકો ધમકાવી રહ્યા છે.
ચિઠ્ઠીમાં સુકેશે ફરિયાદ કરી છે કે જેલ રેકોર્ડથી આ લોકોએ મારા પરિવારના નંબર અવૈધ રુપથી કાઢી લીધા છે. આ કામમાં જેલ પ્રશાસને તેમનો સહયોગ કર્યો છે. આ મારી અને મારા પરિવારની સુરક્ષામાં એક મોટી ચૂક છે.
ઠગ સુકેશ ચંદ્રશેખરે એલજી વીકે સક્સેનાને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે તેને જેલ પ્રશાસનથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામે પોતાની ફરિયાદ પાછી લેવાની ધમકી મળી રહી છે. તેણે દાવો કર્યો કે તેની પાછલી ફરિયાદની તપાસ માટે એલજી કાર્યાલયથી ગઠિત સમિતિના સમક્ષ પોતાનું પ્રથમ નિવેદન નોંધાવ્યા પછી 15 નવેમ્બરે જેલ પ્રશાસને ધમકી આપી હતી.
આ પણ વાંચો – દિલ્હીમાં શ્રદ્ધા જેવી વધુ એક હત્યાનો ખુલાસો, પત્નીએ પતિની લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા
આ પહેલા આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈને 10 કરોડની ખંડણી વસૂલી હતી
આ પહેલા સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમની પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. એલજીને લખવામાં આવેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચંદ્રશેખરને પાર્ટીમાં મહત્વપૂર્ણ હોદ્દો આપવાના અને રાજ્યસભાની બેઠક માટે મદદ કરવાનું વચન આપીને AAPએ 50 કરોડ લીધા હતા.
કોણ છે સુકેશ ચંદ્રશેખર
સુકેશ ચંદ્રશેખરે ફક્ત 17 વર્ષની ઉંમરથી જ ફ્રોડ અને ઠગવાનો ધંધો શરુ કર્યો હતો. તેની ખાસિયત એ હતી કે તે લોકોને પ્રોફેશનલ તરીકે મળતો હતો અને જ્યાં સુધી તમને તેના વિશે ખબર પડે ત્યાં સુધી પોતાનું કામ ખતમ કરી લેતો હતો. સુકેશ ચંદ્રેશેખર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસથી લઇને ઘણા લોકોને પોતાના ફ્રોડના શિકાર બનાવ્યા છે.