/indian-express-gujarati/media/media_files/2026/01/22/army-2026-01-22-15-58-00.jpg)
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં મોટો અકસ્માત સર્જાયો છે. Photograph: (ANI સ્ક્રીનગ્રેબ)
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં મોટો અકસ્માત સર્જાયો છે. સેનાનું એક વાહન ખીણમાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 10 જવાનો શહીદ થયા હોવાના અહેવાલો છે. જ્યારે ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે.
બચાવ કામગીરી શરુ
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભદ્રવાહના ખાની ટોપ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદ તાત્કાલિક બચાવ અને રાહત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર સેનાના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ તરત જ સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત જવાનોને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વિશેષ તબીબી સારવાર માટે ઉધમપુર એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના કાર્યાલયે જણાવ્યું હતું કે ડોડામાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણા 10 બહાદુર ભારતીય સેનાના સૈનિકોના જીવ ગુમાવવાથી ખૂબ દુઃખ થયું છે. આપણે આપણા બહાદુર સૈનિકોની ઉત્કૃષ્ટ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.
10 સૈનિકો શહીદ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ભારતીય સેનાનું વાહન રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 જવાનોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 7 સૈનિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
#WATCH | Doda, J&K | Rescue efforts underway after an army vehicle meets with an accident at Khani Top area of Bhaderwah, resulting in injuries to Army personnel.
— ANI (@ANI) January 22, 2026
The injured personnel were provided first aid at the site and were later airlifted to Udhampur for specialised… https://t.co/9xdUAss5stpic.twitter.com/ALWHb3Ar2j
આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં ગજબ ખેલ! કલ્યાણ-ડોંબીવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ ઠાકરેએ શિંદે જૂથને સમર્થન આપ્યું
સૈનિકો ઊંચાઈવાળા ચેકપોસ્ટ પર જઈ રહ્યા હતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સેનાનું બુલેટપ્રૂફ વાહન 17 જવાનોને હાઇ એલ્ટીટ્યૂડ ચોકી પર લઈ જઈ રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ સેના અને પોલીસે સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us