અમેરિકીના એક ખાનગી રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જો પાકિસ્તાન ભારતને ઉશ્કેરશે તો સેના વળતો જવાબ આપશે તેવી વધારે સંભાવના વ્યક્ત કરી હતી. યુએસ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી રિપોર્ટે વાર્ષીક ખતરાઓના આકલનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના ભાર વિરોધી આતંકવાદી સમૂહોના સમર્થન કરવાનું એક લાબો ઇતિહાસ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના જવાબ આપવાની સંભાવના વધારે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “વધારેલા તણાવ અંગે દરેક પક્ષની ધારણા સંઘર્ષનું જોખમ વધારે છે અને કાશ્મીરમાં હિંસક અશાંતિ અથવા ભારતમાં આતંકવાદી હુમલા સંભવિત ફ્લેશપોઈન્ટ છે.” ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી ઉદ્ભવતા સીમાપાર આતંકવાદને લઈને ઘણીવાર તણાવપૂર્ણ રહ્યા છે. યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે ભારત-પાકિસ્તાન સંકટ ખાસ ચિંતાનો વિષય છે કારણ કે બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે વધી રહેલા જોખમને કારણે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “2021ની શરૂઆતમાં બંને પક્ષો દ્વારા નિયંત્રણ રેખા પર ફરી યુદ્ધવિરામ શરૂ થયા બાદ નવી દિલ્હી અને ઈસ્લામાબાદ તેમના સંબંધો મજબૂત કરે તેવી શક્યતા છે.”
આ પણ વાંચોઃ- પાકિસ્તાને મોદી રાજમાં જો ભારત ઉપર હુમલો કર્યો તો…, US રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોની પણ વાત કરવામાં આવી છે. આ અહેવાલ અનુસાર, ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સરહદી વાટાઘાટો થઈ હતી અને અનેક સરહદી બિંદુઓ પર તણાવ દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ 2020માં હિંસક અથડામણને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિવાદિત સ્થળ પર બંને દેશો દ્વારા સેનાની તૈનાતી સરહદ વિવાદને લઈને બે પરમાણુ શક્તિઓ વચ્ચે સશસ્ત્ર જોખમ વધારે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂતકાળના સ્ટેન્ડઓફ્સ દર્શાવે છે કે LAC સાથે વારંવાર નાની અથડામણો ઝડપથી મોટી અથડામણમાં પરિણમી શકે છે.
પાકિસ્તાન અને ચીન બંને સાથે ભારતના સંબંધો સુગમ નથી. 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધો નીચા સ્તરે છે. જ્યારે ગાલવાનમાં ભારત-ચીન સૈનિકો સાથે 2020ની અથડામણ પછી સંબંધો બગડ્યા છે.