ઝીશાન શૈખ : શિવસેના પર એકનાથ શિંદે જૂથનો કબજો થયા પછી ઉદ્ધવ ઠાકરેની રાજનીતિ પહેલાથી બદલાયેલી જોવા મળી. શનિવારે તે પોતાના કાર્યકર્તાઓને મળ્યો તો તે કારના સનરુફ પર જોવા મળ્યા હતા. તે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે લડાઇ હવે લડવાની છે અને જીતવાની પણ છે. બાલા સાહેબને જે લોકો નજીકથી જાણતા હતા તેમનું માનવું છે કે ઉદ્ધવ ઠાકરેના કદમ દેખાડી રહ્યા છે કે તે પિતાના પગલે આગળ વધી રહ્યા છે.
ઉદ્ધેવે જ્યારે શિવસેનાની કમાન હાથમાં લીધી હતી તો તેમનો અંદાજ પુરી રીતે પોતાના પિતાથી અલગ હતો. તે અલગ પ્રકારની રાજનીતિ કરવામાં વિશ્વાસ રાખતા હતા. તેમના હાવભાવ અને તેવરથી એ વાત જોવા મળી કે તે હાર્ડલાઇનર બનવા માંગતા નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી જે કાંઇ બન્યું તેણે બધું બદલી નાખ્યું છે. શિવસેના હાથમાંથી ગઇ તો અહેસાસ થયો કે બાલા સાહેબની જેમ તેવર ના અપનાવ્યા તો મોડુ થઇ જશે.
60ના દાયકામાં જોવા મળી હતી બાલા સાહેબની અનોખી તસવીર
60ના દાયકામાં બાલા સાહેબ જ્યારે શિવસેનાને પાયામાંથી મજબૂત કરવામાં લાગ્યા હતા તો તેમના તેવર જોવા જેવા હતા. ત્યારે તેમની પાસે ફિએટ કાર હતી. બાલા સાહેબ ફિએટના બોનેટ પર ઉભા રહીને લોકો સુધી પોતાને વાત પહોંચાડતા હતા. તેમનો અંદાજ બધાથી અલગ હતો. તે બધી જ વસ્તુ મેળવવામાં વિશ્વાસ રાખતા હતા. આ પછી તે એમ્બેસેડર કારના બોનેટ પર જોવા મળ્યા હતા. શિવસેનાના નેતાઓના મગજમાં બાલા સાહેબની તે તસવીર આજે પણ યથાવત્ છે. આ જ કારણ રહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે કારના સનરુફ પર જોવા મળ્યા તો તે તસવીર પર શેર કરી જેમાં બાલા સાહેબ કારના બોનેટ પર જોવા મળ્યા હતા. ગેટ વે ઓફ ઇન્ડિયા પર એમ્બેસેડર કારના બોનેટ પરથી સ્પીચ આપી રહેલા બાલા સાહેબની તસવીર આજે પણ લોકોને યાદ છે.
આ પણ વાંચો – શિવસેનાના ચૂંટણી ચિન્હ માટે 2 હજાર કરોડની ડીલ, પાર્ટી સિમ્બોલ છીનવવા પર સંજય રાઉતનો આરોપ
જ્યારે પ્રથમ વખત ગયા હતા જેલ
7 ફેબ્રુઆરી 1969ના રોજ બાલા સાહેબની તે સ્પીચને લોકો આજે પણ યાદ કરે છે જ્યારે તત્કાલિન ઉપ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ મુંબઈમાં હતા અને કર્ણાટક-મહારાષ્ટ્રના મુદ્દા પર બાલા સાહેબ સાથે મતભેદો હતા. માહિમમાં ખુલ્લી જીપથી આપવામાં આવેલી સ્પીચ લોકો આજ સુધી ભૂલ્યા નથી. આ પછી થયેલા કોમી તોફાનમાં 59 લોકોના જીવ ગયા હોવાનું કહેવાય છે. બાલા સાહેબ પ્રથમ વખત જેલમાં ગયા હતા. જોકે તે તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી તરીકે જોવામાં આવે છે.
કારની બોનેટ પરથી બાલા સાહેબની સ્પીચ શિવસેના માટે ઘણી ખાસ છે. આ જ કારણ છે કે 2022માં જ્યારે શિવાજી પાર્ક મેદાનમાં ઉદ્ધવ ઠાકરેની દશેરાની રેલીને બીએમસીએ મંજૂરી આપવાની ના પાડી તો ત્યાં કારની બોનેટ પર બાલા સાહેબની તસવીર પણ જોવા મળી હતી. જોકે હાલ જોવું રસપ્રદ રહેશે કે કારના સનરુફ પરથી આપવામાં આવેલી સ્પીચ શું ઉદ્ધવ ઠાકરેને ફરીથી પહેલાની જેમ ઉભા કરી શકશે.