Centre Vs Collegium: સુપ્રીમ કોર્ટે 3 ફેબ્રુઆરીના રોજ ઉચ્ચતમ ન્યાયાલય અને હાઇકોર્ટમાં ન્યાયધીશોની નિમણુકના મામલા પર કેન્દ્ર સરકારને ચેતવણી આપતા 10 દિવસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકા(Abhay S Oka)દ્વારા જજોની નિયુક્તિથી સંબંધિત કોલેજિયમની ભલામણોને એપ્રૂવ કરવામાં લેટ થવાના મામલે સુનાવણી ચાલી રહી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારના એટોર્ની જનરલ એન.વેંકટરમણિને પૂછ્યું કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જે 5 નામો સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ માટે કેન્દ્રને મોકલ્યા છે તે ક્યારે નોટિફાઇ થશે? તેના પર એટોર્ની જનરલે કહ્યું કે જલ્દી નોટિફાઇ કરી દેવામાં આવશે.
રિકમેંડેશન પર દરેક ક્ષણે થઇ રહ્યું છે કામ
એટોર્ની જનરલ એન.વેંકટરમણિએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ માટે સુચવેલા 5 નામોની વાત છે, તેમના વોરંટ 5 દિવસોની અંદર ઇશ્યૂ કરી દેવામાં આવશે. એટોર્ની જનરલે કહ્યું કે તમે ટાઇમ રેકોર્ડ ના કરો પણ આ પ્રક્રિયામાં છે.
આ વિશે જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે થઇ રહ્યું છે પણ ક્યારે થશે? છેલ્લા ઘણા વર્ષોથી ચીજો થઇ જ રહી નથી. તેના પર એટોર્ની જનરલે કહ્યું કે હું બસ એ કહી રહ્યો છું કે કોઇ ટાઇમલાઇન આપી શકીએ નહીં પણ દરેક ક્ષણે તેના પર કામ થઇ રહ્યું છે.
આ પણ વાંચો – નેપાળથી લાવવામાં આવેલી શાલિગ્રામ શિલાઓ ટેસ્ટમાં ફેઇલ થાય તો કેવી રીતે બનશે રામલલાની મૂર્તિ? આ હોઇ શકે છે વિકલ્પ
તમને 10 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે
તેના પર જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે તમે અમને સખત નિર્ણયો લેવા માટે બાધિત કરશો. મને આશા છે કે તમે નવા રિકમેંડેશનમાં કશુંક કહેવા માંગો છો પણ ટ્રાન્સફરના મામલે, ગંભીર મુદ્દો છે. અમને સખત સ્ટેન્ડ લેવા માટે મજબૂર ના કરો. તેના પર એટોર્ની જનરલે થોડોક સમય માંગ્યો હતો. જસ્ટિસ કૌલે કહ્યું કે ઠીક છે અમે તમને 10 દિવસનો સમય આપી રહ્યા છીએ અને તમારી વાત માની રહ્યા છીએ. આશા છે સારા ન્યૂઝ સંભળાવશો.
કેન્દ્રએ પરત કરી 18 ભલામણો, 64 હજુ પણ પેન્ડિંગ
કેન્દ્ર સરકાર પાસે કોલેજિયમ દ્વારા મોકલાવેલી 64 ભલામણો હજુ પેન્ડિંગ છે. જ્યારે સરકારે 18 ભલામણો પાછી મોકલાવી દીધી છે. 2 ફેબ્રુઆરીએ કેન્દ્રીય કાનૂન મંત્રી કિરન રિજિજૂ દ્વારા રાજ્યસભામાં આ જાણકારી આપવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે જજોની નિયુક્તિના મામલા પર છેલ્લા ઘણા મહિનાથી એક રીતે કેન્દ્ર સરકાર અને કોલેજિયમ વચ્ચે તનાતની જેવી સ્થિતિ બનેલી છે. કેન્દ્ર સરકારે ઘણા નામ પરત કર્યા હતા અને અલગ-અલગ તર્ક આપ્યા હતા.