/indian-express-gujarati/media/media_files/2026/01/21/raj-thackeray-2026-01-21-20-17-43.jpg)
એમએનએસના નેતા રાજ ઠાકરે
Kalyan-Dombivli Municipal Corporation (KDMC) : રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીએ બીએમસીની ચૂંટણી બાદ આશ્ચર્યજનક પગલું ભર્યું છે. રાજ ઠાકરેના મનસેએ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)માં ઉદ્ધવ ઠાકરેને બાજુ પર રાખીને એકનાથ શિંદેને શિવસેનાને ટેકો આપ્યો છે.
કેડીએમસીમાં રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ તેના પિતરાઇ ભાઇ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી (શિવસેના યુબીટી) સાથે શાસક મહાયુતિ (ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના ગઠબંધન સામે લડત આપી હતી. આ નિર્ણય બાદ હવે શિવસેના (યુબીટી) સાથે તેમના ગઠબંધનને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જોકે સવાલ એ છે કે શું આ પગલું ભાજપને મ્યુનિસિપલ કોર્પોરેશનથી દૂર રાખવાનો પ્રયાસ છે?
ચૂંટણીમાં શિંદે જૂથ મોટો પક્ષ બન્યો
કેડીએમસીની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. 122 બેઠકોમાંથી શિવસેના (શિંદે જૂથ)ને 53 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 51 બેઠકો મળી હતી. અહીં બહુમતી માટે કોઈ પણ પક્ષને 62 બેઠકોની જરૂર હોય છે.
બુધવારે શિવસેના (શિંદે જૂથ)એ નવી મુંબઈના કોંકણ ભવનમાં પોતાની પાર્ટીને રજિસ્ટર કરી અને કોંકણ ડિવિઝનલ કમિશનર સમક્ષ દાવો કર્યો હતો કે તે નગર નિગમમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી છે.
આ દરમિયાન મનસે કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા. મનસે નેતા રાજુ પાટિલે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે (એકનાથ શિંદેના પુત્ર) અને નરેશ મશ્કે સાથે મુલાકાત કરી હતી. આ પછી મનસેએ શિંદે જૂથની આગેવાની હેઠળના શિવસેનાના સમર્થનની જાહેરાત કરી હતી.
કેટલા કાઉન્સિલરોને ટેકો મળ્યો?
આ રીતે શિવસેના (શિંદે જૂથ) એ પાંચ એમએનએસ કાઉન્સિલરોના સમર્થન અને શિવસેના (યુબીટી) ની ટિકિટ પર ચૂંટાયેલા ચાર કાઉન્સિલરોના સમર્થનથી પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જોકે તેણે હજી સુધી ઔપચારિક રીતે બહુમતી સાબિત કરી નથી.
આ પણ વાંચો - સૌર તોફાન શું છે અને કેવી રીતે સર્જાય છે? પૃથ્વી માટે શું ખતરો છે? જાણો વૈજ્ઞાનિકો કેમ છે એલર્ટ
જોકે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના (યુબીટી) ના ચાર કાઉન્સિલરો જેમના સમર્થનનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેમાંથી બે અગાઉ મનસે સાથે જોડાયેલા હતા અને શિવસેના (યુબીટી) પ્રતીક પર ચૂંટણી લડ્યા હતા, જ્યારે અન્ય બે શિવસેના (શિંદે જૂથ) તરફથી ટિકિટ ન મળતા શિવસેના (યુબીટી) ની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
સાંસદે શ્રીકાંતે શિંદે કહી આવી વાત
સાંસદ શ્રીકાંત શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે મનસે વિકાસ માટે પાર્ટીને સમર્થન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કલ્યાણ-ડોમ્બિવલીના મેયર શાસક મહાયુતિના હશે. તેમણે કહ્યું કે હજુ સુધી પદોની વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ નથી અને અંતિમ નિર્ણય વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમે ભાજપને સાઇડલાઇન કર્યું નથી. રવિન્દ્ર ચવ્હાણ અને એકનાથ શિંદે વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો ઠાકરે સેના પણ અમારી સાથે જોડાવા માંગે છે તો અમે તેનું પણ સ્વાગત કરીશું.
રાજ ઠાકરેની મંજૂરી
આ અંગે મનસેનાના નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે સ્થાનિક સ્તરે આવા ગઠબંધન માટે જગ્યાઓ છે. પાર્ટીના નેતા રાજુ પાટિલે પણ સંમતિ દર્શાવી હતી. આ નિર્ણય સ્થાનિક સ્તરે લેવામાં આવ્યો છે. આમાં કોઈ સ્વાર્થ નથી. સરકારની બહાર રહેવા કરતાં સરકારમાં રહેવું અને કેડીએમસીના લોકોનું ભલું કરવું વધુ સારું છે, અમે લોકોનું કામ કરીને તેમની સાથે ન્યાય કરી શકીએ છીએ. મનસેના નેતાઓ રાજુ પાટિલ અને સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે રાજ ઠાકરેએ સ્થાનિક સ્તરે નિર્ણય લેવાની મંજૂરી આપી દીધી છે.
ઉદ્ધવ જૂથને મોટો ફટકો
આ ઘટનાક્રમ બાદ શિવસેના (યુબીટી) માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઉદ્ધવ જૂથે કેડીએમસીની ચૂંટણીમાં 11 બેઠકો જીતી હતી. કોંકણ ભવનમાં ગ્રુપ રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન શિવસેના (યુબીટી)ના 11માંથી 7 કાઉન્સિલરો હાજર હતા, જેના કારણે વિવિધ અટકળો ચાલી રહી હતી. પાર્ટીના સૂત્રોએ બાદમાં જણાવ્યું હતું કે તેમાંથી માત્ર બે જ શિંદે જૂથના સંપર્કમાં હતા, જ્યારે અન્ય બે એમએનએસમાં જોડાયા હતા.
જવાબમાં શિવસેના (યુબીટી જૂથ) એ કોંકણ ડિવિઝનલ કમિશનર સાથે તેમના જૂથનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને પક્ષપલટાના નિયમોને ટાંકીને શિંદે જૂથ સાથે જવાના શંકાસ્પદ બે કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવવા માટે કાર્યવાહી શરૂ કરવા માટે એક પત્ર રજૂ કર્યો હતો.
આ દરમિયાન શિવસેના (યુબીટી)ના કાઉન્સિલર સ્વપ્નિલ કેને અને રાહુલ કોટ મનસેમાં જોડાયા હતા. તે બંને અગાઉ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને તેમના જોડાવાથી કેડીએમસીમાં એમએનએસની તાકાત વધી ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us