એક નાની ભૂલ પડી ભારે, જોત-જોતામાં ઉંચાઇથી પાણીમાં પડી કાર, જુઓ વાયરલ વીડિયો

Car Falls Into Waterfall : કાર ધોધમાં પડી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી. દીકરીને બચાવવા માટે પિતા પણ ધોધમાં કૂદી પડ્યા હતા. આ જોઈને પત્ની બુમો પાડવા લાગી અને લોકો પાસે મદદ માંગવા લાગી હતી.

Car Falls Into Waterfall : કાર ધોધમાં પડી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી. દીકરીને બચાવવા માટે પિતા પણ ધોધમાં કૂદી પડ્યા હતા. આ જોઈને પત્ની બુમો પાડવા લાગી અને લોકો પાસે મદદ માંગવા લાગી હતી.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
car falls into waterfall | viral video

મધ્ય પ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (તસવીર - વાયરલ વીડિયો સ્કિનગ્રેબ)

Viral Video : મધ્ય પ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કાર ઉંચાઇથી પાણીમાં પડી રહેલી જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક પરિવાર કારને પાર્ક કરીને ફરી રહ્યો હતો. આ દરમિયાન કાર નીચે ગબડીને ધોધના પાણીમાં પડી ગઇ હતી. કારની અંદર 12 વર્ષની એક યુવતી બેસેલી હતી.

Advertisment

કાર પાણીના કુંડમાં પડી, વીડિયો વાયરલ

મળેલી જાણકારી પ્રમાણે આ દુર્ઘટના સિમરોલ ઘાટ સેક્શનથી 10 કિમી અંદર લોધિયા કુંડમાં થઇ હતી. જ્યાં એક દંપતી તેમની પુત્રી સાથે ફરવા ગયા હતા. કાર પાર્ક કર્યા બાદ પતિ-પત્ની નીચે ઉતરી ગયા હતા પણ હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા. કારમાં એક 12 વર્ષની બાળકી બેઠી હતી. આ પછી કાર રગડવા લાગી અને ધોધમાં પડી હતી.

કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત નથી

કાર ધોધમાં પડી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી. દીકરીને બચાવવા માટે પિતા પણ પાણીમાં કૂદી પડ્યા હતા. આ જોઈને પત્ની બુમો પાડવા લાગી અને લોકો પાસે મદદ માંગવા લાગી હતી. ઘટનાસ્થળે હાજર સુમિત મેથ્યુએ જણાવ્યું કે ઘણા લોકોએ તરત જ પાણીમાં કુદીને ગેટ ખોલીને યુવતીને બહાર કાઢી હતી. તેમના જણાવ્યા મુજબ પિતા અને પુત્રીને બંનેને ગંભીર ઇજાઓ પહોંચી ન હતી.

Advertisment

આ પણ વાંચો - ચંદ્રયાન 3 એ મોકલી ચંદ્રની સૌથી ખુબસૂરત તસવીરો, ISROએ શેર કર્યો video

લોકોએ પાણીના કુંડમાં કૂદીને પિતા-પુત્રીનો જીવ બચાવ્યો

ગાડીનો એક ગેટ ખુલ્લો હતો જ્યારે બોનેટ પર કપડાં પાથર્યા હતા. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પરિવાર કારના બોનેટ પર મુકીને કંઈક ખાઈ રહ્યા હતો. આ દરમિયાન કાર ધોધ તરફ આગળ વધવા લાગી હતી. કારને રોકવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં કાર ધોધમાં પડી ગઈ. તરત જ ત્યાં હાજર લોકોએ પાણીમાં કૂદીને પિતા-પુત્રીનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત બેદરકારીના કારણે થયો છે. આ મામલે પોલીસ બેદરકારીનો ગુનો પણ નોંધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર પાર્ક કર્યા બાદ હેન્ડબ્રેક લગાવવામાં આવી ન હતી, જેના કારણે કાર પાણીના ધોધમાં પડી ગઇ હતી. આ અકસ્માત ભયાનક બની શકતો હતો પરંતુ ત્યાં હાજર લોકોના કારણે જીવ બચી ગયા હતા.

મધ્ય પ્રદેશ વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ