scorecardresearch

કોવિડ ખતરો અને ભારત જોડો યાત્રા: રાજકારણ અને વાયરસ

Bharat Jodo Yatra covid and politics : કોરોના વાયરસે ચીન (Corona in china) માં હાલત ખરાબ કરી દીધી છે, ભારત (India) માં પણ કેટલાક કેસ સામે આવી ચુક્યા છે, જેને પગલે સાવધાની માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ છે, સાથે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

કોવિડ ખતરો અને ભારત જોડો યાત્રા: રાજકારણ અને વાયરસ
કોવિડ, ભારત જોડો યાત્રા અને રાજકારણ (ફોટો – અમિત મહેરા)

આકાશ જોશી : ગુજરાત ચૂંટણીમાં પ્રચાર અભિયાન ચરમસીમાએ હતો, મોટી સંખ્યામાં રેલીમાં લોકો હાજર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તે સમયે ખૂબ બડાઈ કરી હતી. વડોદરામાં એક રેલીમાં તેમણે કહ્યું, “આ ભીડને જુઓ અને આમાં કોઈએ માસ્ક પહેર્યું નથી, મે પણ નથી પહેર્યું…. તેમણે કહ્યું હતુ કે, બે દિવસ પહેલા સમાચાર આવ્યા કે ચીનના એક શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે. ચીન જેવો દેશ કોવિડમાંથી બહાર આવવા માટે હજુ ઝઝૂમી રહ્યો છે અને તમે અને હું અહીં માસ્ક વિના સામૂહિક સભાઓ યોજી રહ્યા છીએ… આ બધુ સરળતાથી બનતું નથી. લોકડાઉનના દિવસો અને આપણે જે ભયંકર પરિસ્થિતિમાં હતા તે યાદ કરો… મોદીજી આપણને તેમાંથી બહાર લાવ્યા છે. બીજી બાજુ હવે આ અઠવાડિયાની શરૂઆતમાં, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને તેમને ભારત જોડો યાત્રામાં “તમામ કોવિડ પ્રોટોકોલ” ને અનુસરવા સલાહ આપી છે, અને જો આમ ન કરી શકતા હોવ તો, ભારત જોડો યાત્રા દેશ હીતમાં મુલતવી રાખવા જણાવ્યું હતું.

માંડવિયા, કદાચ, વાયરસ વિરુદ્ધ સાવધાની રાખવાની સલાહ આપવા માટે યોગ્ય છે. વાસ્તવમાં, એક નક્કર દલીલ કરી શકાય છે કે, આ સલાહ-સૂચન આપવું તેમની ઓફિસ-મંત્રાલયની ફરજ છે. પરંતુ માંડવિયાના પત્ બાદર – કોંગ્રેસની પ્રતિક્રિયા, જેમાં માંડવીયાની “સલાહ” સામે કોંગ્રેસે ષડયંત્ર ગણાવી તેમને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો – આ વાયરસ અને રાજકારણ વિશે મોટો પ્રશ્ન ઊભો કરે છે.

મહામારીના લગભગ ત્રણ વર્ષ પછી, હવે એવું લાગે છે કે, કોવિડ અને તેના સતત વિકસતા પ્રકારો સંક્રમણમાં સમયાંતરે વધારો કરી શકે છે. મૂળ રસી, બૂસ્ટર ડોઝ અને ઓછા ગંભીર લક્ષણોના સદભાગ્યથી સજ્જ, ભારત – વિશ્વના મોટા ભાગના દેશોની જેમ – વાયરસ સાથે જીવવા અને લોકડાઉનના આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક ખર્ચને ટાળવાના માર્ગો શોધી રહ્યું છે. ચીનમાં “શૂન્ય કોવિડ” પોલીસી અંતર્ગત “અંધારામાં તીર મારવાથી બિલકુત વિપરીત, આ વ્યવહારવાદ હોઈ શકે છે, જોકે મહામારીને રાજકારણ માટે ઉપયોગમાં લેવી રૂપાલાની અતિશયોક્તિને કંઈક અંશે બુદ્ધિગમ્ય બનાવી છે.

ઉપરાંત, શરૂઆતના તબક્કામાં વાયરસે આપણા બધામાં જે ડર પેદા કર્યો હતો – વાયરસના કારણે થયેલી લોકોને મુશ્કેલી, વેદના અને મૃત્યુ બાદ સરકાર વિરુદ્ધ ચલાવવામાં આવેલી શક્તિઓ વિપક્ષને પણ પાછળથી ભારે પડી હતી.

શું રાજકીય મેળાવડા નિયંત્રિત કરવા માટે કોવિડ પૂરતો છે? પ્રથમ કિસ્સામાં, કોરોનાની સાંકળ તોડવા માટે “18-દિવસીય યુદ્ધ”થી તમામ રાજકીય ગતિવિધિઓ એક મહિનાના વિરામમાં ફેરવાઈ ગઈ, આ સિવાય કોવિડે શાહીન બાગ વિરોધી CAA, NRC વિરોધનો અંત લાવ્યો. તે સમયે, ભારતમાં 500 થી ઓછા પુષ્ટિ થયેલા કેસ હતા.

2021 ની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે, એવા તમામ રાજ્યોમાં કેસોમાં ઉછાળો આવ્યો જ્યાં ચૂંટણીઓ યોજાઈ હતી અને ત્યારબાદની “લહેર” દેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ લહેર હતી. પ્રોટોકોલ અને સાવચેતીઓની, ઘણાએ તે સમયે દલીલ કરી હતી, પરંતુ ખૂબ મોડું થઈ ગયું હતુ. અને હવે 2023 માં, ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને પગલે કોવિડ વિશે ચિંતા વધી ગઈ છે જોકે કર્ણાટક અને રાજસ્થાનમાં પ્રવાસ કરી રહેલા ભાજપના નેતાઓને અત્યાર સુધી કોઈ પત્ર મોકલવામાં આવ્યો નથી.

અલબત્ત, આ તમામ નિર્ણયો માટે સરકારને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. ચૂંટણી દરમિયાન પ્રચારના સમયપત્રક અને પ્રોટોકોલના સંદર્ભમાં, ચૂંટણી પંચ છે જે અંતિમ નિર્ણય લે છે. ઉપરાંત, સંક્રમણના ફેલાવાને અંકુશમાં લેવા માટે ક્યારે અને કેવી રીતે પ્રતિબંધો લગાવવા, આ મામલે પક્ષપાત અને મનમાની પૂરા રાજ્યતંત્ર અવિશ્વાસનું કારણ બની શકે છે. આ, ઉલટાનું, લોકોના જાહેર આરોગ્યનાં ઉપાય જોવાની રીતને પ્રતિકૂળ અસર કરી શકે છે.

ઉદાહરણ તરીકે, યુ.એસ.માં મહમારીની ટોચ પર “નો માસ્ક વિરોધ” એ સામાન્ય દૃશ્ય હતું. વેક્સીનનો પ્રભાવ એક ધૃવિકૃત ચર્ચા બની ગઈ, જેમાં રિપબ્લિકન દક્ષિણપંથીનું વિજ્ઞાન વિરોધી વલણ હતુ, અને ડેમોક્રેટ્સની પ્રારંભિક અક્ષમતા એવા લોકોને “વેચવા” પર હતી, જેમણે પક્ષને મત આપ્યો ન હતો. આરોગ્ય સ્વાસ્થ્ય નીતિમાં આ વિશ્વાસનો અભાવ ભારતને પોષાય તેમ નથી.

આ પણ વાંચોસ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ ‘ભારત જોડો યાત્રા’માં કોવિડ-19 નિયમનું પાલન કરવાનો લખ્યો પત્ર, કોંગ્રેસનો જવાબ – ‘આ ષડયંત્ર, ગુજરાતની ચૂંટણીમાં યાદ ન આવ્યું’

કદાચ તેનો જવાબ ન તો રાજકીય શ્રેય લેવાનો છે કે ન તો વાયરસ માટે દોષ દેવામાં છે, અને કોવિડ પ્રોટોકોલ પર નિર્ણયનો અધિકાર – રાજકારણીઓ પર નહીં – નિષ્ણાતો પર છોડી દેવો જોઈએ. આદર્શ રીતે, સરકાર અને વિપક્ષે જાહેર આરોગ્ય કમિશનરોની નિમણૂક પર સંમત થવા માટે એકસાથે આવવું જોઈએ – ચૂંટણી કમિશનરની તર્જ પર, પરંતુ માત્ર કાર્યપાલિકા દ્વારા નિમણૂક ન કરવામાં આવવી જોઈએ.

Web Title: The covid threat and the bharat jodo yatra politics and virus

Best of Express