સોશિયલ મીડિયામાં એક 19 મિનિટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, 19 મિનિટ 14 સેકન્ડનો MMS છે. જો તમને પણ ભૂલથી આવો કોઈ વીડિયો મળી ગચો છે તો તેને શેર ના કરવો નહીં તો તમે મુશ્કેલીમાં મૂકાય શકો છો. આમ પણ હવે આ વીડિયોના ફેરમાં ઘણા લોકોની બદનામી થઈ ગઈ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા રીલ બનાવનારી છોકરીઓની. લોકો 19 મિનિટ વાળા વીડિયોમાં દેખાતી છોકરી જેવી રીલ બનાવનારી છોકરીને સોશિયલ મીડિયામાં ખુબ જ ગંદી અને શરમજનક વાતો કરી રહ્યા છે.
કોનો છે આ વીડિયો?
19 મિનિટ, 34 સેકન્ડના આ વીડિયોમાં એક કપલ આપત્તિજનક સ્થિતિમાં અને ખૂબ જ અભદ્ર વાતચીતમાં જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર કેવી રીતે પહોંચ્યો તે હજુ સ્પષ્ટ નથી. શું આ કપલે જાણી જોઈને તેમને પ્રસિદ્ધિ મેળવવા માટે પોસ્ટ કર્યો હતો, શું હોટલ સ્ટાફે બદમાશી કરી કે પછી કોઈ એક કપલે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું તે હજુ સ્પષ્ટ નથી. જોકે વીડિયો લીક થયા પછી આ કપલ ગાયબ થઈ ગયું છે. કદાચ તેમને ખ્યાલ નહોતો કે આ વીડિયો આટલો બધો હોબાળો મચાવશે.
છોકરીઓને થઈ રહી છે બદનામ
હવે પરિસ્થિતિ એવી છે કે લોકો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી છોકરીઓની સરખામણી 19 મિનિટની છોકરી સાથે કરી રહ્યા છે અને તેમના એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. બદનામી જોઈને આ છોકરીઓ આગળ આવી રહી છે અને દાવો કરી રહી છે કે 19 મિનિટનો MMS તેમનો નથી. આવી જ ઘટના સ્વીટ ઝન્નત નામની એક ઇંફ્લૂએન્સર સાથે બની, જેણે આગળ આવીને લોકોને જવાબ આપ્યો. પરિસ્થિતિ એવી છે કે લોકો ખુલ્લેઆમ ઇન્સ્ટાગ્રામથી લઈને X અને ફેસબુક સુધી આ 19 મિનિટના વીડિયોની માંગ કરી રહ્યા છે. લોકો પૈસા પણ આપી રહ્યા છે. લોકો વીડિયો શેર કરવા બદલ 500 થી 5000 રૂપિયા આપવાનો દાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો: શાહરૂખ ખાને કર્યું હતું ફરાહ ખાનનું કન્યાદાન, ડાયરેક્ટરે એનિવર્સરી પર શેર કરી તસવીરો
વીડિયો શેર કરવા પર શું થશે?
ભારતીય કાયદામાં વાંધાજનક અને અશ્લીલ વીડિયો શેર કરવા બદલ સજાની જોગવાઈ છે. IT એક્ટ 2000 ની કલમ 67 હેઠળ ઓનલાઈન અશ્લીલ સામગ્રી પોસ્ટ કરનાર કોઈપણ વ્યક્તિને પ્રથમ ગુના માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. બીજા ગુના માટે પાંચ વર્ષ સુધીની જેલ અને વધુ દંડ થઈ શકે છે.
વધુમાં IT એક્ટની કલમ 67A હેઠળ જાતીય કૃત્યને સ્પષ્ટ રીતે દર્શાવતી સામગ્રી પોસ્ટ કરનાર કોઈપણ વ્યક્તિને પ્રથમ ગુના માટે પાંચ વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. બીજા ગુના માટે સાત વર્ષ સુધીની જેલ અને વધુ દંડ થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 292, 293 અને 354C પણ અશ્લીલ સામગ્રીના પ્રસારને ગુનાહિત બનાવે છે અને સજાની જોગવાઈ કરે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક અને અશ્લીલ સામગ્રી પોસ્ટ કરતા પહેલા કાયદાથી વાકેફ રહેવું જોઈએ અને જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ.





