woman beating Video viral : મધ્યપ્રદેશના સાગરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને બસ સ્ટેન્ડ પર જાહેરમાં ખેંચવામાં આવી હતી. તેને લાકડીઓ વડે માર માર્યો હતો અને પછી તેના મોઢા પર લાત મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે મામલાની નોંધ લીધી અને ગુરુવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આરોપીઓ મહિલાને ખેંચીને લાકડીઓ વડે માર મારી રહ્યા છે.
બાળક જમીન પર પડેલું છે
આ કેસમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિતા દેખીતી રીતે પાગલ હતી. વીડિયોમાં જોવા મળે છે કે, મહિલાને ઘસેડવામાં આવી રહી છે, લાકડીઓ વડે મારવામાં આવી રહી છે અને ચહેરા પર લાત મારવામાં આવી રહી છે. જ્યારે તેની પાંચ માસની બાળકી નજીકમાં જમીન પર પડી હતી. અધિક પોલીસ અધિક્ષક લોકેશ સિન્હાએ જણાવ્યું કે, આ કેસના આરોપી પ્રવીણ રાયકવાર (26), વિક્કી યાદવ (20) અને રાકેશ પ્રજાપતિ (40)ની ગુરુવારે ગોપાલગંજ પોલીસે ધરપકડ કરી હતી.
મહિલા બસ સ્ટેન્ડની કેન્ટીનમાં બાળક માટે દૂધ લેવા ગઈ હતી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને કોર્ટમાં લઈ જતી વખતે પોલીસે રસ્તા પર પરેડ કરાવી હતી. આ પછી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસ અનુસાર, આ ઘટના 12-13 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બની હતી. આધેડ મહિલા બસ સ્ટેન્ડ સ્થિત કેન્ટીનમાંથી દૂધ લેવા ગઈ હતી. કદાચ તે તેના બાળક માટે દૂધ લેવા ગઈ હશે. પોલીસે કહ્યું કે, ત્યાં કંઈક થયું અને ત્રણ લોકોએ તેને કેન્ટીનમાં માર માર્યો.
આ પણ વાંચો – Chandrayaan-3: ISROએ વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર કેમ ફરી ‘જમ્પ’ કરાવ્યું? સમજાવ્યું કારણ
મહિલા “ભૈયા…ભૈયા” કહીને દયાની ભીખ માંગતી રહી, આરોપી તેને મારતા રહ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા દયાની ભીખ માંગતી વખતે રડી રહી છે અને “ભૈયા…ભૈયા” કહી રહી છે. આસપાસના લોકો આરોપીઓને કહી રહ્યા છે કે, તેને મારશો નહીં પરંતુ આરોપી રોકાતા નથી. જોકે, ત્યાં હાજર લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો તે ઈચ્છતા તો માહિલાને બચાવી શક્યા હોત. સાગરના પોલીસ અધિક્ષક અભિષેક તિવારીએ દાવો કર્યો હતો કે, મહિલા અસ્વસ્થ લાગતી હતી, આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.





