scorecardresearch

ભાજપના નિશાને રાહુલ ગાંધી, વરુણ ગાંધીએ મોદી સરકાર પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ચર્ચામાં ભાગ લેવાની ના પાડી

Oxford Union Debate : નિમંત્રણનો અસ્વીકાર કરતા પીલીભતના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે તેમને લાગે છે કે આવા મુદ્દાઓ ભારતીય નીતિ નિર્માતાઓ સમક્ષ ભારતની અંદર ઉઠાવવા જોઈએ

Varun Gandhi
ભાજપના સાંસદ વરુણ ગાંધી (Express photo)

લિઝ મૈથ્યુ: લંડનમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી પર ભાજપના વિરોધના કારણે ચાર દિવસથી સંસદ ઠપ થઇ ગઇ છે. ત્યારે ભાજપના સાંસદ વરુણ ગાંધીને નરેન્દ્ર મોદી સરકારની કામગીરી પર બોલવા માટે UKની ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું આમંત્રણ મળ્યું છે. જોકે વરુણ ગાંધીએ આમંત્રણ ઠુકરાવી દીધું છે. ઓક્સફોર્ડ યુનિયનના પ્રમુખ મેથ્યુ ડિકના કાર્યાલય દ્વારા ‘ધીસ હાઉસ બિલિવ્સ મોદીઝ ઇન્ડિયા ઇઝ ધ રાઇટ પાથ’ પ્રસ્તાવ પર બોલવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

નિમંત્રણનો અસ્વીકાર કરતા પીલીભતના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે તેમને લાગે છે કે આવા મુદ્દાઓ ભારતીય નીતિ નિર્માતાઓ સમક્ષ ભારતની અંદર ઉઠાવવા જોઈએ. દેશની અંદર આ મુદ્દે બોલવાની પૂરતી તકો છે. ઉલ્લેખનીય છે કે વરુણ ગાંધી મોદી સરકારના અનેક પગલાઓની ટીકા કરી રહ્યા છે.

ભાજપે રાહુલ ગાંધી પર યુકેમાં પોતાની વાતચીત દરમિયાન એવું સૂચન કરીને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર હેઠળ દેશમાં લોકશાહી ખતરામાં છે અને તેમનો અવાજ દબાવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા માફી માંગે તે માટે ભાજપ સંસદમાં વિરોધ કરી રહ્યું છે.

ઓક્સફોર્ડ યૂનિયનને આપેલા જવાબમાં વરુણ ગાંધીએ કહ્યું કે તેમણે સંસદની અંદર અને અન્ય મંચોના માધ્યમથી સતત અને રચનાત્મક રીતે રાષ્ટ્રીય ચર્ચામાં ભાગ લેવાને પ્રાથમિકતા આપી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આંતરિક પડકારોને ઉઠાવવામાં મને કોઈ યોગ્યતા કે ઇમાનદારી દેખાતી નથી.

વરુણે આ આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને તેને એક મહાન સન્માનની નિશાની ગણાવી. વરુણે કહ્યું કે મહાન લોકશાહીના સામાન્ય નાગરિક માટે આવા પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવો એ પ્રવચનને સક્ષમ કરવા અને ચર્ચાના સ્તરને વધારવાની દિશામાં એક નાનું યોગદાન હોઈ શકે છે. હું વિશેષાધિકાર માટે તમારો આભાર માનું છું. જોકે મારું માનવું છે આ વિષય એક પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ સાથે છે અને તેથી હું આ તકને અસ્વીકાર કરવા ઇચ્છું છું.

આ પણ વાંચો – લંડન પ્રવાસ પછી પ્રથમ વખત સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, સરકાર પર કર્યો પ્રહાર

તેમણે આગળ લખ્યું કે ભારત વિકાસ અને સમાવેશિતા માટે સાચા માર્ગ પર છે. એક એવો માર્ગ જે સ્વતંત્રતા પછીના છેલ્લા સાત દાયકાઓમાં વિવિધ રાજનીતિક સંબદ્ધતાઓની સરકારો દ્વારા મજબૂત આર્થિક વિકાસ, કૃષિને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. શિક્ષણ અને આરોગ્ય સેવા અને ભારતના હિતને પહેલા રાખ્યું છે.

વરુણે કહ્યું કે મારા જેવા નાગરિકોને નિયમિતપણે ભારતમાં આના જેવા વિષયો પર સરળતા સાથે ચર્ચા કરવાની તક મળે છે. સાર્વજનિક સ્થાનો પર અને પ્રતિષ્ઠિત સંસદમાં સરકારી નીતિઓની ટીકા કરવી, ભારતની બહાર તેનું પાલન-પોષણ કરવું ભારતના હિતોની વિરુદ્ધ અને અપમાનજનક કૃત્ય હશે. મારા જેવા રાજનેતાઓ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સ્તર પર વ્યક્તિગત નીતિઓ પર અમારા મતભેદો હોઈ શકે છે. જોકે અમે બધા ભારતના ઉદય માટે એક જ માર્ગ પર છીએ.

ઓક્સફોર્ડ યૂનિયનના આમંત્રણમાં કહેવામાં આવ્યું છે કે મોદીના શાસને વૈશ્વિક મંચ પર ભારતને વધુ મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ઘણા લોકો તેમના નીતિગત એજન્ડાની સરખામણી મજબૂત આર્થિક વૃદ્ધિ, ભ્રષ્ટાચારનો સામનો કરવા અને ભારતને પ્રથમ રાખે છે. બીજી તરફ કૃષિ ક્ષેત્રની અંદર વધતો અસંતોષ, ધાર્મિક જૂથો વચ્ચેના સંઘર્ષને ઉશ્કેરવા અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ જવા બદલ મોદીના વહીવટની ટીકા કરવામાં આવી છે. મતદાતાઓ વચ્ચે સતત લોકપ્રિયતાની પૃષ્ઠભૂમિ સામે એ વાત પર ચર્ચા કરવી જરૂરી છે કે શું મોદીના નેતૃત્વમાં ભાજપની દિશા એકજૂટ કરવાની સરખામણીમાં વધારે ધ્રુવીકરણ કરનારી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભારત માટે સાચો રસ્તો શું છે કારણ કે તે ભવિષ્યમાં આગળ વધે છે.

વરુણ ગાંધીને બોલવા માટે કેમ પસંદ કરવામાં આવ્યા તે અંગે ઓક્સફર્ડ યૂનિયનના આમંત્રણ કહેવામાં આવ્યું છે કે એક સાંસદના રૂપમાં તે રાજકારણમાં સક્રિય સહભાગી રહ્યા છે અને ભાજપના અગ્રણી સભ્ય તરીકેના તેમની સ્થિતિએ સ્વાસ્થ્ય સેવા અને શિક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં સુધારા માટે ભાર આપ્યો છે.

આ ચર્ચા એપ્રિલ-જૂનમાં નિર્ધારિત કરવામાં આવી હતી. આમંત્રણ અને વરુણ ગાંધી દ્વારા મનાઇ કરવા અંગે પૂછવામાં આવતા ઓક્સફોર્ડ યૂનિયનના પ્રમુખ ડિકે કહ્યું કે તે આ બાબતે કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી.

Web Title: Varun gandhi says no to oxford union debate on modi govt

Best of Express