Sukma Encounter: સુકમામાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણ, 10 નક્સલી ઠાર

Sukma Encounter: છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓની અથડામણની મોટી ખબર સામે આવી છે. આ અથડામણમાં 10 નક્સલીઓના માર્યા જવાની જાણકારી મળી રહી છે.

Written by Rakesh Parmar
November 22, 2024 15:19 IST
Sukma Encounter: સુકમામાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh encounter : છત્તીસગઢમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. (પ્રતિકાત્મક ફાઇલ ફોટો)

Sukma Encounter: છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળો અને નક્સલીઓની અથડામણની મોટી ખબર સામે આવી છે. આ અથડામણમાં 10 નક્સલીઓના માર્યા જવાની જાણકારી મળી રહી છે. સુરક્ષાબળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટીક રાઈફલ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.

જાણકારી અનુાસર, નક્સલીઓ સાથે આજે સવારે જવાનોની અથડામણ થઈ હતી. જવાનોને જાણકારી મળી હતી કે, ઘણા નક્સલીઓ ઓડીશાના રસ્તેથી છત્તીસઘઢમાં પ્રવેશ કરી રહ્યા છે. ડીઆરજીની ટીમ નક્સલીઓની ઘેરાબંધી કરીને નીકળી હતી. બંને તરફથી ઘણા રાઉન્ડ ફાયરિંગ થયુ. સાથે જ ઓટોમેટિક હથિયારો પણ મળ્યા.

આ અથડામણ કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારામ, ભંડારપદરના જંગલ અને પહાડોમાં થઈ હતી. હાલમાં ભારતીય જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ હુમલો કરી દીધો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને બંને તરફથી ઘણા સમય સુધી ફાયરિંગ થયું. બસ્તર આઈજી પી સુદરરાજે આ અથડામણની પુષ્ટિ કરી છે.

આઈજી પી સુંદરરાજે જણાવ્યું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં DRG સાથે અથડમણમાં 10 નક્સલીઓ ઠાર મરાયા છે. INSAS, AK-47, SLR અને ઘણા અન્ય હથિયારો ત્યાં જ જપ્ત કરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું,’પોતાના અદમ્ય સાહસનો પરિચય આપતા સુરક્ષાબળોના જવાનોએ આજે સવારે સુકમા જિલ્લાના નક્સલીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા અથડામણમાં 10 નક્સલીઓને ઠાર માર્યા છે. જવાનોને મળેલી આ સફળતા પ્રશંસનિય છે. નક્સલીઓ વિરૂદ્ધ આપણી સરકાર ઝીરો ટોલરેંસની નીતિ પર કામ કરતા મજબૂતી સાથે લડી રહી છે. બસ્કરમાં વિકાસ, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ