Tripura Assembly polls: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : ભાજપ સ્થાનિક રાજકીય પક્ષ IPFT સાથે જોડાણ ટકાવી રાખવામાં આખરે સફળ

Tripura Assembly polls: TIPRA Motha IPFT સાથે ગઠબંધન માટે આતુર હતી. જો કે ભાજપએ આઇપીએફટીને આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્થિર રાખવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

Written by mansi bhuva
Updated : February 22, 2023 17:59 IST
Tripura Assembly polls: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : ભાજપ સ્થાનિક રાજકીય પક્ષ IPFT સાથે જોડાણ ટકાવી રાખવામાં આખરે સફળ
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ આઇપીએફટીનું મહત્વનું પગલું

Tripura Vidhan Sabha Election 2023 Date: ચૂંટણી પંચે ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે (28 જાન્યુઆરી) છ ઉમેદવારીના નામ જાહેર કર્યા હતા. ત્યારે આ રાજ્યોમાં રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે ત્રિપુરામાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.

જેમાં ભાજપ સાથે ગઠબંધન કરનાર ઇન્ડિજેનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT) સાથે 60 બેઠકમાંથી 5 બેઠક તેને ફાળવવામાં આવી હોવાની જાહેરાત કરાઇ છે. હવે IPFT પાંચ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપે 55 બેઠકો માટે કમરકસી છે. ઉલ્લેખનીય છે કે, આ પત્રકાર પરિષદમાં રાજ્યના ટોચના બીજેપીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા IPFTએ જાહેરાત કરી હતી કે તે સંભવિત ગઠબંધન માટે મોથા સાથે સતત સંપર્કમાં છે. જે આઈપીએફટીની જાહેરાત ભાજપે શનિવારે 48 નામોની યાદી જાહેર કર્યાના કલાકો પછી થઇ હતી. આઈપીએફટી માટે જાહેર કરાયેલ પાંચ બેઠકો એવી હતી કે ભાજપે ઉમેદવારોના નામ આપ્યા ન હતા.

વર્ષ 2018માં આઇપીએફટીએ 12 બેઠક પરથી ચૂંટણી લડી હતી અને આઠ બેઠક પર જીત પણ હાંસલ કરી હતી. જો કે હાલ તેમના કેટલાક ધારસભ્યોએ પક્ષપલટો કર્યો છે. તેઓ મોથામાં જોડાયા છે.

ટીપ્રા મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબરમા, જેમણે શુક્રવારે જ ભાજપ સાથે સીટ વહેંચણીની વાતચીત અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ત્યારે હવે તેમણે આ જાહેરાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. IPFTની જાહેરાત પહેલા, તેમણે ટ્વિટ કર્યું હતુ કે, “IPFT તમામ નેતાઓ “આશ્ચર્યજનક રીતે તેમના કૉલ્સ ઉપાડતા નથી! સવારે 11 વાગ્યાથી તેમના કોલની રાહ જોઈ રહ્યા હતા! એવું લાગે છે કે ઓપરેશન કમલ ચાલી રહ્યું છે

આ પણ વાંચો: Mughal gardens now Amrit udyan: મુગલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરાયું, ભાજપે કહ્યું – ‘ગુલામીની માનસિકતા’નો અંત આવ્યો

ઉલ્લેખનીય છે કે, આ ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામની જાહેરાત 2 માર્ચના રોજ કરવામાં આવશે. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, આ ત્રણેય રાજ્યમાં 60-60 વિધાનસભા સીટો છે. ત્રણ રાજયોમાં કુલ મતદાતાઓની સંખ્યા 62.8 લાખ છે. જેમાં મહિલા મતદાતાઓની સંખ્યા 31.47 લાખ છે. ત્રણેય રાજ્યોમાં પ્રથમ વખત વોટ આપનાર વોટર્સની સંખ્યા 1.76 લાખ છે. જ્યારે 80+ મતદાતાઓની સંખ્યા 97 હજાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ