meerut muslim girls viral video: ઉત્તર પ્રદેશના મેરઠનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો દ્વારા મુસ્લિમ યુવતીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. છોકરીઓના બુરખા હટાવી દેવામાં આવ્યા, તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે, લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર, મામલો સંજ્ઞાન હેઠળ છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બજારમાં હોબાળો
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને મુસ્લિમ યુવતીઓ મેરઠના ભગત સિંહ માર્કેટમાં હિન્દુ મિત્ર સાથે ખરીદી કરી રહી હતી, ત્યારે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને સવાલો પૂછવા લાગ્યા. વીડિયોમાં સંભળાય છે કે, લોકો છોકરીઓને તેમનો ચહેરો બતાવવાનું કહી રહ્યા છે. છોકરીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, આ કેવા મિત્ર છે? શું હિંદુઓને મિત્ર બનાવશો?
છોકરીઓ અને છોકરાઓ સાથે ખરાબ વર્તન
આ પછી કેટલાક લોકોએ બળજબરીથી બુરખો હટાવ્યો અને પોતાનો ચહેરો બતાવવાનું કહ્યું, અને તેનો વીડિયો પણ બનાવ્યો. આ પછી, તેઓએ યુવકની પણ પૂછપરછ શરૂ કરી. જવાબમાં યુવક કહે છે કે, મારી વાત સાંભળો, અમે સ્ટાફમાં છીએ. આ પછી ત્યાં હાજર લોકોએ યુવક સાથે ધક્કા-મુક્કી કરી અને મારપીટ કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
લોકોની પ્રતિક્રિયા
@VikasChikara યુઝરે લખ્યું કે, હવે આજ જોવાનું બાકી રહી ગયું છે કે, કોની બંગડી ટાઈટ થઈ રહી છે અને તે પણ કોની સરકારમાં. એક યુઝરે લખ્યું કે, વાસ્તવમાં સમાજમાં હિંદુ-મુસ્લિમ ખૂબ વધી ગયું છે, આજકાલ લોકોને આનાથી મોટો મુદ્દો દેખાતો નથી. આ રીતે તો કોઈ શાંતીથી રહી નહીં શકે, પછી તે હિન્દુ હોય કે મુસ્લીમ. @parvezahmadjએ લખ્યું કે, આ યુવકો મુસ્લીમ કેવી રીતે હોઈ શકે, જે છોકરઓને કહી રહ્યા છે ચહેરો દેખાડો, જેલમાં ધકેલો.
@MAamirAnsari74 યુઝરે લખ્યું કે, જો કોઈ નાપાક છોકરી હિજાબ કે મુસ્લિમ નામ અને ડ્રેસ રાખીને ધર્મનિષ્ઠ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ કરશે તો લોકો વિરોધ કરશે. અભિજીત નામના યુઝરે લખ્યું કે, આ અસંસ્કારી વર્તન કોઈપણ સંજોગોમાં સહન ન કરવું જોઈએ. આવા ગુંડાઓની સારવાર ખૂબ જ જરૂરી છે. હિમાંશુએ લખ્યું કે, નફરત આગળ ઘુંટણીએ પડેલી માનવતા અને મર્યાદા. ભરબજારમાં યુવકને માર માર્યા બાદ ટોળાએ પોતાના જ ધર્મની યુવતીઓના માસ્ક ખેંચીને અપમાનિત કરી.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: કોંગ્રેસે કેવી રીતે પલટી બાજી? આ 3 ખાસ રણનીતિ કરી ગઈ કામ
પોલીસે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી
બીજી તરફ, મેરઠ પોલીસે આ સમગ્ર વિવાદ પર કહ્યું છે કે, આ કેસના સંબંધમાં પોલીસે આરોપ નોંધી લીધો છે. પુરાવાના આધા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.