જીજ્ઞાસા સિન્હા : ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક ગામમાં તેના ઘરની નજીક 3-4 નબીરા દ્વારા કથિત રીતે છેડતી કર્યાના લગભગ 10 દિવસ પછી, રવિવારે ધોરણ 12 ની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી. 17 વર્ષીય વિદ્યાર્થીએ બે પાનાની સુસાઈડ નોટ છોડી છે, જેમાં ચાર લોકો પર છેડતી અને પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. યુવતીના પરિવારે 8 માર્ચે પાડોશમાં રહેતા ચાર લોકો વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો દાવો છે કે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.
યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ચારેય શખ્સો તેને લાંબા સમયથી હેરાન કરી રહ્યા હતા અને ફરિયાદ કરવા છતાં પોલીસે “કોઈ કાર્યવાહી” કરી ન હતી કારણ કે, આરોપીઓ “પૈસાદાર” હતા. તેણે લખ્યું, ‘આ લોકોએ મારું સપનું પણ સાકાર ન થવા દીધું. હવે મારામાં તેમનો સામનો કરવાની હિંમત નથી. જો કે, મારા પરિવારને પરેશાની ન થવી જોઈએ. સાહેબ (અધિકારી), તમે કૃપા કરીને હવે તો સાંભળશો? મારા મૃત્યુ પછી તે માણસોને સજા કરો, જેથી ગરીબ છોકરીઓ જીવી શકે અને તેમના સપના પૂરા કરી શકે.’
માતા-પિતાને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી
છોકરીએ લખ્યું કે, આરોપીએ તેને “મારી નાખવાનો પ્રયાસ કર્યો” અને તેણે ઉત્પીડનના ડરથી સ્કૂલ જવાનું પણ બંધ કરી દીધું. “તેઓ મને ધમકી આપતા હતા કે, તેઓ મારા માતા-પિતાને મારી નાખશે. તેઓ ધાબા પર ચઢી જતા અને છરી વડે મને ધમકાવતા. જ્યારે મારા માતા-પિતાને ખબર પડી ત્યારે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ કોઈએ કંઈ કર્યું નહીં.
પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર છે. વિકેશ રોજગાર સેવક તરીકે કામ કરે છે. બીજો આરોપી અમૃત બેરોજગાર છે. ગામના લોકો છોકરીના પરિવારને સપોર્ટ કરે છે. આસપાસના લોકોનું માનવું છે કે, આરોપીએ યુવતીને હેરાન કરી હતી. યુવતીના પિતા ખેતમજૂર છે. તેણે તેમને કહ્યું કે, છોકરીના મોટા સપના હતા.
યુવતી દિલ્હીમાં અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગતી હતી
તેઓએ કહ્યું, “કોલેજમાં જનારી તે પરિવારની પ્રથમ છોકરી હોત. તે દિલ્હીમાં અભ્યાસ કરીને શિક્ષિકા બનવા માંગતી હતી. હું તેના અભ્યાસ માટે લોન લેવા તૈયાર હતો. કારણ કે મને લાગ્યું કે, આ ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો હશે. જ્યારે તેણે શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે મને આઘાત લાગ્યો હતો. મારી પુત્રી ફાઇટર હતી, પરંતુ આરોપીઓએ છોકરીને આત્મહત્યા કરવા મજબુર કરી’
આરોપીઓ હોળીએ ઘરમાં ઘૂસી ગયા હતા – વિરોધ કરતાં પિતાને ધમકી આપી હતી
તેણે તેમને કહ્યું, “મેં પહેલીવાર હોળીના દિવસે આરોપીને મારા ઘરની અંદરથી પકડ્યો હતો. મારી પુત્રી રડતી હતી જ્યારે તેઓ તેને ખેંચીને મારતા હતા. અમે અમારી દીકરીને બચાવી. તેઓએ મને મારી નાખવાની ધમકી આપી હતી. મેં પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ પોલીસકર્મીઓએ મારી પુત્રીને ઠપકો આપ્યો. તેઓએ બે-ત્રણ દિવસ પછી જ અમારી ફરિયાદ સ્વીકારી, પરંતુ કોઈની ધરપકડ કરી નહીં. કોઈને પરવા નથી, કેમ કે અમે ગરીબ છીએ. મારી પુત્રી મૃત્યુ હારી કારણ કે પોલીસે કંઈ કર્યું નહી.
યુવતીની મોટી બહેને કહ્યું – સ્નાનનો પણ વીડિયો બનાવ્યો
તેના મિત્રો મહિનાઓ સુધી મારી બહેનનો પીછો કરતા. તેમણે મારી બહેનનો નહાતી હોવાનો વીડિયો પણ શૂટ કર્યો હતો. કેમ કે અમારું બાથરૂમ ટેરેસ પર છે. રવિવારે મારા માતા-પિતા અને હું ખરીદી કરી રહ્યા હતા. આ દરમિયાન મારી બહેને કંઈક ઝેરી વસ્તુ પી લીધી. તેણે મને સાંજે કહ્યું કે, તે જીવવા માંગતી નથી… અમે તેને હોસ્પિટલ લઈ ગયા, પણ તે મરી ગઈ હતી.
સહેલીએ વિકેશને અયોગ્ય રીતે સ્પર્શ કરતા જોયો
યુવતીની એક મિત્રએ કહ્યું, “તેણે મને ક્યારેય આરોપી વિશે જણાવ્યું નથી. મેં વિકેશને માત્ર એક જ વાર તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા જોયો. તે ડરી ગઈ અને દોડી ગઈ હતી. અમે વિકેશ સાથે લડ્યા નહી, કારણ કે તે હંમેશા ગુંડાઓ સાથે ફરે છે. મને ખબર નથી કે શું થયું. તે હંમેશા હકારાત્મક હતી. તે મને હંમેશા મારા કામમાં મદદ કરતી હતી.
સુસાઈડ નોટમાં મિત્રનો પણ ઉલ્લેખ છે
સુસાઈડ નોટમાં યુવતીએ તેના એક મિત્રનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે આરોપીને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું. મિત્રે કહ્યું, “મને ખબર નથી કે, તેણે મારો ઉલ્લેખ કેમ કર્યો… મેં ક્યારેય કોઈને કોઈ પત્ર લખ્યો નથી. મને ખબર હતી કે છોકરાઓ તેને પરેશાન કરી રહ્યા છે અને મેં તેને તેના પરિવારને જણાવવાનું કહ્યું. તેણી તેના માતાપિતાની સલામતી વિશે ચિંતિત હતી અને ચૂપ રહી.
એક સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી યુવતીના ઘરની નજીક જ રહે છે. તેના પરિવારે 8 માર્ચે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. અમે SI સચિન મલિકને યોગ્ય કાયદાકીય કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. અમે સુસાઈડ નોટમાં નામ આપવામાં આવેલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.”
આ પણ વાંચો – દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
આ કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે
નામના આરોપીઓ પર એક સગીરા પર જાતીય હુમલો, મહિલાની લજ્જા ભંગ કરવા, કપડાં ઉતારવા, છેડતી કરવા, પીછો કરવા, ઘરમાં જબરદસ્તી ઘુસવા, ગુનાહિત ધાકધમકી અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આરોપી અને યુવતીના પરિવારો મિલકતના વિવાદમાં ફસાયા હતા. અગાઉ પણ બંનેએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી.