Viral News : જાનવરોને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા છે જે તમારા ચહેરા પર સ્મિત લાવી દે છે, તો કેટલાક એવા પણ વીડિયો સામે આવે છે જેને જોઈને તમે હેરાન અને પરેશાન પણ થઈ જતા હશો. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથી જંગલમાંથી પસાર થતી ટ્રકોને રોકીને ‘ટેક્સ વસૂલવાનું’ કામ કરી રહ્યો છે.
શું છે વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હાથી રસ્તા પર આવતી ટ્રકને રોકે છે. આ દરમિયાન, શેરડીથી ભરેલી ટ્રકને જોઈને, હાથી તેની સામે આવવાનો પ્રયાસ કરવા લાગે છે અને ટ્રકને આગળ જવા દેતો નથી. થોડીવાર પછી તે જઈને ટ્રક સામે ઉભો રહે છે અને ટ્રકની પાછળ રાખેલી શેરડી ઉતારે છે. ત્યારબાદ ટ્રક આગળ વધે છે.
હાથીના વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
સુશાંત નંદા નામના ટ્વિટર યુઝરે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે અને હજારો લોકોએ આ વીડિયો પર ચટપટી વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ વાયરલ વીડિયો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે, હાથી તેનો ટેક્સ વસૂલ કરી રહ્યો છે.
@nairkgirish નામના ટ્વીટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું – સ્નેક્સ પર ટેક્સ લાગશે. @jaideepb નામના ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી – ડ્રાઈવર અને હાથી વચ્ચેની વાતચીત જોવા જેવી છે, ગજાનનને બહુ ખ્યાલ ન આવ્યો. @jpswriter નામના યુઝર લખે છે કે, અહીં હાથીઓ રાજ કરે છે. મહેરબાની કરીને હાથીનો ટેક્સ ભરીને જ જાઓ. જે કોઈ પણ ટેક્સ ભર્યા વિના છટકી જવાનો પ્રયાસ કરશે, તેની લારી/વાહન સામાન સાથે તોડી/જપ્ત કરવામાં આવશે.
આ પણ વાંચો – રામપુરના નવાબે બનાવડાવ્યું હતું ભવ્ય સિંહાસન, જાણો શા માટે તેને વચ્ચેથી કાપી નાખ્યું
@andybawa007 નામના યુઝરે હસતાં-હસતાં ઇમોજી સાથે કોમેન્ટ કરી કે, ટેક્સ કલેક્ટર. @1729isthebest નામના યુઝરે લખ્યું કે, આ વીડિયોથી વધુ ક્યૂટ શું હોઈ શકે? @Rajeshettyg નામના યુઝરે કહ્યું- આ હાથી ટેક્સ છે ભાઈઓ. @brajesh નામના યુઝરે કોમેન્ટ કરી કે સડ્ડા હક ઈત્થે રખ… ગજરાજ કર.