Avishek G Dastidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ફેબ્રુઆરી 2019એ પહેલી વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કર્યાને ચાર વર્ષ પુરા થઈ ચૂક્યા ચે. હવે દેશમાં આવી સેમી હાઈ સ્પીડ 10 ટ્રેનો છે. દરેક ટ્રેન ચમકદાર વાદળી રંગની પટ્ટી સાછે ચમકદાર સફેદ રંગમાં છે. દેશમાં અત્યારે આ પ્રકારની વધુ 400 ટ્રેન બનવાની છે. ચેન્નઈની ઇંટીગ્રલ કોચ ફેક્ટરીમાં સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસને પહેલા ટ્રેન 18ના નામથી ઓળખાતી હતી.
ટ્રેન 18 ને સાકાર કરનાર એન્જીનિયર્સ
એક ભારતીય સેમી-હાઈ સ્પીડ ટ્રેન અને ભારની પહેલી એન્જીન વગરની વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ પણે ભારતમાં ડિઝાઈન અને બનનારી પહેલી ટ્રેન છે. ઇન્ડિયન એક્સપ્રેસે એન્જીનિયરોની મૂળ ટીમ સાથે વાત કરી હતી. જેમણે 180 કિલોમિટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલનારી સ્વ ચાલિત ટ્રેનનું સપનું સાકાર કર્યું છે. તેઓ આ ઉપલબ્ધિઓ અને ગણી એવી પહેલી વાતોના વખાણ માતા-પિતાની જેમ કરે છે.
મનીષ પ્રધાન
મનીષ પ્રધાને પહેલી વંદે ભારત ટ્રેનોના ચીજ વસ્તુઓના પ્રભારી એન્જીનિયર હતા. પ્રધાન વર્ષ 2018માં ચેન્નઈની ઇંટીગ્રલ કોચ ફેક્ટરીમાં ભારતના પહેલા સેમી હાઈ સ્પીડ ટ્રેનસેટની ડિઝાઈન કરનાર એન્જીનિયરોના પ્રેરક સમૂહનો એક ભાગ હતા. મનીષ પ્રધાનને મજાકમાં કહ્યું હતું કે “ભારતીય ટ્રેન ક્યારે પણ સફેદ નથી હતો. કારણ કે ભારતમાં આપણી માન્યતા છે કે કંઈપણ સફેદ ઝડપથી ગંદુ દેખાય છે. ત્યારે અમે નિર્ણય કર્યો કે આપણી ટ્રેન સંપૂર્ણ પણે સફેગ હશે અને ગંદી નહીં દેખાય.”
શુભ્રાંશુ
એ સમય ટીમનું નેતૃત્વ કરી રહેલા યૂનિટના પ્રિન્સિપલ ચીફ મેકેનિકલ એન્જીનિયર શુભ્રાંશુ કહે છેકે “અમે સફેદ અને વાદળી રંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યા પહેલા લાલા અને કાળા, ક્રીમ અને લાલ રંગની કોશિશ કરી હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક લક્ઝરી કારને પેઇન્ટ કર્યું હતું નહીં કે ટ્રેનને. આમાં પેઇન્ટની છ પરત હોય છે. અને છેલ્લી એક પારદર્શી પરત હોય છે જે દૂળને દૂર રાખે છે.
એસ શ્રીનિવાસ
પરિયોજનાના મુખ્ય ડિઝાઈન એન્જીનિયર મિકેનિકલ એસ. શ્રીનિવાસ કહે છે કે “મેં જોયું કે યુરોપમાં ટ્રેનોના દરવાજા ખોલવા પર પાછળ હટવાની જગ્યા હતી. ત્યારે મેં કહ્યું કે આપણી ટ્રેનમાં આવું હોવું જોઇએ. ત્યાં એક સાથે બનેલી બારીઓ છે. ત્યારે મેં કહ્યું કે ચાલો આવું કરવાથી આખી ટ્રેન એક ગ્લાસ જેવી દેખાશે. ભલે તે અલગ અલગ બારીઓ હોય. દરેક લોકો આવું જોવાનું પસંદ કરે છે.”
દેબી પ્રસાદ દાસ
પ્રોજેક્ટના મુખ્ય ડિઝાઇન એન્જિનિયર ઇલેક્ટ્રિકલ દેબી પ્રસાદ દાસ કહે છે કે સીસીટીવી કેમેરાની સ્થાપના એક સરસ સ્પર્શ હતો. તેણે કહ્યું, “મેં કહ્યું હતું કે ડ્રાઈવરોએ મુસાફરો અને પ્લેટફોર્મને જોવા માટે બહાર અને અંદર સીસીટીવી કેમેરા રાખવા જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે, શું જરૂર છે… પરંતુ આજે તમે જુઓ, તે કેમેરામાં કેદ થયેલા ફૂટેજથી બંગાળમાં રહેતા છોકરાની ઓળખ થઈ.
આ પણ વાંચોઃ- Gujarat Heat Wave : ગુજરાતમાં ગરમીએ ફેબ્રુઆરીમાં જ લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું
સુધાંશુ મણિ, ICF ના તત્કાલીન જનરલ મેનેજર
દેશ માટે આ પડકાર ઉપાડનાર વ્યક્તિ ICFના તત્કાલીન જનરલ મેનેજર સુધાંશુ મણિ હતા. આ ફેક્ટરીની સ્થાપના વર્ષ 1955 માં સ્વિસ સહયોગથી કરવામાં આવી હતી જેથી દેશને તેની પોતાની ટ્રેનો બનાવવામાં મદદ મળી શકે. તે ખુલ્યાના એક વર્ષ પછી, ચાઇનીઝ પ્રીમિયર ચૌ એન લાઇએ મુલાકાત લીધી અને વિઝિટર બુકમાં લખ્યું કે તેઓ ઇચ્છે છે કે ચીની ઇજનેરો ICF પાસેથી શીખે. મણિ કહે છે, “ચીન આખી દુનિયામાંથી ટ્રેનો આયાત કરતું હતું ત્યાં સુધી કે એક દિવસ તેઓએ કહ્યું કે, બહુ થયું… પછી તેઓએ પોતાની હાઇ સ્પીડ ટ્રેનો બનાવવાનું શરૂ કર્યું. મેં મારી જાતને વિચાર્યું, આપણે કેમ ન કરી શકીએ?” મણિ, જેણે રેલવેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ સેવામાં સેવા આપી હતી, ડિસેમ્બર 2018 માં ICFમાંથી નિવૃત્ત થયા અને ટૂંક સમયમાં ઇન્ટરનેટ પર વંદે ભારત વાર્તાના પ્રચારક બન્યા.
પ્રોજેક્ટ મંજૂર કરવા માટે “ટોપ મેન” ના પગ પર પડવું પડ્યું
ત્રણ વર્ષ પહેલાં હૈદરાબાદમાં તેમની હવે-પ્રસિદ્ધ TEDx ટોકમાં તેમણે કહ્યું હતું કે રેલવે મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ મંજૂર કરાવવા માટે તેમને “ટોચના માણસ”ના પગે પડવું પડ્યું હતું. જોકે, મણીએ ક્યારેય સમજાવ્યું નથી કે જનરલ મેનેજર તેમની નિવૃત્તિના માત્ર બે વર્ષમાં વિશ્વ-કક્ષાની ટ્રેનસેટ બનાવવા માટે કેમ કામ કરશે. મણી કહે છે, “કોઈએ મને આ માટે રાખ્યો નથી. તે મારો પોતાનો ગુસ્સો હતો. તમે તમારી આંખો બંધ કરો, અને ફક્ત ભારતની ટ્રેનોની છબી જ મગજમાં આવે છે. દાયકાઓ સુધી એ છબી એવી જ રહી. આપણે તેને કેમ બદલી શકતા નથી?”





