અમેરિકામાં જુગારધામ ચલાવી રહ્યા હતા 9 ગુજરાતી, 70 કરોડના ગેરકાયદે વેપારનો ભાંડો ફૂટ્યો

અમેરિકામાં એક સનસનીખેજ કાર્યવાહીમાં ગુજરાતી મૂળના નવ લોકો પર મિસૌરીના છ સ્થાનો પર ફેલાયેલા 70 કરોડ રૂપિયાથી વધુના જુગારના વેપારનો આરોપ લાગ્યો છે. આ લોકો કથિત રીતે સ્કિલ ગેમ આર્કેડ્સની આડમાં ઈલેક્ટ્રોનિક જુગારનો વેપાર ચલાવી રહ્યા હતા.

Written by Rakesh Parmar
July 28, 2025 15:56 IST
અમેરિકામાં જુગારધામ ચલાવી રહ્યા હતા 9 ગુજરાતી, 70 કરોડના ગેરકાયદે વેપારનો ભાંડો ફૂટ્યો
આ નવ આરોપીઓએ પર વાયર ફ્રોડ, ગેરકાયદે જુગારનો વેપાર કરવા અને મની લોંડ્રીંગનું ષડયંત્ર રચવાનો આરોપ છે. (પ્રતિકાત્મક તસવીર: CANVA)

અમેરિકામાં એક સનસનીખેજ કાર્યવાહીમાં ગુજરાતી મૂળના નવ લોકો પર મિસૌરીના છ સ્થાનો પર ફેલાયેલા 70 કરોડ રૂપિયાથી વધુના જુગારના વેપારનો આરોપ લાગ્યો છે. આ લોકો કથિત રીતે સ્કિલ ગેમ આર્કેડ્સની આડમાં ઈલેક્ટ્રોનિક જુગારનો વેપાર ચલાવી રહ્યા હતા. જેમાં અમેરિકા ફેડરલ ગ્રૈંડ જ્યુરીએ 14 મે ના રોજ સીલ કરવામાં આવેલા 72 આરોપો વાળા અભિયોગને ઉજાગર કર્યું.

આરોપીઓએ વિન આર્કેડ, સ્પિન હિટર્સ અને વેગાસ સિટી આર્કેડ જેવા આકર્ષક નામો સાથે પોતાના કારોબારને એન્ટરટેનમેન્ટ સેન્ટર તરીકે દેખાડ્યું. આ સેન્ટર સ્પિંગફિલ્ડ, જોપલિન અને બ્રેનસન વેસ્ટ જેવા શરેહોમાં ચાલી રહ્યા હતા. પરંતુ હકીકતમાં આ સ્લોટ મશીનો અને જુગારનો ડિવાઈસોનો અડ્ડો હતો. જે મિસૌરી અને ફેડરલ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.

કેવી રીતે ચાલી રહ્યું હતું જુગારધામ?

2022 થી 2025 વચ્ચે આ લોકોએ 9.5 મિલિયન ડોલર (લગભગ 70 કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી હતી. આરોપીઓએ મિસૌરીના હેડ ઓફ સ્ટેટ પાસે છ બનાવટી કંપનીઓ રજિસ્ટર કરી હતી અને સ્થાનિક લાઈસન્સ, યૂટિલિટી કોન્ટ્રાક્અને લીઝ એગ્રીમેન્ટ્સ મેળવ્યા હતા. વ્હોટ્ટસ એપ્પ ગ્રુપ ચેટ્સ દ્વારા આ લોકો પોતાના ગેરકાયદે વેપારની રણનીતિ બનાવતા હતા.

પૈસા ક્યાં મોકલ્યા?

જુગારધામથી કમાયેલા પૈસાને અમેરિકા અને ભારતન અલગ-અલગ ઘણા બેંક ખાતાઓમાં જમા કરી સંતાડવામાં આવ્યા. કેટલાક મામલાઓમાં લેવડદેવડમાં 10,000 ડોલરથી વધુની રકમ ટ્રાંસફર કરવામાં આવી હતી. આ આખું ઓપરેશન એક સંગઠીત આપરાધિક નેટવર્કની માફક ચલલાવામાં આવતું હતું. જે કાયદાની નજરથી બચવાની કોશિશ હતી.

ઓપરેશન ‘ટેક બેક અમેરિકા’ની મોટી જીત

આ કાર્યવાહી અમેરિકાના ન્યાય વિભાગના ઓપરેશન ટેક બેક અમેરિકાનો ભાગ હતી, જેનો હેતું ડ્રગ કાર્ટેલ્સ, ફ્રોડ નેટવર્ક્સ અને ગેરકાયદે વેપારને સમાપ્ત કરવાનો છે. આ મામલે fbi, irs, હોમલેન્ડ સિક્યોરિટી અને મિસ્સોરી સ્ટેટ પૈટ્રોલે મળીને કરી હતી. સ્પિંગફીલ્ડ પોલીસ ચીફ પોલ વિલિયમ્સે તેને એક મોટી સફળતા ગણાવી, જેણે સ્થાનિક સમુદાય પર સકારાત્મક પ્રભાવ નાંખ્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં રોડ અકસ્માતમાં હજારો લોકોના થઈ રહ્યા છે મોત, રાજ્ય સરકારે જાહેર કર્યો ચોંકવનારો રિપોર્ટ

આ નવ આરોપીઓએ પર વાયર ફ્રોડ, ગેરકાયદે જુગારનો વેપાર કરવા અને મની લોંડ્રીંગનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કેટલાક પર રેકેટિયરિંગનો પણ આરોપ છે. 23 અને 24 જુલાઈએ ઘણા આરોપીઓની ધરપકડ અને કોર્ટમાં પેશી બાદ આ અભિયોગ સાર્વજનિક કરવામાં આવ્યો.

ગુજરાતી કનેક્શન અને સવાલ

તમામ નવ આરોપીઓ ભારતીય મૂળના છે, જેમાંથી ચાર જોર્જિયા, બે ન્યૂયોર્ક, અને એક-એક વોશિંગટન, અર્કાસસ અને કોલોરાડોથી છે. કેટલાકના ગેરકાયદેસર ઇમિગ્રેશન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલો ગુજરાતી સમાજના લોકો માટે ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે આ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું આર્કેડ-આધારિત ફ્રોડમાંથી એક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ