Tawang Clash: તવાંગ પર ચીનની નજર માત્ર જમીન-રાજનીતિ જ નહીં, આધ્યાત્મિકતા પણ એક કારણ છે – રિપોર્ટ

Tawang Clash: ભારત ચીન (India China) ત્વાંગ સંઘર્ષ માત્ર બોર્ડર કે રાજનૈતિક નથી, આમાં આધ્યાત્મિક (spirituality) બાબત એટલે કે, બૌદ્ધ ધર્મનો સૌથી જૂનો અને બીજો સૌથી મોટો મઠ (baudh math) અને નવા દલાઈ લામા (dalai lama) ની પસંદગીનો મુદ્દો પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

Written by Kiran Mehta
Updated : December 24, 2022 21:30 IST
Tawang Clash: તવાંગ પર ચીનની નજર માત્ર જમીન-રાજનીતિ જ નહીં, આધ્યાત્મિકતા પણ એક કારણ છે – રિપોર્ટ
તવાંગ સંઘર્ષ

Tawang Clash: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ના તવાંગમાં ચીનના હુમલા (Tawang Attack) અંગેના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ માત્ર ભૂ-રાજનીતિ માટે નથી, પરંતુ તિબેટીયન બૌદ્ધ ધર્મ અને આધ્યાત્મિકતા વિશે વધુ છે. ધ ટાઇમ્સમાં વાસ શેનોયએ લખ્યું છે કે, દલાઈ લામા તવાંગમાં અવતાર લઈ શકે છે, જેના કારણે ચીનને આગામી દલાઈ લામાના રાજ્યાભિષેકમાં હસ્તક્ષેપ કરવાની તક ગુમાવવી પડશે. 9 ડિસેમ્બરના રોજ, પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ તવાંગ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી, જેને ભારતીય સૈનિકોએ જોરદાર રીતે ભગાડ્યા હતા. સામસામે મારામારીમાં બંને પક્ષના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

બૌદ્ધ ધર્મનો સૌથી જૂનો અને બીજો સૌથી મોટો મઠ તવાંગમાં છે

ભારત-ચીન ત્વાંગ સંઘર્ષ ભૌગોલિક રાજનીતિ પૂરતો મર્યાદિત લાગે છે, પરંતુ તે તેનાથી ઘણું વધારે છે. તવાંગ સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તવાંગ, ગાલદાન નામગ્યે લહત્સેનું ઘર છે, જે ચીનના નિયંત્રણની બહાર તિબેટીયન બૌદ્ધ ધર્મનો સૌથી જૂનો અને બીજો સૌથી મોટો મઠ છે.

ચીન તિબેટીયન બૌદ્ધ ધર્મને નિયંત્રિત કરવા માટે નવા દલાઈ લામા પસંદ કરવા બાબતમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે

લેખકના મતે, 1681માં સ્થપાયેલ તવાંગ ગાલ્ડન નામગ્યે લહત્સે મઠ, તિબેટના ભવિષ્ય માટે તેની આધ્યાત્મિકતા અને રાજનીતિ માટે રહસ્યમય કોયડાનો હિસ્સો હોઈ શકે છે, જે હાલમાં 14મા દલાઈ લામા દ્વારા મૂર્તિમંત છે. હાલના દલાઈ લામાની તબિયત સારી નથી. તેમના ઉત્તરાધિકાર માટે ભારે વિરોધ થઈ શકે છે, અને ચીન તિબેટીયન બૌદ્ધ ધર્મને સંચાલિત કરવા માટે નવા દલાઈ લામાને નામાંકિત કરવાનો પ્રયાસ કરશે. જો કે, નવા દલાઈ લામા તવાંગમાં અવતાર લઈ શકે છે, જે હજારો વંશીય તિબેટીયન પરિવારોનું ઘર છે, જે પેઢીઓથી મઠની આસપાસ રહે છે. લેખકના મતે, તવાંગની આસપાસના પહાડો પર નિયંત્રણ રાખવાથી ચીની સેનાને મઠને કબજે કરવામાં અને તેના પર ભાર મૂકવામાં મદદ મળશે.

આ પણ વાંચોમલ્લિકાર્જુન ખડગે રિમોટથી કામ નથી કરી રહ્યા તો રાહુલ ગાંધીને કોંગ્રેસમાંથી કાઢીને બતાવે, સેના પરના વિવાદીત નિવેદન પર ભાજપનો પ્રહાર

લેખકના મતે, તિબેટવાસીઓએ દલાઈ લામા પછી આગામી અનુગામી શોધવો પડશે અને આ મોટા પ્રમાણમાં નક્કી કરશે કે, તિબેટ પર પોતાનો સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખવા માટે ચીનને કેટલી શક્તિનો ઉપયોગ કરવો પડશે. લેખકના મતે, ભારતીય સૈન્ય હેલિકોપ્ટર દ્વારા લદ્દાખના વિવાદિત વિસ્તારની વર્તમાન દલાઈ લામાની મુલાકાતથી સીસીપીને ગભરાયેલું છે. તવાંગના એક યુવાન, ગતિશીલ દલાઈ લામા તે નિયંત્રણને બગાડી શકે છે, શી જિનપિંગે તિબેટમાં બનાવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ