Delhi News : દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક સ્કૂટી સવાર યુવતીની કારની ચપેટમાં આવવાની ઘટના બની છે. કારની અડફેટે આવતા યુવતીનું મોત થયું છે. દિલ્હી પોલીસના આઉટર જિલ્લાના DCP હરેન્દ્ર સિંહે જાણકારી આપી કે કારમાં પાંચ લોકો સવાર હતા જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના મતે આરોપીઓનું કહેવું છે કે તે એ વાતથી અજાણ હતા કે યુવતી તેમની ગાડી સાસે ઘસડાઇ રહી છે. સુલતાનપુરી સ્ટેશનમાં 304-A, 279 અંતર્ગત એફઆઈઆર નોંધાઇ છે.
ચાર કિલોમીટર સુધી ઢસડાઇ લાશ
દિલ્હી પોલીસે જાણકારી આપી કે યુવતીના કપડા કારના પૈડામાં આવી ગયા હતા. આ પછી યુવતી લગભગ ચાર કિલોમીટર સુધી ઢસડાઇ હતી. આ કારણે યુવતીના કપડા ફાટી ગયા હતા. પોલીસને યુવતીની નગ્ન લાશ મળી હતી. તેમણે જણાવ્યું કે શનિવારે રાત્રે 3 કલાકે કંઝાવલા વિસ્તારમાં પોલીસને એક પીસીઆર કોલ મળ્યો હતો. બતાવવામાં આવ્યું કે યુવતી નિર્વસ્ત્ર હાલતમાં રસ્તાના કિનારે પડી છે. આ સૂચના પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટના અકસ્માતની છે.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે શેર કરી પોતાના પરમાણુ કેન્દ્રની યાદી, જંગમાં પણ નહી થાય આ સ્થળો પર હુમલો
સ્થળ પર પહોંચીને ક્રાઇમ ટીમ ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું અને વિભિન્ન એંગલથી તસવીરો લીધી હતી. મૃતકની લાશને એસજીએમ હોસ્પિટલ મંગોલપુરી મોકલવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.
આરોપીની ધરપકડ
દિલ્હી પોલીસે કહ્યું કે કારના નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેમની કાર પીડિતાની સ્કૂટી સાથે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી પણ તે એ વાતથી અજાણ હતા કે તે તમની સાથે ઘસડાઇ રહી છે. પોલીસે કહ્યું કે તેમણે કારમાં સવાર પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ મિઠ્ઠુ અને મનોજ મિત્તલના રુપમાં થઇ છે.