/indian-express-gujarati/media/media_files/2026/01/21/republic-day-2026-flag-hoisting-2026-01-21-16-08-00.jpg)
Republic Day 2026 Flag Hoisting : 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. Photograph: (Freepik)
Republic day 2026: પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આઝાદી બાદ ભારતમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતમાં પોતાનું લોકશાહી બંધારણ અમલમાં આવ્યું હતું, તેની યાદીમાં દર વર્ષે આ તારીખે પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે, તેને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણીની અમુક ખાસિયતો છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર ખાસ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાય છે. જો કે દેશનો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગા ફરકાવવાની વિધિ અલગ અલગ હોય છે. ચાલો જાણીયે પ્રજાસત્તાક દિવસ વિશે રસપ્રદ વિગત
પ્રજાસત્તાક દિવસ પર ધ્વજ કોણ ફરકાવે છે?
ભારતે બ્રિટિશ ગુલામી માંથી આઝાદ મેળવ્યા બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ, તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ લાલ કિલ્લા પર પ્રથમ વખત ભારતીય તિરંગો ફરકાવ્યો હતો. આથી 15 ઓગસ્ટે ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. આઝાદી વખતે ભારતમાં પોતાનું બંધારણ લાગુ થયું ન હતું અને વડાપ્રધાન દેશના મુખ્ય વ્યક્તિ હતા. આથી વર્ષ 1947ની પરંપરાને અનુસરતા 15 ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે.
ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણય વડા છે. ભારતમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ લોકશાહી બંધારણ લાગુ હતું, જેને પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે. આથી 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવે છે.
15 ઓગસ્ટે ધ્વજવંદન (ધ્વજારોહણ) થાય છે
ધ્વજવંદનનો કાર્યક્રમ 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના રોજ થાય છે. માહિતી અનુસાર, 1947માં આ દિવસે ભારતમાંથી બ્રિટિશ રાજનો ધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો અને આપણો રાષ્ટ્રધ્વજ ઊંચો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જ્યારે રાષ્ટ્રધ્વજને થાંભલા (સ્તંભ) પર નીચેથી ઉપર સુધી લઈ જઈ લહેરાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન (ધ્વજારોહણ) કહેવામાં આવે છે.
આ પણ વાંચો | પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી?
26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે
તો 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ ધ્વજ ફરકાવવામાં આવે છે. જેમા ધ્વજ સ્તંભની ટોચ પર ત્રિરંગો પહેલેથી જ લગાવી દેવામાં આવ્યો હોય છે અને તેની સાથે બાંધવામાં આવ્યો હોય છે. તેની સાથે ધ્વજમાં ફૂલોની પાંખડીઓ પણ ભરેલી હોય છે. ત્રિરંગાની દોરી ખેંચી લહેરાવવામાં આવે છે, ત્યારે ફૂલોની વર્ષા થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us