શુભાંગી ખાપરે: મહારાષ્ટ્રની બદલતી રાજનીતિમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના બદલાતા નસીબથી મહા વિકાસ અઘાડી (MVA)ના ભાગીદાર એનસીપી માટે એક સુવર્ણ તક છે. 2022માં શિવસેનાના વિભાજનથી ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રીનું પદ છીનવાઈ ગયું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રતિનિધિઓની દ્રષ્ટિએ તેમનો પક્ષ ચોથા નંબર પર આવી ગયો હતો અને તેનો અર્થ એ થયો કે શિવસેના (UBT) એ મુખ્ય પ્રધાનપદ સંભાળવાની શક્યતા ગુમાવી દીધી હતી. વિપક્ષના નેતા (LoP), એક એવી ભૂમિકા જે NCP પાસે ગઇ હતી અને અજિત પવાર ઉત્સાહપૂર્વક તેમાં આવી ગયા હતા.
હવે ચૂંટણી પંચ (EC) દ્વારા શિંદે જૂથને અધિકૃત શિવસેના તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમને ધનુષ અને તીરના ચૂંટણી પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને ઉદ્ધવને વધુ એક ફટકો આપ્યો છે. જોકે કોંગ્રેસ,એનસીપી અને શિવસેના (UBT) એ એમવીએ બેનર હેઠળ આગામી તમામ ચૂંટણીઓ એકજૂથ રહેવા અને સામૂહિક રીતે લડવાનું વચન આપ્યું છે. તેમ છતાં નામ અને પ્રતીકની ખોટ ઉદ્ધવની પાર્ટીની વિસ્તરણની યોજનામાં વિધ્નરુપ બની શકે છે.
શરદ પવારની આગેવાની હેઠળની NCP સંગઠનાત્મક વ્યૂહરચના અને કાર્યક્રમોમાં કોંગ્રેસ અને ઉદ્ધવ સેના બંને કરતાં આગળ છે. તે યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર કેન્દ્રિત આઉટરીચ યોજનાને આક્રમક રીતે આગળ ધપાવે છે, જેના માટે સાપ્તાહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના પાર્ટી પ્રમુખ જયંત પાટીલે સમગ્ર મહારાષ્ટ્રમાં NCP કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ દર સપ્તાહના અંતે NCPના કામ માટે ઓછામાં ઓછા થોડા કલાક ફાળવે.
જ્યારે શરદ પવાર ગ્રામીણ કૃષિ અને આર્થિક મુદ્દાઓને સંબોધવા માટે રાજ્યનો વ્યાપક પ્રવાસ કરી રહ્યા છે, યુવા નેતા અને ધારાસભ્ય રોહિત પવાર જનરેશન નેક્સ્ટમાં ટેપ કરવા માટે ઇન્ટરેક્ટિવ સત્રો યોજી રહ્યા છે. અજિત પવાર આક્રમક રીતે સત્તાધારી ભાજપ-શિંદે સેના પર ગૃહની અંદર અને જાહેર રેલીઓમાં પ્રહાર કરે છે.
પરંતુ NCP નેતાઓ જાણે છે કે તેઓએ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. આથી તેઓ ચૂંટણી પંચના ચુકાદાથી તેમના નિવેદનોથી સાવચેત છે. શરદ પવારે કહ્યું કે તેનાથી કોઈ ફરક નહીં પડે. ઈન્દિરા ગાંધીને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ ‘ગાય અને વાછરડા’ માંથી બદલીને ‘હાથ’ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોએ નવા પ્રતીકને સ્વીકાર્યું અને ઠાકરે સાથે પણ એવું જ થશે. અજિત પવારે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચૂંટણી પંચને નિર્ણય આપવામાં શું ઉતાવળ હતી? બધા જાણે છે કે બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી. ઉદ્ધવ તેમના સૈનિકોનું સમર્થન જાળવી રાખશે.
આ પણ વાંચો – શિવસેનાના ચૂંટણી ચિન્હ માટે 2 હજાર કરોડની ડીલ, પાર્ટી સિમ્બોલ છીનવવા પર સંજય રાઉતનો આરોપ
એનસીપી શિવસેનાના વિભાજનને કારણે ખાલી થયેલા પ્રદેશ પર પોતાનો પગ મજબૂત કરવા માટે ઉદ્ધવ તરફી કોઈપણ સહાનુભૂતિનો ઉપયોગ કરવા માટે બે-પાંખીય વ્યૂહરચના પર કામ કરશે. રાજ્યના એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલ ઘણીવાર રાજ્ય વિધાનસભામાં 100 બેઠકો સુધી પહોંચવાના પક્ષના લક્ષ્ય વિશે જાહેરમાં બોલ્યા છે. પાર્ટીનું માનવું છે કે સીએમ પદ જીતવા માટે તેને માત્ર બીજેપી-શિંદે સેના સામે જ લડવું જરૂરી નથી, પરંતુ એમવીએનું નેતૃત્વ પણ કરવું પડશે. જ્યારે કોંગ્રેસ અંદરોઅંદર સત્તાની ખેંચતાણમાં ફસાયેલી છે અને ઠાકરે અસ્તિત્વ માટે લડી રહ્યા છે, ત્યારે NCP પાસે પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેના ગઢથી આગળ મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની ઘણી તક છે.
શરદ પવારે કોંગ્રેસ છોડી દીધી ત્યારે NCPની સ્થાપના થયાના થોડા સમય પછી તે 1999ની વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો અને 22.6 ટકા વોટ શેર સાથે ત્રીજા ક્રમે આવ્યા હતા. કોંગ્રેસ 75 બેઠકો અને 27.2 ટકા વોટ શેર સાથે સૌથી આગળ રહ્યું હતું. 69 બેઠકો અને 17.33 ટકા મતો સાથે તત્કાલિન સંયુક્ત શિવસેના ત્રીજા ક્રમે અને ભાજપ 56 બેઠકો અને 14.54 ટકા વોટ શેર સાથે ચોથા ક્રમે રહ્યું હતું.
ત્યારપછીના બે દાયકાઓમાં, ભૂમિકાઓ ઉલટી થઇ ગઇ છે. હવે ભાજપ અહીં લીડર છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 25.75 વોટ શેર સાથે 105 બેઠકો, શિવસેનાને 56 બેઠકો (16.41% વોટ શેર), NCPને 54 (16.71%) અને કોંગ્રેસને 44 (15.87%) બેઠકો મળી હતી. શિવસેનાનો વોટ શેર ક્યારેય 18 ટકાથી વધુ થયો નથી.
14 જાન્યુઆરી 1994 ના રોજ શરદ પવાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે તે આંશિક રીતે બન્યું હતું, જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. દલિતોના હિતોનું સમર્થન કરતા તેમણે મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને ડૉ બી આર આંબેડકર રાખવાનો નિર્ણય કર્યો. મરાઠાઓના એક વર્ગે આ પગલાનો અસ્વીકાર કર્યો હતો અને તત્કાલીન શિવસેના સાથે ગઠબંધન કર્યું અને બાળા સાહેબ ઠાકરેની પાર્ટી ઝડપથી આગળ વધી હતી.
એક ટીવી ચેનલને આપેલા તાજેતરના ઈન્ટરવ્યૂમાં અજિત પવારે કહ્યું હતું કે એનસીપીએ હંમેશા કોંગ્રેસ માટે બીજી ભૂમિકા નિભાવવી પડે છે. 2004માં એનસીપી પાસે 71 સીટો હતી, જે કોંગ્રેસની 69 સીટો કરતા વધારે હતી. તેમ છતાં અમારા વરિષ્ઠોએ કોંગ્રેસને સીએમ પદ આપ્યું હતું, જેને હું એક ભૂલ માનું છું.
પરંતુ હવે ECના નિર્ણય દ્વારા શિવસેના (UBT) હાંસિયામાં ધકેલાઈ જવાથી, અવિભાજિત શિવસેનાનો 17-18 ટકા વોટ શેર કબજે કરવા માટે તક છે. એવી 55-60 બેઠકો છે જ્યાં છેલ્લા બે દાયકાથી શિવસેના NCP સાથે સીધી ટક્કરમાં છે. એનસીપી આ મતવિસ્તારોમાં સખત પ્રહાર કરવાની આશા રાખી શકે છે.
એનસીપીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે ભાજપ પાસે રાજ્યમાં ભલે સૌથી વધારે બેઠકો હોય પરંતુ અમારો ગ્રામીણ આધાર અકબંધ છે. અમે ગ્રામ પંચાયતો અને જિલ્લા પરિષદોમાં ભાજપ સાથે ટક્કર છે. અમારો પડકાર તેમની સંખ્યા હાલની 56 બેઠકોથી વધારીને 90+ કરવાનો છે. મહારાષ્ટ્રના દાયકાઓ સુધી વિભાજિત-ચુકાદાઓ અને ગઠબંધન સરકારોના ઇતિહાસને જોતાં 90-100 બેઠકો ધરાવતી કોઈપણ પાર્ટી પાસે સરકાર બનાવવાની અને મુખ્યમંત્રીની ખુરશી રાખવાની તક છે.