Weather Forecast, Snowfall Alert: ઉત્તર ભારતમાં તાપમાન ધીરી-ધીરે વધી રહ્યું છે. મેદાની વિસ્તારમાં જ્યાં સવારે અને રાત્રે ઠંડી જોવા મળે છે જ્યારે બપોરે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. વધી રહેલી ગરમી વચ્ચે ભારતીય મોસમ વિભાગે (IMD) જમ્મુ કાશ્મીરના ઊંચાઇ વાળા વિસ્તારોમાં હિમ વર્ષાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રમેશ કુમારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે 18 ફેબ્રુઆરીએ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બનો પ્રભાવ જોવા મળી શકે છે. આ કારણે જમ્મુ કાશ્મીરના ઊંચાઇ વાળા વિસ્તારમાં હળવી હિમ વિર્ષાનો અંદાજ છે.
હાલ ઉત્તર ભારતમાં ન્યૂનતમ તાપમાન 10 થી 12 ડિગ્રી
તેમણે કહ્યું કે હાલ ઉત્તર ભારતમાં ન્યૂનતમ તાપમાન 10 થી 12 ડિગ્રી છે. આવનાર 4-5 દિવસમાં આખા ઉત્તર પશ્ચિમી ભારતમાં તાપમાન વધી જશે. IMDના મતે 15 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુજ્જફરાબાદામં હળવો વરસાદ અને હળવી હિમ વર્ષા થવાની સંભાવના છે.
આ પણ વાંચો – ભારતમાં દુષ્કાળ પડવાની ચેતવણી, ‘અલ-નીનો’ એટલે શું અને વરસાદ વચ્ચે શું સંબંધ છે? જાણો
IMDના મતે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં પણ 19 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ હળવો વરસાદ અને હિમ વર્ષા થવાનો અંદાજ છે. મોસમ વિભાગના મતે નોર્થ વેસ્ટ અને ઇસ્ટ ઇન્ડિયાના ન્યૂનતમ તાપમાનમાં આગામી પાંચ દિવસોમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. આ જ રીતે સેન્ટ્રલ ઇન્ડિયા અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઇ શકે છે.
ચાલુ વર્ષે ‘અલ- નીનો’ની ચેતવણી ઉચ્ચારી
ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભરપૂર વરસાદ પડ્યા બાદ હવે વર્ષ 2023માં દૂષ્કાળનું જોખમ તોળાઇ રહ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચાલુ વર્ષે ‘અલ- નીનો’ની ચેતવણી ઉચ્ચારી છે.’અલ- નીનો’ એ એક પર્યવારણીય ઘટનાક્રમ છે જેમાં ઓછો વરસાદ પડે છે અને તેના પરિણામે દૂષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભારતે છેલ્લા 20 વર્ષમાં ચાર વખત ‘અલ- નીનો’ આવ્યું છે અને તે વર્ષે દુષ્કાળ પડ્યો છે.