Tomato News : ટામેટાના ભાગ વધવાની સાથે સાથે દરરોજ નવી નવી કહાનીઓ સામે આવી રહી છે. નવા નવા મીમ્સ બની રહ્યા છે. જોકે અહીં જે ઘટના અંગે વાત કરીએ છીએ એ હકીકતમાં બની છે. આ ઘટના મધ્ય પ્રદેશના શહડોલની છે. જ્યાં એક પતિ પત્ની વચ્ચે ટામેટાને લઈને ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે પત્ની પોતાની પુત્રીને લઈને ઘરછોડીને જતી રહી હતી. ભોજન બનાવતા સમયે પતિએ સબ્જીમાં ટામેટા નાંખ્યા હતા. આ વાતથી પત્ની ગુસ્સે ભરાઈ હતી.
પત્નીનું કહેવું છે કે આટલી મોંઘવારીમાં સબ્જીમાં ટામેટા નાંખવાની શું જરૂર છે. પતિએ કહ્યું કે ભૂલ થઈ ગઈ પરંતુ પત્નીએ તેની વાત સાંભળી જ નહીં. પત્ની ગુસ્સાથી લાલલાલ થઈ ગઈ અને ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ પતિએ મદદ માટે પોલીસની શરણ લીધી હતી. પતિની વાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સંજીવ વર્મન ઢાબા ચલાવે છે. તે અને તેની પત્ની આરતી વર્મન સાથે મળીને ટિફિન સેન્ટર ચલાવે છે. ખાવાનું બનાવતા સમયે સંજીવે સબ્જીમાં ટામેટા નાંખ્યા હતા. જેના કારણે પત્ની નારાજ થઈ ગયી હતી. પુત્રીને લઇને પત્ની પોતાની બહેનના ઘરે જતી રહી હતી. સંજીવે પત્નીને મનાવવાની ખુબ જ કોશિશ કરી હતી. તે કસમ ખાતો રહ્યો કે હવેથી તે ટામેટા નહીં ખાય. તેણે ટામેટા ન ખાવવાના સોંગંધ પણ લીધા હતા. પરંતુ પત્ની માની નહીં અને ઘર છોડીને જતી રહી હતી.આ કિસસામાં પોલીસ બંને વચ્ચે સુલાહ કરાવવા માટે લાગી છે.
પતિએ નોંધાવી પત્ની ગાયબ થવાની ફરિયાદ
પત્ની ઘર છોડીને ગયા બાદ પતિ પોલીસ સ્ટેશન જઈને ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. તે પત્નીની શોધ કરી રહ્યો છે. અહીં તહીં ભટકી રહ્યો છે. પોલીસે તેની પત્નીનો નંબર માંગ્યો અને ફોન લગાવ્યો. ત્યારબાદ તેની પત્ની આરતી વર્મનને ફોન આઠાવ્યો અને જણાવ્યું કે તે પોતાની બહેનના ઘરે ઉમરિયા છે.
ત્યારબાદ પોલીસે સંજીવની વાત પત્ની સાથે કરાવી હતી. હવે પોલીસ પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. પત્નીએ પોલીસને જણાવ્યું કે સંજીવ નશાની હાલતમાં હો અને તેની સાથે મારપીટ કરે છે. જોકે, સંજીવે કહ્યું કે વિવાદનું કારણ ટામેટા છે. રિપોર્ટ અનુસાર સંજીવ અને આરતીના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા.





