scorecardresearch

ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા, હેટ સ્પીચ મામલામાં સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું- એક્શન નહીં થાય તો થશે કાર્યવાહી

Supreme Court : સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અધિકારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો અવમાનના શરુ કરવામાં આવશે

ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા, હેટ સ્પીચ મામલામાં સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું- એક્શન નહીં થાય તો થશે કાર્યવાહી
સુપ્રીમ કોર્ટ (ફાઇલ ફોટો)

Supreme Court On Hate Speeches: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા ત્રણ દિવસીય ભારત પ્રવાસ દરમિયાન માનવાધિકાર રેકોર્ડના વધતા ધૃણાસ્પદ ભાષણો પર ભારતની ટીકા કર્યાના બે દિવસ પછી હેટ સ્પીચને લઇને સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ વિષય પર ગંભીર ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે આ 21મી સદી છે, ધર્મના નામ પર આપણે ક્યાં પહોંચી ગયા છીએ? નફરત ભર્યા ભાષણોને લઇને દાખલ કરેલી એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે અધિકારીઓને આવા મામલા સામે કાર્યવાહી કરવા કે અવમાનનાના આરોપનો સામનો કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો અધિકારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો અવમાનના શરુ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાય સામે નફરત ફેલાવનાર ભાષણો પર પ્રતિબંધ લગાવવા માટે યોગ્ય પગલાં ભરવાનો નિર્દેશ આપવાની માંગણી કરી રહેલી અરજી પર ગુરુવારે કેન્દ્ર અને રાજ્યો પાસે જવાબ માંગ્યો હતો. ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને ન્યાયમૂર્તિ સીટી રવિકુમારની બેન્ચે એક અન્ય બેન્ચ સામે લંબિત આવી અરજીઓ સાથે તેને જોડીને કેન્દ્ર અને બધા રાજ્યોને નોટિસ જાહેર કરી છે.

આ પણ વાંચો – કેદારનાથ ધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ પહેર્યો હિમાચલ પ્રદેશનો ખાસ ડ્રેસ ‘ચોલા-ડોરા’, જાણો કોણે આપ્યો હતો ભેટ

અરજીકર્તા શાહીન અબ્દુલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને દેશભરમાં નફરત ફેલાવનાર અપરાધો અને ભડકાઉ ભાષણોની ઘટનાઓની સ્વતંત્ર, વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસ શરુ કરવાનો નિર્દેશ આપવાની માંગણીને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીકર્તા તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે શરૂઆતમાં દલીલ આપી કે આ સમસ્યાથી નિપટવા માટે કશુંક કરવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે નફરત ફેલાવનાર ભાષણ આપનાર કે આવા અપરાધોમાં લિપ્ત લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ.

બેન્ચે કહ્યું કે અરજીમાં કરવામાં આવેલ અનુરોધ ઘણા અસ્પષ્ટ છે અને તેમાં કોઇ વિશેષ ઉદાહરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સિબ્બલે દલીલ આપી કે અરજીમાં કરાયેલો અનુરોધ અસ્પષ્ટ નથી. આ સાથે તેમણે હાલમાં કરવામાં આવેલા નફરત ફેલાવનાર કેટલાક ભાષણોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમણે કહ્યું કે આવા અપરાધો રોકવા માટે છેલ્લા છ મહિનામાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે પણ આવી ઘટનાઓ હજુ પણ યથાવત્ છે. પોતાની અરજીમાં અબ્દુલાએ યૂએપીએ અને અન્ય જોગવાઇને લાગુ કરવાની પણ માંગણી કરી છે. જેથી ધૃણા ફેલાવનાર ભાષણો પર અંકુશ લગાવી શકાય.

Web Title: Supreme court on hate speech says shocking for a religion neutral country

Best of Express