વંદે ભારતની જેમ વંદે મેટ્રો ટ્રેન 2023ના અંતે સુધીમાં શરૂ થશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો મોટો ખુલાસો

Vande metro train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કરતા કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ હવે હવે મોટા શહેરોને મેટ્રો રેલ નેટવર્કથી જોડવા વંદે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરાશે.

Vande metro train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કરતા કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ હવે હવે મોટા શહેરોને મેટ્રો રેલ નેટવર્કથી જોડવા વંદે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરાશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vande bharat express vande metro train

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ફોટો - ઇન્ડિયન એક્સપ્રેસ)

ભારતીય રેલવે વિભાગ વંદે ભારત એક્સપ્રેસની જેમ હવે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની યોજના પર કામગીરી કરી રહ્યુ છે. વંદે મેટ્રો ટ્રેન કેલેન્ડર વર્ષ 2023ના અંત સુધીમાં દોડવા લાગશે તેવી વાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી છે.

Advertisment

મોટા શહેરોને રેલ નેટવર્કથી લિંક કરાશે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે કહ્યું કે દેશના ઘણા શહેરોમાં સેમી-હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત બાદ, રેલવે મંત્રાલય ઓછા અંતરના મોટા શહેરોને પણ મેટ્રો રેલ નેટવર્કથી જોડવાની યોજના ઉપર કામગીરી કરી રહ્યું છે. રેલવે મંત્રીએ કહ્યુ કે વંદે મેટ્રો ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે.

વંદે મેટ્રો ટ્રેન કેટલું અંતર કાપશે?

ન્યુઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્વણે કહ્યું કે, વંદે મેટ્રોને એવી રીતે બનાવવામાં આવી રહી છે કે ટ્રેન 100 કિમીથી ઓછું અંતર ધરાવતા શહેરોમાં ઘણા વખત અપ-ડાઉન કરી શકે છે અથવા દિવસમાં 4થી 5 વખતે અવર-જવર કરી શકે છે. આ ટ્રેન બહુ જ આરામદાયક અને સસ્તી છે. વંદે મેટ્રો ટ્રેન ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે. રેલવે મંત્રીએ કહ્યું કે, વંદે મેટ્રો, વેદે ભારતનું નું એક યુનિક મોડલ હશે.

Advertisment

નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓનો સમય બચશે

રેલવે મંત્રીએ કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસની સફળતાના આધારે હવે વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓના સમયની બચતની સાથે સાથે એક શહેરમાંથી બીજા શહેર સુધી વિશ્વ સ્તરની પરિવહન સુવિધા મળશે. ઉપરાંત તેનાથી લોકલ ટ્રેનમાં મુસાફરોની ભીડની સમસ્યા હળવી કરવામાં પણ મદદ કરશે.

હાઇ-સ્પીડ ટ્રેનના નિર્માણમાં ઝડપ લાવવા માટે પહેલીવાર તૈયાર કરાયેલા હાઇ-સ્પીડ ટેસ્ટ ટ્રેક અંગે જાણકારી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા ક્ષેત્રોને એક્સપોર્ટ હબ બનાવ્યું છે. ડિફેન્સ સેક્ટર હોય કે આઇટી - ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર - ભારત આજે આ તમામ ઉદ્યોગોમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, ભારતને રેલવે માટે એક મોટા નિકાસકાર સ્વરૂપે ઉભરવા માટે ટેસ્ટિંગ ટ્રેકનો વિકાસ જરૂરી છે.

આ પણ વાંચોઃ ટ્રેન મુસાફરોને મળશે મોટી ભેટ : દેશમાં દોડશે હવે ઇકો- ફ્રેન્ડલી ટ્રેન, વંદે ભારતમાં સ્લીપર કોચ ઉમેરાશે

રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ટેસ્ટ ટ્રેકમાં ઘણી સુવિધાઓ હોય છે, જેમાં ટ્રેન અને સિંગ્નલ સિસ્ટમને અલગ-અલગ માપદંડોના આધારે ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ ટ્રેક પર કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તેનાથી ઘણો ફાયદો થશે. આજે વંદે ભારતની ઘણી ચર્ચા થઇ રહી છે અને તેમાં આગામી સમયમાં ભારત તેના નિકાસકાર સ્વરૂપે ઉભરી આવશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટ્રેન્ડિંગ ન્યૂઝ રેલવે દેશ